બિલ ગેટ્સ બન્યા અમેરિકાના 'સૌથી મોટા કિસાન', 18 રાજ્યોમાં ખરીદી 242,000 એકર જમીન
બિલ ગેટ્સે માત્ર ખેતી યોગ્ય જમીનમાં રોકાણ કર્યું નથી. પરંતુ તમામ પ્રકારની કુલ 2,68,984 એકર જમીનના તેઓ માલિક બની ચુક્યા છે. આ જમીન અમેરિકાના 19 રાજ્યોમાં સ્થિત છે.
Trending Photos
વોશિંગટનઃ માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને વિશ્વના ચોથા સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સે અમેરિકામાં મોટા પાયા પર ખેતીની જમીન ખરીદી છે. ડેલી મેલના રિપોર્ટ્સ પ્રમાણે હવે બિલ ગેટ્સ અમેરિકાના 18 રાજ્યોમાં કુલ 2 લાખ 42 હજાર એકર ખેતીની જમીનના માલિક થઈ ગયા છે. આટલી વધુ જમીન ખરીદ્યા બાદ બિલ ગેટ્સ અમેરિકામાં ખેતીવાળી જમીનના સૌથી મોટા માલિક (ખાનગી ઓનર) થઈ ગયા છે.
પરંતુ બિલ ગેટ્સે માત્ર ખેતી યોગ્ય જમીનમાં રોકાણ કર્યું નથી. પરંતુ તમામ પ્રકારની કુલ 2,68,984 એકર જમીનના તેઓ માલિક બની ચુક્યા છે. આ જમીન અમેરિકાના 19 રાજ્યોમાં સ્થિત છે. તેમાં એરિઝોના સ્થિત જમીન પણ સામેલ છે જેના પર સ્માર્ટ સિટી વસાવવાની યોજના છે.
65 વર્ષના બિલ ગેટ્સે અમેરિકાના લુસિયાનામાં 69 હજાર એકર, અર્કસસમાં આશરે 48 હજાર એકર, એરિઝોનામાં 25 હજાર ખેતી યોગ્ય જમીન ખરીદી છે. અત્યાર સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે બિલ ગેટ્સે કેમ ખેતી માટે વધુ જમીન ખરીદી છે. આ જમીન સાથે જોડાયેલી જાણકારી જાહેર કરવામાં આવી નથી.
બિલ ગેટ્સે આ જમીન સીધી રીતે, સાથે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ટિટી કાસ્કેડ ઇન્વેસમેન્ટ દ્વારા ખરીદી છે. રિપોર્ટ્સ પ્રમાણે બિલ ગેટ્સે 2018માં પોતાના ગૃહ રાજ્ય વોશિંગટનમાં 16 હજાર એકર જમીન ખરીદી હતી. તેમાં હોર્સ હૈવેન હિલ્સ ક્ષેત્રની 14,500 એકર જમીન પણ સામેલ છે, જે તેમણે 1251 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ તે વર્ષે અમેરિકામાં સૌથી ઊંચા ભાવે ખરીદવામાં આવેલી જમીન હતી. કાસ્કેટ ઇન્વેસ્ટમેન્ટે જમીન ખરીદી પર વધુ જાણકારી આપી નથી, પરંતુ એટલું કહ્યું કે કંપની સસ્ટેનેબલ ફાર્મિંગને ખુબ મદદ કરે છે.
2008માં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને જાહેરાત કરી હતી કે તે આફ્રિકા અને વિશ્વના અન્ય વિકાસશીલ ક્ષેત્રના નાના કિસાનોને પાક ઉગાડવા અને તેમની આવકમાં મદદ માટે 2238 કરોડ રૂપિયાની સહાયતા આપી શકે છે, જેથી નાના કિસાન ભૂખ અને ગરીબીમાંથી બહાર આવી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે