Taiwan News: અમેરિકી સાંસદોનું પ્રતિનિધિમંડળ તાઈપે પહોંચ્યું, ચીનના દાવપેચ વચ્ચે અમેરિકાનું મોટું પગલું
અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઇપે યાત્રા બાદ ચીન અને અમેરિકાના સંબંધ નાજુક સ્થિતિમાં પહોંચી ગયા છે. પેલોસીની યાત્રાને ચીન સરકારે ઉશ્કેરીજનક પગલું ગણાવ્યું હતું.
Trending Photos
તાઈપેઃ તાઇવાનની પાસેના વિસ્તારમાં ચીની યુદ્ધાભ્યાસ વચ્ચે અમેરિકી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ તાઇપે પહોંચી ગયું છે. તાઇવાનના વિદેશ મંત્રાલય અનુસાર અમેરિકી સાંસદોના પ્રતિનિધિમંડળની આ યાત્રા અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઇવે યાત્રાના માત્ર બે સપ્તાહની અંદર થઈ છે.
યુએસ સાંસદોના તાઇવાન પહોંચવા પર ત્યાંના નેતા યુઈએ તેમનું સ્વાગત કરીને કહ્યુ કે, અમે અમારા જૂના મિત્ર અને અતૂટ સમર્થન માટે સમાન વિચારધારાવાળા સાંસદોનો આભાર માનીએ છીએ. અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઇપે યાત્રા બાદ ચીન અને અમેરિકાના સંબંધો નાજુક સ્થિતિમાં પહોંચી ગયા છે. નેન્સી પેલોસીની યાત્રાને ચીનની સરકારે ઉશ્કેરીજનક પગલું ગણાવતા તેની સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
ચીની વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તાઇવાનમાં અમેરિકી સ્પીકરની યાત્રા એક ઉશ્કેરણીજનક પગલું છે, જે આ વિસ્તારની શાંતિ વ્યવસ્થાને પ્રભાવિત કરશે. આ સિવાય ચીને યુએપને ચેતવણી પણ આપી હતી કે તાઇવાનના મામલામાં ઉઠાલવામાં આવેલું કોઈપણ પગલું આગ સાથે રમવા જેવું છે, જે કોઈ આગ સાથે રમશે તે સળગી જશે.
Vice Minister Yui extended the warmest of welcomes to #Taiwan’s🇹🇼 longstanding friend @SenMarkey & his cross-party delegation comprising @RepGaramendi, @RepLowenthal, @RepDonBeyer & @RepAmata. We thank the like-minded #US🇺🇸 lawmakers for the timely visit & unwavering support. pic.twitter.com/XZKoKhnPZO
— 外交部 Ministry of Foreign Affairs, ROC (Taiwan) 🇹🇼 (@MOFA_Taiwan) August 14, 2022
શાંતિની વિપરીત છે ધમકી આપવી
ચીનની આ ધમકીઓને નજરઅંદાજ કરતા નેન્સી પેલોસીએ તાઇવાનની યાત્રા કરી હતી. આજે પ્રાપ્ત વિગત અનુસાર યુએસ કોંગ્રેસના સાંસદોના એક પ્રતિનિધિમંડળ તાઇવાન પહોંચ્યું છે. આ સાંસદો વિશેષ વિમાનથી તાઇવે પહોંચ્યા હતા.
તાઇવાન પહોંચ્યા અમેરિકી સાંસદ
અમેરિકાના 5 સાંસદોનું એક ડેલિગેશન તાઇવાન પહોંચ્યું છે. જેનું નેતૃત્વ મૈસાચુસેટ્સના ડેમોક્રેટિક સાંસદ એડ માર્કે કરી રહ્યા છે. ડેલિગેશનના અન્ય સભ્યોમાં ઔમુઆ અમાતા કોલમૈન રોડેવેગન, જોન ગારમેન્ડી, એલન લોવેંથલ અને ડોન બેયર સામેલ છે. અમેરિકી સરકારનું વિમાન આશરે સાંજે 7 કલાકે ડેલિગેશનના સભ્યોને લઈને તાઇવાનની રાજધાની તાઇમાં સોંગશાન એરપોર્ટ પર ઉતર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે