Independence Day: લાલ કિલ્લા પર ખાસ હશે આઝાદીનો જશ્ન, સ્વદેશી ગનથી આપવામાં આવશે 21 તોપોની સલામી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Independence Day Celebration: લાલ કિલ્લા પહેલા પીએમ મોદી રાજઘાટ પહોંચી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. સોમવારે સવારે 7.18 કલાકે લાલ કિલ્લા પર પ્રધાનમંત્રીનું આગમન થશે. 

Independence Day: લાલ કિલ્લા પર ખાસ હશે આઝાદીનો જશ્ન, સ્વદેશી ગનથી આપવામાં આવશે 21 તોપોની સલામી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હીઃ આઝાદીનો અમૃત મહોત્સવ એટલે કે 75મા સ્વતંત્રતા દિવસના (Independence Day) અવસર પર આ વર્ષે લાલ કિલ્લા પર આઝાદીનો જશ્ન ખુબ ખાસ હોવાનો છે. લાલ કિલ્લાની પ્રાચીરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના દેશને નામે સંબોધનને લઈને તો જનતાની નજર રહેશે, સાથે આ વર્ષે પ્રથમવાર સ્વદેશી ગનથી 21 તોપોની સલામી આપવામાં આવશે. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહ  (Independence Day Celebration) ની શરૂઆત સવારે 6.55 કલાકે થશે, જ્યારે સેનાના દિલ્હી એરિયાના જીઓસીનું આગમન થશે. 

જીઓસીના આગમન બાદ રક્ષા સચિવ પહોંચશે અને પછી ત્રણેય સેના એટલે કે થલસેના, વાયુસેના અને નૌસેનાના પ્રમુખ. સવારે 7.08 કલાકે રાજ્યમંત્રી અજય ભટ્ટનું આગમન અને 7.11 કલાકે રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચશે. ઘડિયાળમાં 7.18 વાગતા લાલ કિલ્લા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થશે. 

પીએમ મોદીનો કાર્યક્રમ
લાલ કિલ્લા પહેલા પીએમ મોદી રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. લાલ કિલ્લા પર પહોંચતા પીએમને ટ્રાઈ-સર્વિસ એટલે કે ત્રણેય સેનાની ટુકડીઓનું ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. 7.30 કલાકે પીએમ લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરશે. ત્યારબાદ રાષ્ટ્રગાન થશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે. દેશ આઝાદ થવાના 75 વર્ષ બાદ પ્રથમવાર એમ થશે કે 21 તોપોની સલામીમાં કોઈ સ્વદેશી આર્ટેલરી ગન પણ સામેલ થશે. અત્યાર સુધી દ્વિતીય વિશ્વયુદ્ધની બ્રિટિશ પાઉન્ડર-ગનથી 21 તોપોની સલામી આપવામાં આવતી હતી. 

સ્વદેશી ગનથી 21 તોપોની સલામી
પ્રથમવાર આ વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં પ્રધાનમંત્રીને 21 તોપોની સલામી સ્વદેશી આર્ટેલરી ગન, અટૈગથી આપવામાં આવશે. આ આ વર્ષે લાલ કિલ્લા પર 21 તોપોની સલામીમાં છ બ્રિટિશ પાઉન્ડર ગનની સાથે એક સ્વદેશી તોપ પણ સામેલ થશે. એડવાન્સ ટોએડ આર્ટેલરી ગન સિસ્ટમને ડીઆરડીઓએ ટાટા અને ભારત-ફોર્મ કંપનીઓની સાથે મળીને તૈયાર કરી છે. 155 x 52 કેલિબરની આ એટીએજીએસ તોપની રેન્જ આશરે 48 કિલોમીટર છે અને જલદી ભારતીય સેનાના તોપખાનાનો ભાગ બની શકે છે.

પીએમના સંબોધન પર દેશની નજર
વર્ષ 2018મા રક્ષામંત્રાલયે થલસેના માટે 150 અટૈગ ગન ખરીદવાની મંજૂરી આપી હતી. રક્ષા મંત્રાલય પ્રમાણે લાલ કિલ્લામાં અસલી ગનથી ફાયર સેરોમોનિયલ થશે. તે માટે તોપનો અવાજ અને ગોળાને કસ્ટેમાઇઝ કરવામાં આવ્યા છે. ધ્વજારોહણ અને રાષ્ટ્રગાન બાદ એટલે કે 7.33 કલાકે પીએમનું દેશના નામે સંબોધન થશે. છેલ્લા આઠ વર્ષોમાં પીએમ મોદીનું ભાષણ લગભગ 90 મિનિટ આસપાસ રહ્યું છે. તેવામાં આ વર્ષે માનવામાં આવી રહ્યું છે કે આઝાદીના અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને પીએમ મોદી લાંબુ ભાષણ આપી શકે છે. તો પીએમના ભાષણમાં કઈ મહત્વની વાત હશે તેના પર દેશની નજર રહેશે. 

કોણ-કોણ કાર્યક્રમમાં થશે સામેલ?
પીએમ પોતાના ભાષણમાં કૃષિ, રક્ષા, બિઝનેસ, અર્થવ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સંબંધો અને કૂટનીતિ જેવા મુદ્દા પર બોલતા આવ્યા છે. પીએમ મોદીના સંબોધન દરમિયાન મંત્રીમંડળના સભ્યો સિવાય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ, દિલ્હીના મુખ્યમંત્રી અને વિદેશી રાજદ્વારીઓ હાજર રહેશે. રક્ષામંત્રાલય પ્રમાણે આ વર્ષે પ્રથમવાર એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર દેશના તમામ જિલ્લામાંથી એનસીસી કેડેટ્સને બોલાવવામાં આવ્યા છે. લાલ કિલ્લાની સામે જ્ઞાનપથ પર આ કેડેટ્સ ભારતના ક્શામાં પોતાના જિલ્લાની જગ્યા પર બેસવાના છે. બેશભૂષાથી લઈને પોષાક સુધી બધુ તે પોતાના વિસ્તાર પ્રમાણે પહેરીને આવશે. 

સમાજના વંચિત લોકોને પણ કરવામાં આવ્યા છે આમંત્રિત
ગણતંત્ર દિવસની જેમ આ વખતે પ્રથમવાર લાલ કિલ્લા પર સમાજના તે વંચિત લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેને હંમેશા નજરઅંદાજ કરવામાં આવ્યા છે. મોર્ચરી વર્કર્સ, સ્ટ્રીટ વેન્ડર્સ, આંગણવાડી કાર્યકર્તા, મુદ્રા લોન લાભાર્થીઓને પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ત્રણ મંત્રાલયોને ઓનલાઇન આમંત્રણો મોકલવામાં આવ્યા છે. આ સિવાય યૂથ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 14 દેશોના ચૂંટાયેલા એનસીસી કેડેટ્સ સમારોહમાં ભાગ લેશે. 

14 દેશોના 126 યુવા કેડેટ્સ થશે સામેલ
14 દેશોના આશરે 126 યુવા કેડ્ટ્સ આ વર્ષે લાલ કિલ્લા પર સ્વાતંત્રતા દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. જે દેશોના કેડેટ્સ ભારત પહોંચ્યા છે, તેમાં મોરીશસ, આર્જેન્ટીના, બ્રાઝીલ, કિર્ગિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, યૂએઈ, ઈંગ્લેન્ડ, અમેરિકા, માલદીવ, નાઇજીરિયા, ફિઝી, ઇન્ડોનેશિયા, સેશેલ્સ અને મોઝાંબિક સામેલ છે. આ વિદેશી કેડેટ્સ પોતાના દેશોમાં આયોજીત સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાંથી પસંદગી થયા બાદ ભારત આવ્યા છે. આ બધા યુવા કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ એનસીસી કેડેટ્સથી હળવા-મળવા માટે ભારત આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news