Corona: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ

અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કમલા હેરિસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

Corona: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ

વોશિંગટનઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ આવ્યા છે. કમલા હેરિસ પોઝિટિવ હોવાની જાણકારી અમેરિકી મીડિયાના હવાલાથી સામે આવી છે. કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કમલા હેરિસે ખુદને ક્વોરેન્ટાઈન કરી લીધા છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. કમલા હેરિસમાં કોરોનાના ગંભીર લક્ષણ જોવા મળ્યા નથી. પરંતુ હજુ સુધી વધુ જાણકારી સામે આવી નથી. 

અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસ તરફથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડેન કમલા હેરિસના સંપર્કમાં આવ્યા નથી, તેથી તે સુરક્ષિત છે. પરંતુ સાવચેતી રાખવામાં આવી રહી છે. 

— ANI (@ANI) April 26, 2022

વ્હાઇટ હાઉસે છેલ્લા કેટલાક દિવસમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જે લોકોને મળ્યા છે તે બધાને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news