અમેરિકા: કેલિફોર્નિયામાં YouTube ના હેડક્વાર્ટર્સમાં મહિલાએ કરી ગોળીબારી

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત યૂટ્યૂબ હેડક્વાર્ટર્સમાં એક મહિલા બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબારી કરી દીધી, જેમાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ મહિલા હુમલાવરે પોતાને ગોળી મારી દીધી હતી. આ હુમલામાં ઘાયલ થયેલા એક 36 વર્ષીય વ્યક્તિની હાલત ગંભીર છે. 

અમેરિકા: કેલિફોર્નિયામાં YouTube ના હેડક્વાર્ટર્સમાં મહિલાએ કરી ગોળીબારી

વોશિંગ્ટન: અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત યૂટ્યૂબ હેડક્વાર્ટર્સમાં એક મહિલા બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબારી કરી દીધી, જેમાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ મહિલા હુમલાવરે પોતાને ગોળી મારી દીધી હતી. આ હુમલામાં ઘાયલ થયેલા એક 36 વર્ષીય વ્યક્તિની હાલત ગંભીર છે. સિલિકોન વેલી પાસે સૈન બ્રૂનોમાં યૂટ્યૂબ હેડક્વાર્ટર્સમાં મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકી કામ કરે છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આ ઘટના બાબતે ટ્વિટ કરી કહ્યું 'અમારા વિચાર અને પ્રાર્થના દરેક સાથે છે. ઘટનાસ્થળ પર હાજર અમારા અભૂતપૂર્વ અધિકારી અને પ્રથમ ઉત્તરદાતાઓને ધન્યવાદ'

— Donald J. Trump (@realDonaldTrump) April 3, 2018

સૈન બ્રૂનો પોલીસ ચીફ એડ બારબેરિનીએ જણાવ્યું કે યૂટ્યૂબ હેડક્વાર્ટર્સમાં ગોળીબારી કરનાર મહિલા બંદૂકધારી બિલ્ડીંગની અંદર જ મૃત મળી આવી. તેમણે કહ્યું કે મહિલા બંદૂકધારીએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી. તેમણે જણાવ્યું કે ગોળીબારી બાદ ઘટનાસ્થળ પર નાસભાગ મચી ગઇ હતી અને લોકો ગભરાઇ ગયા હતા. શૂટિંગની જાણકારી મળતાં જ ઘટનાસ્થળ પર એંબુલન્સ પહોંચી ગઇ અને પોલીસે લોકોને વિસ્તારથી દૂર રહેવા માટે કહ્યું. ત્યારબાદ યૂટ્યૂબની ઓફિસને બંધ કરી દેવામાં આવી અને લોકોને બહાર કાઢવામાં આવ્યા.

સૈન બ્રૂનો પોલીસ એડ બારબેરિનીએ આગળ જણાવ્યું કે લગભગ 12.46 વાગે (સ્થાનિક સમયાનુસાર) સૈન બ્રૂનો પોલીસ વિભાગને 901 ચેરી એવન્યૂ સ્થિત યૂટ્યૂબ કેમ્પસમાં ગોળીબારી ઘટનાનો 911 કોલ આવ્યો. પોલીસ લગભગ 12:48 પર ઘટનાસ્થળ પર પહોંચી ગઇ અને સંદિગ્ધ હુમલાવરની તલાશ શરૂ કરી દીધી. આ દરમિયાન અધિકારીઓએ બિલ્ડીંગના નીચલા ભાગમાં એક વ્યક્તિને ઘાયલ અવસ્થામાં જોયો, તેને ગોળી વાગી હતી. લગભગ 12:53 વાગે, એક અધિકારીએ એક મહિલાને મૃત અવસ્થામાં જોઇ, જેણે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યું કે લગભગ ચાર ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

ગૂગલના CEO સુંદર પિચઇએ યૂટ્યૂબના હેડક્વાર્ટર્સમાં થયેલી ગોળીબારીની ઘટનાને એકદમ દુખદ ગણાવતાં ટ્વિટ કર્યું કે ' યૂટ્યૂબના હેડક્વાર્ટર્સમાં થયેલી ગોળીબારીની દુખદ ઘટનાને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. યૂટ્યૂબની સીઇઓ સુસાન વોજિકી અને હું આ મુશ્કેલ ઘડીમાં કર્મચારીઓ અને યૂટ્યૂબ કોમ્યુનિટીને સપોર્ટ કરવા પર ફોકસ કરી રહ્યાં છીએ.'

— Sundar Pichai (@sundarpichai) April 3, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news