પાર્ટીમાં ડાન્સ કરતા સમયે ફ્લોર તૂટી પડ્યો, અચાનક બનેલા સિંકહોલમાં અનેક વિદ્યાર્થીઓ સમાઈ ગયા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં  જોઈ શકાય છે કે ફ્લોર તેમનું વજન સહન કરી શકતું નથી. અને ધડામ કરતો ડાન્સ ફ્લોર તૂટી જાય છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકસાથે જમીનમાં ધસી જાય છે. જેને જોઈને યૂઝર્સને પરસેવો છૂટી જાય છે.

 પાર્ટીમાં ડાન્સ કરતા સમયે ફ્લોર તૂટી પડ્યો, અચાનક બનેલા સિંકહોલમાં અનેક વિદ્યાર્થીઓ સમાઈ ગયા, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ viral video: ક્યારેક સોશિયલ મીડિયા પર આપણને એવો નજારો જોવા મળે છે જેને જોયા પછી યૂઝર્સના હોશ ઉડી જાય છે, આંખો ફાટી જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડાન્સ ફ્લોર પર યુવાઓ સહિત અનેક લોકો ડાન્સ સાથે મસ્તી કરતા જોઈ શકાય છે. તેના પછી જે થાય છે તે જોઈને ચારેબાજુ ચિચિયારીઓ સંભળાવા લાગે છે. સોશિયલ મીડિયા પર આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ કોલેજના સ્ટુડન્ટ પાર્ટી દરમિયાન ડાન્સ કરે છે. આ દરમિયાન તે જોશ-જોશમાં ઘણી ઝડપથી ડાન્સ ફ્લોર પર ઉછળીને-ઉછળીને ડાન્સ કરવા લાગે છે. જેના કારણે ફ્લોર તેમનું વજન સહન કરી શકતું નથી. અને ધડામ કરતો ડાન્સ ફ્લોર તૂટી જાય છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકસાથે જમીનમાં ધસી જાય છે. જેને જોઈને યૂઝર્સને પરસેવો છૂટી જાય છે.

વીડિયો જોઈએ યૂઝર્સ પરેશાન:
વાયરલ થઈ રહેલા વીડિયોને pop_o_clock નામથી એક ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક પાર્ટી દરમિયાન આ ઘટના બની હતી. જેમાં પાર્ટી દરમિયાન ડાન્સ કરી રહેલા બે ડઝનથી વધારે વિદ્યાર્થી અચાનક જમીન ધસવાના કારણે સિંકહોલમાં પડી જાય છે. જેના કારણે તેમને સામાન્ય ઈજા પણ થાય છે. વીડિયો સોશિયલ મીડિયામાં પર યૂઝર્સનું ધ્યાન ઝડપથી ખેંચી રહ્યો છે. જેને જોઈને દરેક વ્યક્તિ હેરાન રહી જાય છે. 

વીડિયોને 2 મિલિયન કરતાં વધારે વ્યૂઝ મળ્યા:
આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમાચાર લખાઈ ત્યાં સુધી 2.3 મિલિયન કરતાં વધારે વ્યૂઝ અને 31 હજારથી વધારે લાઈક્સ મળી ગઈ છે. વીડિયોને જોયા પછી યૂઝર્સ પોતાના રિએક્શન આપતા જોવા મળે છે. એક યૂઝરે વીડિયોને જોયા પછી તમામ વિદ્યાર્થીના સુરક્ષિત હોવાની કામના કરી. જ્યારે એક યૂઝરે લખ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા લોકો સુરક્ષિત હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news