ભારતમાં કોવિડ-19ની બીજી લહેરમાં થઈ રહેલા મોતથી WHO ચિંતાતૂર, આપ્યું મોટું નિવેદન 

દેશમાં કોરોના વાયરસના કારણે ગંભીર સ્થિતિ બનેલી છે. દેશની આ સ્થિતિ પર સમગ્ર દુનિયા ચિંતિત છે. કારણ કે તેનાથી બધાને જોખમ રહેલું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ પણ દેશમાં કોરોનાની બીજી લહેરમાં થઈ રહેલા મોત પર ચિંતા વ્યક્ત કરી છે.

Updated By: May 11, 2021, 11:03 AM IST
ભારતમાં કોવિડ-19ની બીજી લહેરમાં થઈ રહેલા મોતથી WHO ચિંતાતૂર, આપ્યું મોટું નિવેદન 
ફાઈલ ફોટો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કારણે ગંભીર સ્થિતિ બનેલી છે. દેશની આ સ્થિતિ પર સમગ્ર દુનિયા ચિંતિત છે. કારણ કે તેનાથી બધાને જોખમ રહેલું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ પણ દેશમાં કોરોનાની બીજી લહેરમાં થઈ રહેલા મોત પર ચિંતા વ્યક્ત કરી છે. WHO ના ચીફ સાઈન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે ભારતમાં કોવિડ-19ના આંકડા ચિંતિત કરનારા છે અને સરકારે યોગ્ય આંકડા જણાવવા જોઈએ. 

ઓગસ્ટ સુધી 10 લાખ મોતનું અનુમાન
દેશના અનેક વિશેષજ્ઞો પણ કહી ચૂક્યા છે કે જેટલી મોટી સંખ્યામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે, તેને જોતા મોતની અસલ સંખ્યા જણાવવામાં આવતા આંકડાથી ઘણી વધુ છે. ANI ને આપેલા ઈન્ટરવ્યુમાં ડો.સ્વામીનાથને કહ્યું કે ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એ્ડ ઈવાલ્યુશ (IHME) એ હાલના આંકડાના આધારે ઓગસ્ટ સુધીમાં 10 લાખ લોકોના મોતનું અનુમાન કર્યું છે. જો કે સમયની સાથે તે બદલાઈ પણ શકે છે. 

તમામ દેશોએ આંકડા ઓછા દેખાડ્યા
ડો.સ્વામીનાથને એમ પણ કહ્યું કે તમામ દેશોએ આંકડા ઓછા દેખાડ્યા છે. અસલ સંખ્યા કઈક અલગ જ છે. સરકારોએ સાચા આંકડા દેખાડવા જોઈએ. તેના એક દિવસ પહેલા જ WHO એ દેશમાં ગત વર્ષે મળી આવેલા ભારતીય વેરિએન્ટ  B.1617 ને સમગ્ર દુનિયા માટે ચિંતાજનક ગણાવ્યો હતો. આ વેરિએન્ટ ખુબ જ સંક્રામક છે. 

Corona Update: રાહતના સમાચાર! 24 કલાકમાં કોરોનાના નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધી, જાણો લેટેસ્ટ અપડેટ

ચિંતાજનક શ્રેણીમાં રખાયો છે આ વેરિએન્ટ
WHO માં કોવિડ-19 ટેકનિકલ ટીમ સાથે જોડાયેલા ડો.મારિયા વેન કેરખોવે સોમવારે કહ્યું હતું કે ભારતમાં મળી આવેલા  B.1617 વેરિએન્ટને પહેલા નિગરાણીવાળી શ્રેણીમાં રાખવામાં આવ્યો હતો. સંગઠન સતત આ વેરિએન્ટથી થનારા સંક્રમણ સંબંધિત જાણકારીઓ પર નજર રાખેલ છે. ભારત સહિત અનેક દેશોમાં આ વાયરસના ફેલાવાને લઈને અનેક અભ્યાસ થઈ રહ્યા છે. વેરિએન્ટને લઈને ઉપલબ્ધ જાણકારી અને તેના વધુ સંક્રામક થવાના કારણે તેને ચિંતાજનક વેરિએન્ટની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube