શિયાળુ શરૂ થતાં જ ફરી કોરોનાની ધમક, નવા વેરિએન્ટ JN.1થી દુનિયા ટેન્શનમાં

ભારત સહિત વિદેશમાં ફરી કોરોનાથી હાહાકાર મચી રહ્યો છે. કોરોનાના નવા વેરિએન્ટના કેસ સામે આવી રહ્યાં છે. ભારત સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી છે. વિશ્વમાં કોરોનાથી કેવી સ્થિતિ છે, તમે પણ જાણો... 
 

શિયાળુ શરૂ થતાં જ ફરી કોરોનાની ધમક, નવા વેરિએન્ટ JN.1થી દુનિયા ટેન્શનમાં

નવી દિલ્હીઃ દેશ અને દુનિયા કોરોના કાળને ક્યારેય ભૂલી શકે તેમ નથી. કોરોનાકાળ સમયે પડેલી મુશ્કેલી અને લાખો લોકોના મોત. આ મહા બીમારી ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ત્યાં હવે ફરી કોરોનાના નવા વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે. વિશ્વના અનેક દેશ આ નવા વેરિએન્ટના ઝપેટમાં આવી ગયા છે. તેમાં આપણું ભારત પણ બાકાત નથી. જૂના કોવિડની સરખામણીએ નવો વેરિએન્ટ ખુબ જ ખતરનાક છે. ત્યારે વિશ્વમાં ક્યાં કેવી છે પરિસ્થિતિ?, કેટલો ખતરનાક છે નવો વાયરસ?. જુઓ આ અહેવાલમાં....

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ક્યાંક ફુલગુલામી તો ક્યાંડ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો પહાડી રાજ્યોમાં હાર્ટ થીજવતી ઠંડીથી હાલ બેહાલ છે. તો આ બધાની વચ્ચે કોરોના વાયરસ ફરી વાપસી કરવા લાગ્યો છે. કોરોનાનો નવા વેરિએન્ટ JN.1 સામે આવ્યો છે. જેના કારણે ફરી એકવાર દેશ અને દુનિયામાં ટેન્શન વધી ગયું છે. લોકો માનવા લાગ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરી માર્કેટમાં આવશે. વિશ્વના અનેક દેશોની સાથે ભારતમાં પણ આ નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. કેરળમાં આ વાયરસના અનેક કેસ જોવા મળ્યા છે. નવો વેરિએન્ટ કોરોનાના અન્ય તમામ વેરિએન્ટ કરતા સૌથી વધારે ઘાતક અને તેજ ગતિથી ફેલાતો વાયરસ છે. વિશ્વમાં સૌથી પહેલા આ નવા વેરિએન્ટે લક્ઝમર્ગમાં દેખા દીધી હતી. પરંતુ હવે ભારતની સાથે વિશ્વના અનેક દેશોમાં આ વાયરસના અનેક કેસ જોવા મળ્યા છે. 

નવા વેરિએન્ટના કેસ અમેરિકા, ચીન, સિંગાપુર, ભારત અને કેટલાક યુરોપિયન દેશોમાં જોવા મળ્યા છે. સિંગાપુરમાં આ વાયરસ તેજ ગતિથી ફેલાઈ રહ્યો છે. 4થી 10 ડિસેમ્બરની વચ્ચે સિંગાપુરમાં 56 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. 60 વર્ષથી મોટી ઉંમરના લોકો સૌથી વધારે હોસ્પિટલમાં દાખલ થયેલા છે. તો ભારતમાં પણ નવા વેરિએન્ટના કેસ જોવા મળી રહ્યા છે. સોમવારે દેશમાં કોરોના સંક્રમણના 127 કેસ સામે આવ્યા હતા. જેના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1 હજાર 828 થઈ ગઈ છે. તો ગુજરાતમાં પણ કોરોનાની ફરી એન્ટ્રી થઈ ગઈ છે. ગાંધીનગરમાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. બન્ને મહિલા દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા તેવી વાત સામે આવી છે..

કોરોનાના નવા વેરિએન્ટથી હાહાકાર
સિંગાપુરમાં વાયરસ તેજ ગતિથી ફેલાઈ રહ્યો છે
4થી 10 ડિસેમ્બરની વચ્ચે સિંગાપુરમાં 56 હજારથી વધુ કેસ સામે આવ્યા 
60 વર્ષથી મોટી ઉંમરના લોકો સૌથી વધારે હોસ્પિટલમાં દાખલ 
ભારતમાં પણ નવા વેરિએન્ટના કેસ જોવા મળી રહ્યા છે
સોમવારે દેશમાં કોરોના સંક્રમણના 127 કેસ સામે આવ્યા 
ભારતમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1828 
ગુજરાતમાં પણ કોરોનાની ફરી એન્ટ્રી થઈ 
ગાંધીનગરમાં 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક 
ગાંધીનગરની બન્ને મહિલા દક્ષિણ ભારતના પ્રવાસે ગઈ હતી

દેશ અને દુનિયામાં ફરી  હાહાકાર મચાવવા આવી રહેલા નવા વેરિએન્ટના લક્ષણ પણ તમે જાણી લો. આરોગ્ય એક્સપર્ટના મતે JN.1ના લક્ષણ પણ કોવિડના ગત વેરિએન્ટ જેવા જ છે. શ્વાસ લેવામાં સમસ્યા, તાવ, ખાંસી, નાંક બંધ થઈ જવું, ગળામાં ખારાશ, નાકમાંથી પાણી નીકળવું, માથામાં દુખાવો અને પેટમાં તકલીફ રહેવી આ તમામ નવા વેરિએન્ટના લક્ષણો છે. જો કે ગત વેરિએન્ટની સરખામણીએ નવો વેરિએન્ટ વધારે સંક્રામક હોવાનું સામે આવ્યું છે. 

શું છે લક્ષણ? 
શ્વાસ લેવામાં સમસ્યા
તાવ, ખાંસી 
નાંક બંધ થઈ જવું
ગળામાં ખારાશ, નાકમાંથી પાણી નીકળવું
માથામાં દુખાવો અને પેટમાં તકલીફ રહેવી

હેલ્થ નિષ્ણાંતો નવા વેરિએન્ટથી લોકોને ગભરાયા વગર સાવચેત રહેવા માટે સલાહ આપી રહ્યા છે. કોવિડની નવી લહેર આવશે કે નહીં તે હાલ કહેવું ઉચિત નથી. પરંતુ આ વાયરલ ઈન્ફેક્શનની માફક પસાર થઈ શકે છે. માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટસિંગ નવા વેરિએન્ટથી બચાવી શકે છે. તો કોરોના જેવા લક્ષણ જોવા મળે તો તરત જ ટેસ્ટ કરાવવાની એક્સપર્ટ સલાહ આપી રહ્યા છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
        

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news