શું તમારા ફોનમાં છે તમારો ન્યૂડ ફોટો? બિલ ગેટ્સએ ઓફિસમાં મહિલાઓને પૂછ્યો પ્રશ્ન

આ સવાલો અંગે બિલ ગેટ્સના પ્રવક્તાએ જણાવ્યું કે તેમને ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવેલા આવા પ્રશ્નો વિશે કોઈ માહિતી નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ઉમેદવારોને ત્રીજા પક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોથી વાકેફ નથી અને તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. 

શું તમારા ફોનમાં છે તમારો ન્યૂડ ફોટો? બિલ ગેટ્સએ ઓફિસમાં મહિલાઓને પૂછ્યો પ્રશ્ન

વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની ઓફિસ વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર બિલ ગેટ્સની ઓફિસ માટે ઈન્ટરવ્યુ દરમિયાન મહિલાઓને તેમની પર્સનલ લાઈફ, સેક્સ્યુઅલ લાઈફ વિશે એવા ઘણા સવાલ પૂછવામાં આવ્યા હતા, જેની તેમને અપેક્ષા નહોતી.

બિલ ગેટ્સની ઓફિસમાં ઈન્ટરવ્યુ આપવા આવેલી મહિલા ઉમેદવારોએ જણાવ્યું કે ઈન્ટરવ્યુ દરમિયાન સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ, તેમની પોર્નોગ્રાફીની આદતો, એકસ્ટ્રામેરિટલ અફેયર્સ, સેક્સ્યુઅલ હિસ્ટ્રી સહિત ઘણા આશ્ચર્યજનક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

જો કે, આવા પ્રશ્નો પુરુષોને પણ આવા પૂછવામાં આવ્યા હતા કે કેમ, તેની માહિતી હજુ સુધી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિલ ગેટ્સની પ્રાઈવેટ ઓફિસ Gates Ventures માં કામ કરવા માટે આ ઈન્ટરવ્યુ મહિલાઓ માટે લેવામાં આવ્યો હતો.

જો કે, આ પ્રશ્નો અંગે બિલ ગેટ્સનાં પ્રવક્તાએ કહ્યું કે, તેમને ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવેલા આવા પ્રશ્નો વિશે કોઈ માહિતી નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ઉમેદવારોને ત્રીજા પક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોથી વાકેફ નથી અને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

એટલું જ નહીં, તેમણે કહ્યું કે જો આ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો તે ગેટ્સ વેન્ચર્સના એગ્રીમેન્ટની વિરુદ્ધ છે. મળતી માહિતી મુજબ, આ ઈન્ટરવ્યુ હાલમાં જ સિક્યોરિટી કન્સલ્ટિંગ ફર્મ કોન્સેન્ટ્રિક એડવાઈઝર દ્વારા કરવામાં આવ્યા હતા.

ઈન્ટરવ્યુ ફેસ કરનાર મહિલાઓએ જણાવ્યું કે પર્સનલ લાઈફ, એક્સ્ટ્રા-મેરિટલ અફેર, પોર્નોગ્રાફિક હેબિટ્સ ઉપરાંત તેમને એ પણ પૂછવામાં આવ્યું કે શું તેમના ફોનમાં તેમની નગ્ન તસવીરો છે. શું તેમણે ક્યારેય પૈસા માટે ડાન્સ કર્યો છે? જો કે આ અંગે કોઈ પુરૂષ ઉમેદવારે કંઈ જણાવ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news