વિશ્વનો સૌથી અનલકી મોબાઈલ નંબર; જેને પણ મળ્યો તેને મળ્યું દર્દનાક મોત, હવે લોકો લેવાથી ડરે છે

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, આ દુનિયાનો એટલો મનહૂસ નંબર છે કે જે કોઈ પણ વ્યક્તિ તેને લઈ ગયો તેના ઘર સુધી મોત પહોંચી ગયું. છેલ્લા 20 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે. આ ભૂતિયા મોબાઈલ નંબરની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે.

વિશ્વનો સૌથી અનલકી મોબાઈલ નંબર; જેને પણ મળ્યો તેને મળ્યું દર્દનાક મોત, હવે લોકો લેવાથી ડરે છે

Haunted Mobile Number: તમે આ ધરતી પર ઘણી ડરામણી જગ્યાઓ વિશે સાંભળ્યું જ હશે. દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં નામ સાંભળતા જ લોકો ધ્રૂજવા લાગે છે, પરંતુ શું તમે ડરામણા ફોન નંબર વિશે સાંભળ્યું છે. આજે અમે તમને દુનિયાના સૌથી ખરાબ અને ભૂતિયા ફોન નંબર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ જાણીને તમારો આત્મા કંપી જશે. તમને જાણીને નવાઈ લાગશે કે જેણે પણ આ ફોન નંબર લીધો છે તેનું મૃત્યુ થઈ ગયું છે.

વિશ્વનો સૌથી ભૂતિયા ફોન નંબર
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, આ દુનિયાનો એટલો મનહૂસ નંબર છે કે જે કોઈ પણ વ્યક્તિ તેને લઈ ગયો તેના ઘર સુધી મોત પહોંચી ગયું. છેલ્લા 20 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે. આ ભૂતિયા મોબાઈલ નંબરની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધી ત્રણ લોકોને આ ફોન નંબર ફાળવવામાં આવ્યો હતો, ત્રણેય લોકો ખૂબ જ પીડાદાયક રીતે મૃત્યુ પામ્યા. ત્રણેય સાથે બની આવી ખરાબ ઘટના, જેના વિશે જાણીને લોકોનો આત્મા કંપી ઉઠ્યો.

આ ફોન નંબર બલ્ગારિયાનો છે. આ ફોન નંબર સૌથી પહેલા Mobitel કંપનીના CEOએ લીધો હતો. તેનું નામ વ્લાદિમીર ગેસનોવ હતું. તેમણે 0888888888 ફોન નંબર પોતાના માટે જાહેર કરાવ્યો હતો. વર્ષ 2000માં તેમને આ ફોન નંબર ઈશ્યૂ કરવામાં આવ્યો હતો. તેના બીજા વર્ષે વ્લાદિમીરનું કેન્સરથી મૃત્યુ થયું. કહેવાય છે કે કેન્સરના કારણે મોતની અફવા ફેલાઈ હતી, જ્યારે મૃત્યુનું સાચું કારણ ફોન નંબર હતો.

ત્રણેય મોતથી ફેલાયો લોકોમાં ડર
બુલ્ગારિયાના કેટલાક મીડિયા સંસ્થાનોએ સમાચારમાં કહ્યું હતું કે આ ફોન નંબર જ તેમના જીવનો દુશ્મન બની ગયો. ત્યાર પછી ડિમેત્રોવ નામના કુખ્યાત ડ્રગ ડીલરે આ નંબરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ નંબર લીધા પછી તરત જ ડિમેત્રોવની હત્યા કરવામાં આવી હતી. ડિમેત્રોવની હત્યા રશિયન માફિયા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ નંબર બુલ્ગારિયાના જ એક બિઝનેસમેને લીધો હતો. આ પછી વર્ષ 2005માં તેમની પણ હત્યા કરવામાં આવી હતી. તેમણે કોકેઈનની હેરાફેરીનું ઓપરેશન ચલાવતા હતા. વર્ષ 2005 માં ત્રણ મૃત્યુ પછી આ નંબર કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news