Mexico Road Accident: મેક્સિકોમાં ટ્રેલર અને બસ વચ્ચે ભયાનક અકસ્માત, 19 નાં મોત

Breaking News: ઝાકેટાસના ગવર્નર ડેવિડ મોનરિયલે શરૂઆતમાં 24 લોકોના મોતની જાણ કરી હતી, પરંતુ રાજ્યના એટર્ની જનરલની ઓફિસે બાદમાં એક નિવેદનમાં આ સંખ્યામાં સુધારો કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 19 લોકો મૃત્યુ પામ્યા હતા અને 6 ઘાયલ થયા હતા.

Mexico Road Accident: મેક્સિકોમાં ટ્રેલર અને બસ વચ્ચે ભયાનક અકસ્માત, 19 નાં મોત

Mexico Road Accident: મેક્સિકો માટે આજનો દિવસ ખરાબ સમાચાર લઈને આવ્યો. મેક્સિકોના ઝાકેટાસ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો. ટ્રેક્ટર-ટ્રેલર અને બસ વચ્ચે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે ત્યાં નજરે જોનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મેક્સિકોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત થયા હોવાના સમાચારો સામે આવી રહ્યાં છે. એટર્ની જનરલ ઑફિસના જણાવ્યા અનુસાર, જે બસ ક્રેશ થઈ હતી તે યુએસ-મેક્સિકો સરહદ પર ચિહુઆહુઆ રાજ્યના શહેર સિઉદાદ જુઆરેઝ તરફ જઈ રહી હતી.

આ અકસ્માત સવારે ત્યારે થયો જ્યારે પીડિતોને લઈ જતી બસ મક્કા જઈ રહેલા ટ્રેક્ટરના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રેક્ટર બંને વાહન ખાડામાં પડી ગયા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે મેક્સિકોના સેન્ટ્રલ સ્ટેટ ઝકાટેકાસમાં એક હાઇવે પર બસ ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. 

ઉલ્લેખનીય છેકે, ઝાકેટાસના ગવર્નર ડેવિડ મોનરિયલે શરૂઆતમાં 24 લોકોના મોતની જાણ કરી હતી, પરંતુ રાજ્યના એટર્ની જનરલની ઓફિસે બાદમાં એક નિવેદનમાં આ સંખ્યામાં સુધારો કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 19 લોકો મૃત્યુ પામ્યા હતા અને 6 ઘાયલ થયા હતા. એટર્ની જનરલ ઓફિસે કહ્યું કે તે ટ્રેક્ટર-ટ્રેલરના ડ્રાઈવરની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. એક સ્થાનિક સરકારી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે શનિવારે સવારે થયેલા અકસ્માત બાદ ખાડામાં પડી ગયેલા કેટલાક મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news