Tallest Woman: આ છે દુનિયાની સૌથી વધુ ઉંચાઈ ધરાવતી મહિલા, આંગળીઓ અને હાથ જોઈને ચોંકી જશો

Tallest Woman: આ છે દુનિયાની સૌથી વધુ ઉંચાઈ ધરાવતી મહિલા, આંગળીઓ અને હાથ જોઈને ચોંકી જશો

નવી દિલ્લીઃ વિશ્વમાં એવા ઘણા એવા લોકો છે જે સામાન્ય લોકોથી અલગ પડે છે. પોતાના કદ, રંગ, રૂપ કે સ્ટાઈલથી અમુક લોકો અલગ તરી આવતા હોય છે. અત્યાર સુધી તમે એવા ઘણા લોકો જોયા હશે જે સામાન્ય વ્યક્તિ કરતાં અલગ દેખાય છે. ઘણા લોકો ખૂબ જ નીચા હોય છે તો ઘણા લોકો ખૂબ જાડા કે પતલા હોય છે. આ સિવાય અમુક લોકો અવનવી સ્ટાઈલ કરીને ખુદને અલગ સાબિત કરે છે. કોઈ અતિશય લાંબા વાળ રાખે છે તો કોઈ અતિ લાંબા નખ અને દાઢી રાખે છે.. તમે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર આવા લોકોના વીડિયોને જોયા હશે. ત્યારે આજે અમે તમને એક એવી જ યુવતી વિશે જણાવીશું. આ યુવતી વિશ્વની સૌથી ઊંચી વ્યક્તિ છે.

આ યુવતીની ઊંચાઈ ભારતીય રેસલર ધ ગ્રેટ ખલી કરતા પણ વધારે છે. આ યુવતીનું નામ રુમેયસા ગેલ્ગી છે. તેની ઉંમર 25 વર્ષ છે. અને તે તુર્કી દેશની રહેવાસી છે.  તેની ઊંચાઈ 7 ફૂટ 7 ઈંચ છે. જ્યારે ભારતીય રેસલર ધ ગ્રેટ ખલીની ટાઈટ 7 ફૂટ 1 ઈંચ છે. રુમેયસા ગેલ્ગીના નામે 3 જેટલા વર્લ્ડ રેકોર્ડ છે. સૌથી ઊંચી છોકરી, 4.4 ઈંચની સૌથી લાંબી આંગળી અને 23.58 ઈંચની સૌથી લાંબી પીઠ હોવાના રેકોર્ડ તેના નામે છે. તેની સાથે સાથે રુમેયસા ગેલ્ગીના નામે સૌથી લાંબો પંજો ધરાવવાનો પણ રેકોર્ડ છે. તેનો જમણો હાથ 9.81 ઈંચ અને ડાબો હાથ 9.55 ઈંચનો છે.

 

 

આટલી હાઈટને કારણે તેની ઘણીવાર મજાક પણ ઉડાડવામાં આવે છે. પણ તમને જણાવી દઈએ કે, જિનેટિક ડિસઓર્ડર વીવર સિન્ડ્રોમ એક દુર્લભ આનુવંશિક સ્થિતિ છે. તેમાં તમારા હાડકાની લંબાઈ સામાન્ય કરતા વધારે ઝડપથી વધે છે. તેના કારણે લોકોમાં વિચારવાની અને સમજવાની ક્ષમતા પણ ઘટે છે. તેનો ઈલાજ નથી. રુમેયસા ગેલ્ગી ચાલવા માટે વ્હીલચેર અને વૉકિંગ સ્ટિકનો ઉપયોગ કરે છે. કારણ કે તે તેની ઊંચાઈને કારણે ઝડપથી ચાલી શકતી નથી. તેને ધીમે ધીમે ખોરાક લેવો પડે છે, નહિતર ગળામાં ફસાઈ જાય છે, સાથે જ તેને શ્વાસ લેવામાં અને ઊભા રહેવામાં ઘણી સમસ્યા થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news