Burj Khalifa હવે નથી રહી સૌથી ઉંચી ઈમારત, જાણો ક્યાં બની દુનિયાની સૌથી ઉંચી બલ્ડિંગ
તમને કોઈ પૂછે કે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે તો તમે તરજ જ કહેશો કે બુર્ઝ ખલીફા. પરંતુ તમે ખોટા સાબિત થશો. કેમ હવે બુર્ઝ ખલીફાનો પણ રેકોર્ડ તૂટી ગયો છે. તો આવો જાણીએ કે બુર્ઝ ખલીફાથી ઊંચી બિલ્ડિંગ ક્યાં બની છે.
શાંઘાઈમાં બની દુનિયાની સૌથી ઊંચી રેસ્ટોરન્ટ
તૂટી ગયો બુર્ઝ ખલીફાનો રેકોર્ડ
2 હજાર ફૂટ ઊંચી બની છે રેસ્ટોરન્ટ
Trending Photos
નવી દિલ્લીઃ તમને કોઈ પૂછે કે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે તો તમે તરજ જ કહેશો કે બુર્ઝ ખલીફા. પરંતુ તમે ખોટા સાબિત થશો. કેમ હવે બુર્ઝ ખલીફાનો પણ રેકોર્ડ તૂટી ગયો છે. તો આવો જાણીએ કે બુર્ઝ ખલીફાથી ઊંચી બિલ્ડિંગ ક્યાં બની છે.
જો તમને 120મા માળે કાચથી બનેલી રેસ્ટોરન્ટમાં જમવાનો મોકો મળે તો કેવો અનુભવ થશે. ચીને શાંઘાઈ શહેરમાં વિશ્વની સૌથી ઉંચાઈવાળી રેસ્ટોરન્ટ બનાવીને બુર્જ ખલીફાનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે હવે આ બિલ્ડિંગ વિશ્વના તમામ લોકો માટે આકર્ષણનું નવું કેન્દ્ર બન્યું છે.
શાંઘાઈ લખાયો છે નવો ઈતિહાસ-
સહયોગી વેબસાઈટ WION રિપોર્ટ મુજબ ચીનના શાંઘાઈ શહેરમાં બનેલા શાંઘાઈ ટાવરમાં J હોટેલ 120માં માળે બનાવવામાં આવી છે. આ હોટલમાં બનેલ જિન રેસ્ટોરન્ટ જમીનથી 556.36 મીટર એટલે કે 1,825 ફૂટની ઊંચાઈ પર બનેલ છે.
બુર્જ ખલીફાનો ટેગ છીનવી લેવાયો-
આ પહેલા દુબઈની એટમોસ્ફિયર હોટેલ દ્વારા વિશ્વની સૌથી ઊંચી રેસ્ટોરન્ટનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ હોટેલ બુર્જ ખલીફાના 122માં માળે છે. તેની ઊંચાઈ 441.3 મીટર છે. આ હોટેલ 2011માં ખોલવામાં આવી હતી. ત્યાર પછી દુબઈ પહોંચેલા લોકો આ હોટલમાં ખાવાનું ભૂલ્યા ન હતા. જો કે હવે તેની પાસેથી આ ટેગ છીનવાઈ ગયો છે.
2 હજાર ફૂટની ઊંચાઈ હોટલ-
જિન રેસ્ટોરન્ટ શાંઘાઈ ટાવરના ટોપ ફ્લોર પર બનેલ છે. આ ટાવરની ઊંચાઈ 632 મીટર એટલે કે જમીનથી લગભગ 2,000 ફૂટ છે. આ ઈમારત ચીનની સૌથી ઉંચી ઈમારત છે અને દુનિયાની ત્રીજી સૌથી ઊંચી ઈમારત છે. તેની જે હોટેલમાં 256 લોકો એકસાથે બેસીને ડિનર કરી શકે છે. આ સાથે 5 પ્રાઈવેટ ડાઈનિંગ રૂમ પણ છે.
ખાસ પ્લાનથી બનાવી છે હોટલ-
આ હોટેલ ગયા વર્ષે ખોલવામાં આવી હતી. હોટેલની માલિકી જિન જિયાંગ ઈન્ટરનેશનલની છે, જે ચીનની સૌથી મોટી સરકારી માલિકીની હોટેલ અને પ્રવાસન કંપનીઓમાંની એક છે. આ હોટેલમાં 165 રૂમ અને 34 સ્યુટ છે. ત્યાં લોકોને 24 કલાક તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે.
હોટલ પરથી દેખાય છે આખા શહેરનો નજારો-
વિશ્વની સૌથી વધુ ઉંચાઈ પર બનેલR આ રેસ્ટોરન્ટને ત્યાંથી આખા શાંઘાઈ શહેરનો નજારો જોઈ શકાય છે. આ હોટેલમાં ચાઈનીઝ, જાપાનીઝ અને યુરોપિયનનું પરંપરાગત ભોજન આપવામાં આવે છે. આ હોટલને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે