Russia Ukraine War: સરકારનો પ્લાન, ભારતીયોની પરત લાવવા માટે યુક્રેનના પડોશી દેશ જશે 4 કેન્દ્રીય મંત્રી

યુક્રેનની રાજધાની કિવ અને ખારકિવ શહેર પર રશિયાની સેનાના હુમલા ચાલુ છે. આ બાજુ ભારતીયોને યુક્રેનથી કાઢવા માટે મોદી સરકારે નવો પ્લાન બનાવ્યો છે. જેમાં ચાર મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવામાં આવશે. 

Russia Ukraine War: સરકારનો પ્લાન, ભારતીયોની પરત લાવવા માટે યુક્રેનના પડોશી દેશ જશે 4 કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હી: યુક્રેનની રાજધાની કિવ અને ખારકિવ શહેર પર રશિયાની સેનાના હુમલા ચાલુ છે. આ બાજુ ભારતીયોને યુક્રેનથી કાઢવા માટે મોદી સરકારે નવો પ્લાન બનાવ્યો છે. જેમાં ચાર મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવામાં આવશે. 

યુક્રેનના પડોશી દેશોમાં જશે ચાર મંત્રીઓ 
યુક્રેન સંકેટ પર પીએમ મોદીના નેતૃત્વમાં યોજાયેલી હાઈ લેવલની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. જેમાં નક્કી કરાયું છે કે ચાર મંત્રીઓને યુક્રેનના પડોશી દેશમાં મોકલવામાં આવશે. જે ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને પરત લાવવામાં મદદ કરશે. જે મંત્રીઓને મોકલવામાં આવી રહ્યા છે તેમાં હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજૂ, અને જનરલ વી કે સિંહના નામ સામેલ છે. 

આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. આ મંત્રીઓ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને યુક્રેનથી કાઢવા માટેના કામની નિગરાણી કરશે અને વિદ્યાર્થીઓની મદદ માટે કામ કરશે. સમગ્ર દુનિયામાં હાલ ખળભળાટ મચેલો છે કારણ કે રશિયાએ નાટો અને અમેરિકાને ધમકાવતા પોતાનું પરમાણુ યુનિટ પણ હાઈ અલર્ટ પર રાખ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીની યુક્રેન મામલે રવિવારે બેઠક યોજી હતી જે બે કલાકથી વધુ સમય ચાલી હતી. તેમણે બેઠકમાં કહ્યું કે વિદ્યાર્થીઓને ત્યાંથી કાઢવા એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. 

— ANI (@ANI) February 28, 2022

આજે સવારે આવી ફ્લાઈટ
અત્રે જણાવવાનું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ફસાયેલા 249 ભારતીયને લઈને બુચારેસ્ટથી રવાના થયેલી પાંચમી ફ્લાઈટ ઓપરેશન ગંગા હેઠળ સોમવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. એરપોર્ટ પર હાજર અધિકારીઓ અને પરિજનોએ તેમનું સ્વાગત કર્યું. દિલ્હી પહોંચેલા વિદ્યાર્થીઓને પોત પોતાના પ્રદેશ સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ હતી. અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોને યુક્રેનથી પાછા લાવવામાં આવ્યા છે. 

ગુજરાતના વધુ 27 વિદ્યાર્થીઓ પરત
યુક્રેનમાં ફસાયેલા વધુ 27 વિદ્યાર્થીઓ ગુજરાત પરત પહોંચ્યા છે. ગઈ કાલે 51 વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા. ગાંધીનગરમાં આ વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ તેમનું સ્વાગત કર્યું. ઓપરેશન ગંગા હેઠળ આ વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત ફર્યા છે. જિતુ વાઘાણીએ કહ્યું કે યુદ્ધની સ્થિતિમાં તમામને પરત લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારને વિદ્યાર્થીઓને ઘણી ચિંતા છે. પોલેન્ડની સરહદ પણ ભારતીયો માટે ખુલ્લી છે અને પોલેન્ડની સરહદે ભારતીય દુતાવાસે વિશેષ વ્યવસ્થા કરી છે. 

ઓપરેશન ગંગા નામના અભિયાનને પોલેન્ડ, રોમાનિયા, હંગરી અને સ્લોવાકિયાથી મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે. આ દેશોમાં યુક્રેનની સાથે બોર્ડર પર કેમ્પ લગાવવામાં આવ્યા છે. એક અંદાજા મુજબ હજુ પણ ત્યાં લગભગ 15000 થી વધુ લોકો ફસાયેલા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news