બજેટમાં સ્લીપર કોચવાળી 400 વંદે ભારત ટ્રેનોની જાહેરાત! આ દિવસે આવશે પ્રથમ બુલેટ ટ્રેન

Vande Bharat Trains in Budget 2023: બજેટ 2023 માં 300 થી 400 નવી વંદે ભારત ટ્રેનોની જાહેરાત થઇ શકે છે. જોકે સરકાર ઝડપથી દેશમાં વંડે ભારત ટ્રેનોની સંખ્યા વધારવા પર કામ કરી રહી છે અને વર્ષ 2024 સુધી દેશમાં સ્લીપર કોચવાળી પ્રથમ વંદે ભારત ટ્રેન આવી જશે. આવો જાણીએ લેટેસ્ટ અપડેટ. 

બજેટમાં સ્લીપર કોચવાળી 400 વંદે ભારત ટ્રેનોની જાહેરાત! આ દિવસે આવશે પ્રથમ બુલેટ ટ્રેન

Vande Bharat Trains in Budget 2023: રેલવે મુસાફરો માટે ખુશખબરી છે. આગામી બજેટ એટલે કે બજેટ 2023-24 માં સરકાર 300-400 વંદે ભારત ટ્રેનો (Vande Bharat Trains) ની જાહેરાત કરી શકે છે. નવી વંદે ભારત ટ્રેનોની જાહેરાત આગામી 475 સેમી હાઇ-સ્પીડ ટ્રેનોને ચાલૂ કરવાની પહેલાંથી જ જાહેર કરેલી યોજના ઉપરાંત હશે. સૂત્રોના અનુસાર સરકારનો ટાર્ગેટ વધતી જતી માંગોને પુરી કરવા અને મુસાફરો સારો અનુભવ પુરો પાડવા માટે વાર્ષિક 300-400 એસી ટ્રેનોને મંજૂરી આપવાનો છે. સાથે જ સરકાર મુસાફરોને સુવિધા અપાવાના સતત પ્રયત્ન કરી રહી છે. 

ટિલ્ટિંગ ટેક્નોલોજીવાળી ટ્રેનોનો પ્રથમ સેટ
રેલવે મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતને 2025-26 સુધી ટિલ્ટિંગ ટેક્નોલોજીવાળી ટ્રેનોનો પ્રથમ  સેટ મળી જશે. એટલે કે મુસાફરોને વધુ સુવિધા મળશે. તમને જણાવી દઇએ કે પહેલાંથી સ્વિકૃત 475 માંથી લગભગ 100 વંદે ભારત ટ્રેનોમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ થશે, જેનાથી ટ્રેનોને યોગ્ય ગતિ પર વાળવામાં મદદ મળશે. તેનાથી રેલ યાત્રા વધુ સરળ થશે. 

આ પણ વાંચો:  આ 5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ, મોતી જેવા ચમકવા લાગશે
આ પણ વાંચો:  ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: Ambulance નું પુરૂ થયું, 1. KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી

સ્લીપર કોચવાળી પહેલી વંદે ભારત
મુસાફરો માટે સૌથી મોટી ખુશખબરી એ છે કે હવે વંદે ભારતમાં પણ સ્લીપર કોચ હશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ (Railway Minister Ashwini Vaishnaw) એ કહ્યું કે સ્લીપર કોચવાળી પ્રથમ વંદે ભારત ટ્રેન કેલેન્ડર વર્ષ 2024 ની પ્રથમ ત્રિમાસિકમાં શરૂ કરવામાં આવશે. હાલ આ તમામ ટ્રેનો બ્રોડ ગેજ નેટવર્ક માટે છે. રેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે 'અમે એસી ટ્રેનોનું નિર્માણ કરીશું જે સ્ટાર્ડર્ડ ગેજ નેટવર્ક પર ચાલી શકે છે. જરૂરી ટેસ્ટીંગ કરવા માટે રાજસ્થાનમાં 220 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે એક ટેસ્ટિંગ ટ્રેક વિકસિત કરવામાં આવી રહ્યો છે. 

ક્યારે આવશે પ્રથમ બુલેટ ટ્રેન? 
તાજેતરમાં જ વૈષ્ણવે કહ્યું હતું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Train) 2026 સુધી શરૂ થઇ જશે. અત્યારે દેશમાં પાંચ વંદે ભરત એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે. તેની શરૂઆત 2019 માં નવી દિલ્હી અને વારાણસી વચ્ચે થયેલી વંદે ભારતથી થયો હતો. આ ટ્રેનોની મેક્સિમમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. પરંતુ હાલ તેને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવે છે પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગાંધીનગર અને મુંબઇ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેની ગતિ 320 કિમી પ્રતિ કલાક છે. 

બજેટમાં 400 ટ્રેનોને મંજૂરી
ગત બજેટમાં 400 ટ્રેનોને મંજૂરી આપવામાં આવી હતી અને તે પહેલાં 75 ટ્રેનો સ્વિકૃત કરવામાં આવી હતી. રેલ મંત્રીએ કહ્યું કે 'અમે આગામી ત્રણ વર્ષમાં ટાર્ગેટને પ્રાપ્ત કરી લઇશું. ઘણા દેશોએ આ ટ્રેનમાં રસ દાખવ્યો છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમાં વધુ સુધારો ઇચ્છે છે.' 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news