Viral Video: Ambulance નું ડીઝલ પુરૂ થયું, 1 KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી જીવ

Viral Video: બાંસવાડા રતલામ માર્ગ પર દર્દીને લઇને આવી રહેલી 108 એમ્બુલન્સનું ડીઝલ પુરૂ થઇ ગયું ને ત્યારબાદ એમ્બુલન્સ ચાલકે દર્દીના પરિવારને બાઇક વડે ડીઝલ મંગાવ્યું, ડીઝલ નાખ્યા બાદ પણ જ્યારે એમ્બુલન્સ શરૂ ન થઇ તો પરિવારજનોએ એમ્બુલન્સને ધક્કો મારીને શરૂ કરવાનો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ સાબિત થયો. 

Viral Video: Ambulance નું ડીઝલ પુરૂ થયું, 1 KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી જીવ

Viral Video: રાજસ્થાનની સ્વાસ્થ્ય સેવાની કથળતી સ્થિતિને લીધે દર્દીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સ્વાસ્થ્ય સેવાની કથળતી સ્થિતિને લીધે પુત્રીએ પિતાનો છાયો ગુમાવ્યો છે. ઘટના રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રતલામ માર્ગ પર ટોલનાકા પાસે દર્દીને લઇને આવી રહેલી 108 એમ્બુલન્સનું ડીઝલ પુરૂ થઇ જવાની છે. દર્દીના પરિવારજનોએ જ્યારે બાઇક વડે ડીઝલ લઇને આવ્યા તો પણ એમ્બુલન્સ શરૂ થઇ નહી. પરિવારજનોએ એમ્બુલન્સને ધક્કો મારીને સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તેમછતાં પણ તે શરૂ થઇ નહી. સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ ઘટના બે દિવસ જૂની છે,પરંતુ વીડિયો હવે સામે આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સૂરજપુરા (સેમલિયા) જિલ્લાના પ્રતાપગઢના રહેવાસી તેજિયા ગણાવા (40) પુત્રીના સાસરી ભાનુપરા (બાંસવાડા) આવ્યા હતા. અહીં લગભગ ત્રણ દિવસ સુધી પોતાની પુત્રી અને પૌત્રી સાથે રહ્યા હત. ગુરૂવારે અચાનક તેજપાલ ખેતરમાં ઉભા ઉભા પડી ગયા. પિતાની ખરાબ તબિયતની જાણાકરી પુત્રીએ પતિ મુકેશ મઇડાને આપી. તેણે સૌથી પહેલાં એમ્બુલન્સ 108 ને ફોન કર્યો. પોતાની બાઇકને લઇને પોતાના ઘર માટે રવાના થયા.  

— ZEE Rajasthan (@zeerajasthan_) November 25, 2022

સવારે 11 વાગે ઘટનાની સૂચના મળતાં મુકેશ 12 વાગે પોતાના ગામ પહોંચ્યો, પરંતુ એમ્બુલન્સ સવા કલાક બાદ પહોંચી. એમ્બુલન્સ આવ્યા બાદ પરિવારે દર્દીને જિલ્લા હોસ્પિટલ લઇ જવાનો નિર્ણય કર્યો. એમ્બુલન્સ દર્દીને લઇને રતલામ રોડ પર ટોલની આગળ પહોંચી અને બંધ થઇ ગઇ. તપાસ બાદ ખબર પડી કે તેમાં ડીઝલ પુરૂ થઇ ગયું છે. એમ્બુલન્સના ડ્રાઇવરે પાંચ સો રૂપિયા આપીને દર્દીના સંબંધીને બાઇક વડે ડીઝલ લેવા મોકલ્યા. પરિવારજનો બાઇક વડે ડીઝલ લઇને પહોંચ્યા, પરંતુ તેમછતાં એમ્બુલન્સ ચાલુ થઇ નહી. 

એમ્બુલન્સને ચાલૂ કરવા માટે પરિવારે લગભગ એક કિલોમીટર સુધી ધક્કો પણ માર્યો. થાકી હારીને પરિવારે એમ્બુલનસના ડ્રાઇવર આગળ હાથ જોડ્યા અને બીજી એમ્બુલન્સ મંગાવવા માટે કહ્યું. ત્યારબાદ પરિવારના કહેવા પર એમ્બુલન્સ ચાલકે બીજી ફોન કરીને બીજી એમ્બુલન્સ બોલાવી. ત્યારે 40 મિનિટ બાદ બીજી એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી. દર્દીને લઇને એમજી હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ડોક્ટરે દર્દીને મૃત જાહેર કરી દીધો. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news