જનધન યોજના વિશ્વની સૌથી મોટી બેન્કિંગ યોજના, ચાલુ રહેશે અટલ પેન્શન યોજનાઃ અરૂણ જેટલી
નાણાપ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું કે, અટલ પેન્શન યોજનાને આગળ પણ ચાલુ રાખવામાં આવશે અને જનધન યોજના હેઠળ ખાતાધારકને બે લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, એનડીએ સરકારના કાર્યકાળમાં બેન્કિંગની દુનિયામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યા છે. મોટી સંખ્યામાં ગરીબ, મજૂર વર્ગના લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે. સમાજના નીચલા વર્ગને સ્વાસ્થ્ય તથા વીમો યોજનાથી જોડીને તેમની આર્થિક સ્થિતિને સુધારવાનું કામ કરવામાં આવ્યું છે.
અરૂણ જેટલીએ કેબિનેટની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા એડીએ સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે કરેલા કામોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષ દરમિયાન વિશ્વમાં 51.5 કરોડ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી 32.41 કરોડ ખાતા માત્ર ભારતમાં જનધન યોજના હેઠળ ખોલવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય તે હતો કે સામાન્ય માણસને બેન્ક સાથે જોડવામાં આવે. આ ખાતામાં 81,200 કરોડ રૂપિયા જમા થયા છે. તેમાંથી 53 ટકા ખાતા મહિલાઓના છે અને 59 ટકા ગ્રામીણ તથા ટાઉન વિસ્તારના ખોલવામાં આવ્યા છે. 83 ટકા ખાતાને આધાર સાથે જોડવામાં આવ્યા છે અને 24.4 કરોડ લોકો પાસે રૂપે કાર્ડ છે. જનધન ખાતા ખોલનારને બે લાખ રૂપિયાનું વીમો કવર પણ આપવામાં આવશે. આ યોજનાથી ડિજિટલ લેણ-દેણ પણ વધી છે.
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના બીપીએલ માટે છે. આ યોજના હેઠળ 7.5 કરોડ ખાતામાં આ ફાયદો ટ્રાન્સફર થયો છે.
આ યોજના હેઠળ 31 જાન્યુઆરી 2015 સુધી ખોલાયેલા ખાતામાં ખાતાધારકને 30 હજાર રૂપિયાનો વીમો મળતો હતો. વિમા યોજનાનો 4981 લોકોએ લાભ લીધો છે. આ યોજના હેઠળ પ્રધાનમંત્રા સુરક્ષા વિમા યોજના હતા, 1 રૂપિયામાં 1 લાખ રૂપિયાનો જીવન વીમો મળતો હતો, 13.98 ટકા (લગભગ 14 કરોડ) લોકોએ તેનો લાભ લીધો છે. 19436 લોકોના દાવાની ચુકવણી કરી દેવામાં આવી છે.
ચાલુ રહેશે અટલ પેન્શન યોજના
જીવન જ્યોતિ યોજના (12 રૂપિયાવાળી)માં 5.47 ટકા (1.10 લાખ) ક્લેમ થયા છે. બંન્ને યોજનાને મેળવીને 2600 કરોડ રૂપિયાની વીમો રાશીની ચુકવણી કરવામાં આવી છે. નાણાપ્રધાને જણાવ્યું કે, અટલ પેન્શન યોજનામાં 1.11 લાખ લોકો સામેલ થયા છે. ઓગસ્ટ 2018માં આ યોજના ખતમ થઈ ગઈ છે. કેબિનેટે નિર્ણય લીધો કે આ યોજનાને આગળ વધારવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અટલ પેન્શન યોજના આગળ પણ ચાલુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે