9 કંપનીઓ આપી રહી છે ડિવિડેન્ડ, રેકોર્ડ ડેટ આ સપ્તાહે, ચેક કરો વિગત
શેર બજારમાં આ સપ્તાહે નવ કંપનીઓ એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. આ કંપનીઓમાં આરઈસી લિમિટેડ, ક્રિસિલ જેવી કંપનીઓ સામેલ છે. આવો જાણીએ કઈ-કઈ કંપનીઓ ડિવિડેન્ડ આપી રહી છે.
Trending Photos
Dividend Stocks: શેર બજારમાં આ સપ્તાહે ઘણી કંપનીઓ એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓના લિસ્ટમાં ક્રિસિલ લિમિટેડ, આરઈસી, એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ પણ સામેલ છે. આવો આ કંપની વિશે વિગતવાર જાણીએ..
9 કંપની આપી રહી છે ડિવિડેન્ડ
1. એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ લિમિટેડ શેર બજારમાં 28 માર્ચે એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. કંપનીએ એક શેર પર 2.5 રૂપિયાનું ડિવિડેન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
2. 28 માર્ચે સ્ટાન્ડર્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પણ એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. કંપની 50 પૈસાનું ડિવિડેન્ડ દરેક શેર પર આપી રહી છે.
3. આરઈસી લિમિટેડ યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 4.5 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે. કંપની 28 માર્ચે એક્સ-ડિવિડેન્ડ પર ટ્રેડ કરશે.
4. આર સિસ્ટમ્સ ઈન્ટરનેશનલ લિમિટેડ પણ 28 માર્ચે એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. આ કંપની એક શેર પર છ રૂપિયા આપશે.
5.Thinkink Picturez Ltd શેર બજારમાં 28 માર્ચે એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. કંપની એક શેર પર ઈન્વેસ્ટરોને 10 પૈસાનું ડિવિડેન્ડ આપશે.
6. પૃથ્વી એક્સચેન્જ લિમિટેડ યોગ્ય ઈન્વેસ્ટરોને 2 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે. કંપનીએ 28 માર્ચ રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
7. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ 28 માર્ચે એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. કંપની 1.5 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે.
8. આદિત્ય વિઝન લિમિટેડ તરફથી 5.1 રૂપિયાનું ડિવિડેન્ડ યોગ્ય ઈન્વેસ્ટરોને મળશે. રેકોર્ડ ડેટ 28 માર્ચ છે.
9. ક્રિસિલ લિમિટેડ યોગ્ય ઈન્વેસ્ટરોને 28 રૂપિયાનો ફાયદો એક શેર પર આપશે. કંપનીએ 28 માર્ચ રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
આ બે દિવસ બંધ રહેશે શેર બજાર
આ સપ્તાહે બજાર 2 દિવસ બંધ રહેશે. સોમવારે હોળીને કારણે શેર બજારમાં કોઈ કારોબાર થશે નહીં. તો શુક્રવારે ગુડ ફ્રાઇડેને કારણે સ્ટોક માર્કેટમાં રજા રહેશે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે