Adani Media: ગૌતમ અદાણીનો મોટો સોદો: 495 કરોડ રૂપિયામાં NDTV પર લગાવ્યો દાવ

અદાણી ગ્રુપની મીડિયા કંપની AMG મીડિયા નેટવર્ક્સ (AMNL) ઇનડાયરેક્ટ રીતે NDTV માં 29.18% ભાગીદારી લેશે. 23 ઓગસ્ટના રોજ આવેલા મીડિયા રિપોર્ટમાં તેની જાણકારી મળી. અદાણી ગ્રુપ NDTV માં ભાગીદારી લેવા માટે ઓપન ઓફર રજૂ કરશે.

Adani Media: ગૌતમ અદાણીનો મોટો સોદો: 495 કરોડ રૂપિયામાં NDTV પર લગાવ્યો દાવ

AMG Media Networks Limited : ગૌતમ અદાણી ગ્રુપની કંપની એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડે મીડિયા હાઉસ NDTV માં ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપ NDTV એટલે કે નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડમાં 29.18% ભાગીદારીનું અધિગ્રહણ કરશે. તો બીજી તરફ ખુલ્લી ઓફર દ્વારા એનડીટીવીમાં 26% ભાગીદારીનું અધિગ્રહણ કરશે. આ પ્રકારે અદાણી ગ્રુપની કુલ ભાગીદારી 55 ટકાથી વધુ થઇ જશે અને તે મીડિયા કંપનીમાં મેજર સ્ટેકહોલ્ડર કહેવાશે. આ ડીલ લગભગ 495 કરોડ રૂપિયામાં થવાની આશા છે. 

તમને જણાવી દઇએ કે NDTV એક મુખ્ય મીડિયા હાઉસ છે. લગભગ ત્રણ દાયકાથી મીડિયા ઇંડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવનાર કંપનીના ત્રણ નેશનલ ન્યૂઝ ચેનલ-એનડીટીવી 24x7, એનડીટીવી ઇન્ડીયા અને એનડીટીવી પ્રોફિટ છે. તેની મજબૂત ઓનલાઇન ઉપસ્થિતિ પણ છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મો પર તેની મજબૂત ફેન ફોલોઇંગ છે. 

— ANI (@ANI) August 23, 2022

આ અધિગ્રહણ AMG Media Networks Limited (AMNL) ની પોરોણ સહયોગી એકમ વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાવિએટ લિમિટેડ  (VPCL) દ્વારા કરવામાં આવશે. AMG Media Networks Limited (AMNL) પર અદાણી એન્ટરપ્રાઇઝનો માલિકી હક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news