education department

Ahmedabad: શિક્ષણ વિભાગની નીતિથી વધુ એક શિક્ષક સંઘ નારાજ, શિક્ષકો સરકાર સામે આંદોલનના મૂડમાં

શિક્ષણ વિભાગની નીતિથી (Education Department Policy) વધુ એક શિક્ષક સંઘ નારાજ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ (Teachers Union) સરકાર સામે આંદોલનના મૂડમાં આવ્યો છે

Aug 2, 2021, 01:17 PM IST

શિક્ષણ વિભાગના કરોડો રૂપિયાની છેતરપિંડી કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

શિક્ષણ વિભાગમાં રૂપિયા 7 કરોડથી વધુની છેતરપિંડીની ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી કમિશન મેળવી આરોપીને બેંક એકાઉન્ટ પૂરા પાડ્યા હતા. ઉપરાંત આ ગુનામાં સરકારી અધિકારી - કર્મચારીની પણ સંડોવણી સામે આવી છે. સાથે જ આ કૌભાંડમાં વધુ એક ફરિયાદ દેત્રોજ પોલીસ મથકે નોંધાઈ છે. એટલે કે આશરે 8 કરોડની છેતરપિંડી મામલે અલગ અલગ 3 ફરિયાદની તપાસ ચાલી રહી છે.

Jul 23, 2021, 06:20 PM IST

શિક્ષણ વિભાગ બન્યું કૌભાંડોનો અખાડો, 7 કરોડના કૌભાંડ મુદ્દે સામે આવ્યા અનેક ચોંકાવનારા ખુલાસા

શિક્ષણ વિભાગમાં સામે આવ્યું એક મોટું કૌભાંડ અને વિભાગમાં થયેલા કૌભાંડમા મુખ્ય આરોપીની ધરપકડ કરવામા આવી છે. શિક્ષણ વિભાગના હિશાબનીશે 7 કરોડથી વધુની છેતરપીંડી આચરી હતી. જોકે તેની પુછપરછમાં ઈસનપુર અને ગોવાના અન્ય બે આરોપીના નામ સામે આવ્યા છે. સાથે જ છેતરપિંડી કરીને મેળવેલી રકમ 197 જેટલા અલગ અલગ બેંક એકાઉન્ટમા જમા કરાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે પોલીસ તપાસ શરૂ કરવામા આવી છે. જોકે પોલીસ તપાસમાં શુ ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.

Jul 18, 2021, 06:11 PM IST

10-12 બોર્ડ સહિત તમામ ધોરણનાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને રાખીને 1થી 12 ધોરણનાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું હતું. જો કે હવે સરકારે ફરી એકવાર પરીક્ષાનું આયોજન કર્યું છે. જો કે આ પરીક્ષાની પરિણામ પર કોઇ જ અસર નહી પડે પરંતુ માત્ર તેમનો લર્નિંગ લોસ જાણવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ધોરણ 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે. આગામી ધોરણના વિષયવસ્તુ તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. 

Jul 1, 2021, 10:07 PM IST

સરકારી ભરતી અંગે સૌથી મોટા સમાચાર, TET-TAT ની ભરતી અંગે મોકલાઇ ખુબ મહત્વની દરખાસ્ત !

ટેટ ટાટ પરીક્ષા સળંગ ગણવાનો કેન્દ્રનાં નિર્ણયના મુદ્દે ખુબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજયનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્રારા ટેટ ટાટ પરીક્ષાઓનાં સર્ટીફીકેટની મર્યાદા સળંગ ગણવા શિક્ષણ વિભાગમાં દરખાસ્ત મોકલી આપી છે. ટૂંક સમયમાં ટેટ ટાટ પરીક્ષાનાં સર્ટિફિકેટ સળંગ ગણવા સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગના નિર્ણય બાદ આગળની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ નિર્ણનો લાખો લોકોને ખુબ જ મોટો ફાયદો પણ મળશે. 

Jul 1, 2021, 04:47 PM IST

Gandhinagar: 6 જૂનથી ઉનાળુ વેકેશન પૂર્ણ, નવા સત્ર મુદ્દે શિક્ષણ વિભાગ આ દિવસે લઈ શકે છે નિર્ણય

કોરોના મહામારીને (Corona Pandemic) કારણે રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આગામી 6 જૂનથી રાજ્યમાં ઉનાળુ વેકેશન (Summer Vacation) પૂર્ણ થશે

May 31, 2021, 04:36 PM IST

પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, 10-12 બોર્ડ અને માધ્યમીક શાખામાં થયો મોટો ફેરફાર

કોરોના મહામારીને ધ્યાને રાખતા 6 મહિના કરતા પણ વધારે સમય શાળાઓ શરૂ રહ્યા બાદ 23મી તારીખે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય પણ ટાળી દેવામાં આવ્યો હતો. આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. ત્યાર બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9,10,11 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત્ત રહેશે.

Nov 20, 2020, 12:22 AM IST
Mail Movement Of HATA Principals Of North Gujarat Started PT6M32S

ઉત્તર ગુજરાતના HATAના આચાર્યોનું મેઈલ આંદોલન શરૂ

Mail Movement Of HATA Principals Of North Gujarat Started

Oct 20, 2020, 01:45 PM IST

ખાનગી શાળાઓએ સીધેસીધુ કહી દીધું, ‘10 થી 100% ફી માફ કરીશું, પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓની...’

સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓની 25% ફી માફ કરવાની માંગ ખાનગી શાળા સંચાલકોએ ફગાવી

Aug 21, 2020, 03:29 PM IST

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા, રાજ્યની તમામ યુનિવર્સિટી 30 સપ્ટેમ્બર સુધી પરીક્ષાઓ પૂર્ણ કરે

ગુજરાતભરની અનેક યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા લેવાની હજી બાકી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આજે આ મામલે મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે 

Aug 12, 2020, 01:26 PM IST

ફીના સરકારી ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો

ખાનગી શાળાની ફી મુદ્દેના સરકારના ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. ખાનગી શાળાઓ દ્વારા સરકારના 16.07.20ના રોજના ઠરાવ સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટેમાં અરજદારે રજૂઆત કરી કે, રાજ્ય સરકારને આ ઠરાવ બહાર પાડવાની સત્તા નથી. અરજદાર રાજ્યભરમાં ખાનગી શાળાઓમાં 16 લાખ કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા છે. તેથી પીએમ આત્મનિર્ભર યોજના હેઠળ આ લોકો માટે સરકાર કોઈ પેકેજ આપે. 10 એપ્રિલથી સરકાર સાથે ફીના મુદ્દા પર ખાનગી શાળાઓની ચર્ચા ચાલી રહી છે. ખાનગી શાળાઓએ સરકારને વચન આપ્યું હતુ કે, તેઓ ફી વધારશે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરાશે. 

Jul 25, 2020, 12:13 PM IST
At A Meeting Of Top Education Officials the Government Decided on 3 Option to Start Schools PT2M14S

શિક્ષણના ઉચ્ચ અધિકારીઓની બેઠક, સરકારે શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા

સરકારે  શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા કર્યાં છે. અભ્યાસક્રમ, જાહેર રજા, પરીક્ષા બાબતે પ્લાન તૈયાર કરવા માટે શિક્ષણમંત્રી ચુડાસમાએ સૂચના આપી છે. 

Jul 23, 2020, 07:28 PM IST

શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તો શિક્ષણ વિભાગ ઓનલાઈન ભણાવવા તૈયાર : શિક્ષણમંત્રી

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યમાં જે રીતના કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તેના ઉપર પણ હજી સુધી પ્રશ્નાર્થ છે પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજે એક મહત્વની બેઠક યોજી હતી. 

Jul 23, 2020, 06:52 PM IST

ગ્રેડ પે મુદ્દે કેટલાક બની બેઠેલા નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે: નીતિન પટેલ

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અમે કર્મચારીઓને સાથે લઇ આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિભાગ આમ સરકારના અનેક વિભાગો મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યાં છે

Jul 22, 2020, 05:22 PM IST

વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત, રાજ્યમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ 25 જૂનથી લેવાશે

લોકડાઉનમાં અટકી પડેલી શૈક્ષણિક પ્રવૃત્તિને ફરીથી કાર્યરત કરવા મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ કરવામાં આવશે. ugcની ગાઈડલાઈન પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે. યુજીસીની ગાઈલાઈન અનુસાર, યુજીસીની ટર્મિનલ ફાઇનલ સેમિસ્ટર વર્ષ અને અન્ય પરીક્ષાઓ પણ  25 જૂન, 2020 થી શરૂ થશે. યુનિવર્સિટીઓની પરીક્ષા અને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અંગે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવાયો છે. સાથે જ કહેવાયું છે કે, પરીક્ષાનો સમયગાળો બે કલાકનો રહેશે અને જરૂર જણાય ત્યાં મલ્ટીપલ શિફ્ટમા પરીક્ષા લેવામાં આવશે. કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે બે, ચાર, છ ના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50% ગુણ પ્રિવીયસ સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે. જેને મેરિટ લિસ્ટ તરીકે ઓળખવામાં આવશે.

May 24, 2020, 06:58 PM IST

લોકડાઉનમાં નફ્ફટ બની અમદાવાદની DPS સ્કૂલ, આડકતરી રીતે માંગી લીધી ફી

કોરોના વાયરસ કોવિડ-19ની પરિસ્થિતીમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના વ્યાપક હિતમાં ગુજરાત સરકાર દ્વારા કેટલાંક મહત્વના નિર્ણયો લેવાયા છે. છે. આ મુજબ, શાળાઓ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન એક પણ રૂપિયાનો ફી વધારો કરી શકશે નહિ આ ઉપરાંત વાલીઓ ત્રિમાસિક ફી ભરવાની જગ્યાએ માસિક ફી પણ ભરી શકશે તેવી છૂટ આપવાનો નિર્ણય પણ કર્યો છે. આવામાં અમદાવાદ (Ahmedabad) ની DPS બોપલ સ્કૂલ દ્વારા વર્ષ 2020 - 21 ની આડકતરી રીતે ફી માગવામાં આવી છે. 

Apr 18, 2020, 08:04 AM IST

વીરપુર બાદ ગોંડલથી બોર્ડની ઉત્તરવહી રેઢી મળી, આને ભૂલ કહેવાય કે બેદરકારી

બોર્ડના અધિકારીઓના છબરડાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. બોર્ડની મહાબેદરકારી સામે આવી છે. વીરપુરની જેમ ગોંડલ પાસે ધોરણ 10 અને 12ની ઉત્તરવહી રેઢી મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલ શીતલા માતાજીના મંદિર પાસેથી મોટી માત્રામાં ઉત્તરવહી મળી આવી છે. ગોંડલમાંથી પણ ત્રણ થેલા ભરીને ઉત્તરવહી મળી આવી છે. હાઇબોન્ડ સિમેન્ટના ડ્રાઇવરનું ધ્યાન રસ્તે રઝળતી આ ઉત્તરવહી પર ગયું હતું, અને વિદ્યાર્થીઓનુ ભાવિ ના બગડે તેથી તાત્કાલિક જાણ કરી હતી. આમ, બે બે સ્થળેથી ઉત્તરવહી મળે તો તેને ભૂલ કહેવાય કે બેદરકારી. 

Mar 18, 2020, 12:06 PM IST