Footwer ના બિઝનેસમાં ધુમ મચાવનારા Adidas અને Reebok થયા અલગ, જાણો આ છે કારણ

દુનિયાભરમાં પગરખાંના ધંધામાં પ્રભુત્વ જમાવનાર એડિદાસ અને રિબોક થયા અલગ. રિબોકના ધંધામાં થઈ રહેલા સતત ધટાડાના કારણે લેવાયો નિર્ણય. કંપનીના શૅરમાં ઘટાડા અને નુકસાનના કારણે એડીદાસ અલગ થવાના નિર્ણય કર્યો.

Footwer ના બિઝનેસમાં ધુમ મચાવનારા Adidas અને Reebok થયા અલગ, જાણો આ છે કારણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ રમતગમતનાં ફૂટવેર અને કપડાં બનાવતી જર્મન જાયન્ટ એડીદાસ SGA તેની સહાયક કંપની રિબોકને વેચવાનો નિર્ણય લીધો છે. 2006 માં એડિદાસે રિબોકને 380 મિલિયન ડોલરમાં ખરીદી હતી. રિબોકના સતત નબળા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એડિદાસે આ નિર્ણય લીધો છે.

 

એડિડાસ રિબોકને બંધ કરશે
રમતના ફૂટવેર અને વસ્ત્રોની દુનિયામાં એડિદાસનો સૌથી મોટો હરીફ નાઇકી છે. કંપનીએ 15 વર્ષ પહેલા રિબોક પર હરીફાઈ માટે હોડ લગાવી હતી. એડિદાસે 16 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે તેણે રિબોક વેચવાની ઓપચારિક પ્રક્રિયા શરૂ કરી હતી. એડિદાસે વૃદ્ધિ માટે 5 વર્ષની યોજના તૈયાર કરી છે, જે તે 10 માર્ચે રજૂ કરશે. એડિદાસ અલગ થઈને નવા પ્રકારની શરૂઆત કરશે.

બન્ને અલગ થઈને સારી વૃદ્ધિ પ્રાપ્ત કરશે
એડિદાસ અને રિબોક અલગ થયા પછી બંને વધુ સારું કરી શકશે. 10 માર્ચે કંપની તેના 2020 પરિણામો પણ જાહેર કરશે. એડીડાસ 2021ના ​​પહેલા ક્વાર્ટરથી રિબોકનું કામ બંધ કરશે. રીબોકનું વ્યવસાયિક મૂલ્ય ૧.૨ અબજ ડોલર જેટલું છે. એડિદાસના CEO કેસ્પર રોર્સ્ટાડ કહે છે કે રીબોક અને એડિદાસને અલગ કરીને સારી વૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

રિબોકનું વેચાણ સતત ઘટી રહ્યું હતું
રિબોકની નબળી કામગીરીને જોતા રોકાણકારો તેને વેચવાની માંગ કરી રહ્યા હતા. 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિબોકનું કુલ વેચાણ 7% ઘટીને 40.30 મિલિયન યુરો થયું છે. જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનું વેચાણ 44% ઘટી ગયું હતું. વર્ષ 2019 માં એડિદાસે રિબોકના પુસ્તક મૂલ્યને 2018ની તુલનામાં લગભગ અડધાથી 84.20 મિલિયન યુરો સુધી ઘટાડ્યું.

2017 માં એડિડાસે વેચવાનો ઇનકાર કર્યો હતો
જ્યારે  કોસ્પર રોર્સ્ટ્ડ કંપનીના સીઈઓ બન્યા ત્યારે તેણે રિબોકને પાટા પર લાવવાની યોજના બનાવી હતી તે આમાં પણ સફળ રહ્યો હતો. 2017માં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે રિબોક બ્રાન્ડ વેચશે તો તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે આ માટે પગલાં લઈ રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે રિબોકની સ્થિતિ સુધરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news