એમેઝોન પરથી કરી શકાશે મેકડોનાલ્ડમાં ઓર્ડર, મળશે જબરજસ્ત કેશબેકનો લાભ

 એમેઝોન પે ગ્રાહકોને સલામત ડીજીટલ પેમેન્ટની ચૂકવણી પૂરી પાડી રહી છે. મેકડીલીવરી હાલમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતના 20 શહેરના લોકોના ચહેરા ઉપર સ્મિત લાવી રહી છે. આ જોડાણ બંને કંપનીઓ માટે લાભદાયી બની રહેશે.

એમેઝોન પરથી કરી શકાશે મેકડોનાલ્ડમાં ઓર્ડર, મળશે જબરજસ્ત કેશબેકનો લાભ

બેંગલોર: મેકડોનાલ્ડના ચાહકો હવે તેમના મનપસંદ બર્ગર,ફ્રાઈઝ અને રેપ્સનો વિપુલ પ્રમાણમાં ઓર્ડર આપી શકશે અને પશ્ચિમ અને દક્ષિણ ભારતના મેકડોનાલ્ડ રેસ્ટરન્ટસનું સંચાલન કરતી હાર્ડકેસલ રેસ્ટોરન્ટસ પ્રા.લિ. દ્વારા એમેઝોન પેના ક્લિક બટનનો ઉપયોગ કરીને આસાનીથી મેકડોનાલ્ડમાં ખરીદી કરી શકશે. હાલમાં ગ્રાહકો સુગમતા, વેરાયટી અને ઝડપી ડીલીવરી ઈચ્છી રહ્યા છે.

આ બાબત ધ્યાનમાં લઈને એમેઝોન પે ગ્રાહકોને સલામત ડીજીટલ પેમેન્ટની ચૂકવણી પૂરી પાડી રહી છે. મેકડીલીવરી હાલમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતના 20 શહેરના લોકોના ચહેરા ઉપર સ્મિત લાવી રહી છે. આ જોડાણ બંને કંપનીઓ માટે લાભદાયી બની રહેશે. ગ્રાહકો આ જોડાણ મારફતે વિવિધ ઓફરો, વીકએન્ડ ડીલ્સ અને કેશબેકનો લાભ લઈ શકશે. આ મહત્વની ભાગીદારીની જાહેરાતને પગલે એમેઝોનને વીકએન્ડમાં ફૂડ ટિકેડીંગ અને ટ્રાવેલ્સ માટે ખૂબ જ ઓફરો મળી રહી છે. આ જાહેરાતના પગલે ગ્રાહકો એમેઝોન પ્લેનો લાભ ઉઠાવી શકશે અને પેમેન્ટ કન્વર્ઝન રેટમાં સુધારો કરી શકશે. 

આ પાર્ટનરશીપ અંગે વાત કરતાં  ડિરેકટર એકસેપટન્સ એન્ડ મર્ચન્ટ પેમેન્ટસ મનેશ મહાત્તમે જણાવે છે કે " અમે મેકડીલીવરી સાથે જોડાણ દ્વારા સુગમ વિશ્વાસપાત્ર અને એમેઝોન પેનો અનુભવ પૂરો પાડતાં  ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ. ગ્રાહકો અવારનવવાર જે પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય ત્યાં બહેતર અનુભવ ઈચ્છી રહ્યા છે. અમારો મુખ્ય ઉદ્દેશ ડીજીટલ પેમેન્ટસને ગ્રાહકો માટે વધુ વિશ્વાસપાત્ર સુગમ અને વળતરદાયક પસંદગી બનાવવા માટેનો છે.  " 

મેકડોનાલ્ડ ઈન્ડીયાના વાઈસ પ્રેસીડેન્ટ બિઝનેસ ઓપરેશન્સ એન્ડ રેસ્ટોરન્ટ (વેસ્ટ એન્ડ સાઉથ) એસ્ટાબ્લીશમેન્ટ રંજીત પાલીયાથ જણાવે છે કે " અમારા પેમેન્ટ પોર્ટફોલિયોમાં નવો ઉમેરો કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. મેકડીલીવરી અને એમેઝોન પ્લેનો ઉદ્દેશ તેના ગ્રાહકોને કોઈ પણ સ્થળે, કોઈ પણ જગાએ અપાર અનુભવ પૂરો પાડવાનો છે. અમે અમારી રેસ્ટોરન્ટસમાં અને બહાર પણ ગ્રાહકોને બહેતર અનૂભવ પૂરો પાડવા કટીબધ્ધ છીએ.  "

એમેઝોન પેનો ઉપયોગ ઓઆઈએસ અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ ઉપર મેકડીલીવરીની વેબસાઈટ અને એપ્પ ઉપર થઈ શકશે. ગ્રાહકો માટે એમેઝોન પે ખૂબ જ વિશ્વાસપાત્ર અને સુગમ અનુભવ પૂરો પાડે છે. ગ્રાહકો કેશ લેસ રહીને ઝડપી અને આસાન ચેકઆઉટનો ઉપયોગ કરી શકશે. ઝડપથી રિફંડ મેળવી શકશે અને સલામત શોપિંગનો આનંદ મેળવી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news