Anand Mahindra Tweet: બિઝનેસ ટાયફૂન આનંદ મહિન્દ્રાની એક પોસ્ટે દેશભરમાં ભારે ચર્ચા ચગાવી, શેર કર્યો કિસ્સો

આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ તેમની તાજેતરની પોસ્ટમાં પોતાની એક તસવીર સાથે તે સમય યાદ કર્યો છે જ્યારે તેઓ 17 વર્ષના હતા. તેની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.

Anand Mahindra Tweet: બિઝનેસ ટાયફૂન આનંદ મહિન્દ્રાની એક પોસ્ટે દેશભરમાં ભારે ચર્ચા ચગાવી, શેર કર્યો કિસ્સો

Anand Mahindra Tweet: સોશિયલ મીડિયામાં હંમેશાં છવાયેલા રહેલા ઉધોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) નું ટ્વિટર પ્રોફાઇલ પ્રેરણાદાયી પોસ્ટ અને વીડિયોથી ભરેલી છે. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન તેમની યુવાની સાથે સંબંધિત યાદો અને કહાનીઓ શેર કરવા માટે માઇક્રો-બ્લોગિંગ સાઇટની વારંવાર મુલાકાત લે છે. આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ તેમની તાજેતરની પોસ્ટમાં પોતાની એક તસવીર સાથે તે સમય યાદ કર્યો છે જ્યારે તેઓ 17 વર્ષના હતા. તેની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.

આનંદ મહિન્દ્રાએ લગભગ 50 વર્ષ જૂનો ફોટો શેર કર્યો
બિઝનેસ ટાયફૂન આનંદ મહિન્દ્રા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલી ટ્વિટમાં તેમની 1972 દરમિયાન કેવા દેખાતા હતા તેની એક તસવીર જોવા મળી રહી છે, જ્યારે તેઓ 17 વર્ષના હતા. આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યું હતું કે, કેવી રીતે તેઓ પોતાનો વીકેન્ડ પસાર કરતા હતા અને આ નિશ્ચિત રૂપથી તમારી જૂની યાદોને ફરી તાજી કરી દેશે.

ક્યારેક ટ્રક પર બેસીનેબોમ્બેથી પુના જતા હતા મહિન્દ્રા
આનંદ મહિન્દ્રાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'જવાનીના સૌથી સારા વીકેન્ડને યાદ કરતા..'. 1972માં હું 17 વર્ષનો હતો. હું અને મારા દોસ્ત ઘણી વખત ટ્રેકમાં મુસાફરી કરીને બોમ્બેથી પુના સુધી જતા હતા. કદાચ ત્યારે જ હું ખુલ્લા રસ્તાઓના પ્રેમમાં પડી ગયો હતો. તે સમયે બોલિવૂડની ફિલ્મ 'પરિચય' આવી હતી અને અમે 'મુસાફિર હું યારોં' ગાવા જઈ રહ્યા હતા.

આનંદ મહિન્દ્રાની 17 વર્ષની ઉંમરની તસવીર પર એક નજર:

— anand mahindra (@anandmahindra) November 13, 2021

 

શું પોસ્ટે તમને તમારા બાળપણની સોનેરી યાદો વિશે વિચારવા પર મજબૂર કરી દીધાને? આ પોસ્ટને શેરકર્યા પછી લગભગ 24 હજાર લાઈક્સ મળી ચૂકી છે, જ્યાં અમુક લોકોએ બોક્સમાં પોતાની યાદોને શેર કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news