ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ટોપ પર આંધ્રપ્રદેશ, ગુજરાત પાંચમાં સ્થાને

સરકારના આ પગલાનો ઉદ્દેશ રાજ્યો વચ્ચે રોકાણને આકર્ષિત કરવો અને બિઝનેસના માહોલને લઈને સ્પર્ધાને વધારવાનો છે. 

ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ટોપ પર આંધ્રપ્રદેશ, ગુજરાત પાંચમાં સ્થાને

નવી દિલ્હીઃ બીજીવાર આંધ્રપ્રદેશ ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ટોપ પર રહ્યું છે. આંધ્ર પ્રદેશ બાદ બીજુ સ્થાન તેલંગણાનું છે. ત્યારબાદ હરિયાણા, ઝારખંડ, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનનું સ્થાન છે. પ્રથમ વર્ષના રેન્કિંગમાં માત્ર સાત રાજ્યોએ સરકાર દ્વારા આપવામાં આવેલી ભલામણોને 50 ટકાથી વધુ લાગૂ કરી. બીજીવાર 18 રાજ્યોએ આમ કર્યું અને આ વખતે 21 રાજ્યો આ યાદીમાં છે. 

ગત બજેટમાં સરકારે 372 આવા એક્શન પોઇન્ટ નક્કી કર્યા હતા જેને રાજ્યોએ મિશન મોડથી પૂરા કરવાના હતા. 2016માં આંધ્ર પ્રદેશ અને તેલંગણા બંન્ને ટોપ પર હતા. સરકારના આ પગલાનો ઉદ્દેશ રાજ્યો વચ્ચે રોકાણને આકર્ષિત કરવો અને બિઝનેસના માહોલને લઈને સ્પર્ધાને વધારવાનો છે. 

રાજ્યની સરકારો ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને સુધારવા માટે મંજૂરીના ઘણા ચરણની જગ્યા પર સિંગલ વિન્ડો સિસ્ટમ પર કામ કરી રહી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડોમાં કોન્સ્ટ્રક્શન પરમિટ, શ્રમિકોનું નિયમન, પર્યાવરણ રજીસ્ટ્રેશન, સૂચનાઓ સુધી પહોંચ, જમીનની ઉપલબ્ધતા અને સિંગલ વિન્ડો સિસ્ટમ સામેલ છે. 

વર્લ્ડ બેન્ક દ્વારા બહાર પડાયેલી ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસની યાદીમાં ભારતની સ્થિતિ સુધરી છે. 190 દેશોમાં ભારત 100માં સ્થાન પર રહ્યું. સરકાર વર્લ્ડ બેન્કની આ રેન્કિંગમાં 50ની અંદર રાખવા માટે પ્રયાસરત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news