HDFC Bank Office: મંદી ક્યાં છે? 1.5 કરોડ ભાડું; 9 કરોડ એડવાન્સ - આ બેંકે શરૂ કરી ઓફિસ

HDFC Bank New office in Noida: એક રિપોર્ટ અનુસાર, HDFC બેંકે નોઈડામાં 1.47 કરોડ રૂપિયાના માસિક ભાડા પર ઓફિસ સ્પેસ લીધી છે. બેંકે આ ઓફિસ માટે 18 વર્ષ માટે 2.17 લાખ ચોરસ ફૂટ જગ્યા સાથે કરાર કર્યો છે.

HDFC Bank Office: મંદી ક્યાં છે? 1.5 કરોડ ભાડું; 9 કરોડ એડવાન્સ - આ બેંકે શરૂ કરી ઓફિસ

HDFC Bank Leases: સમગ્ર વિશ્વમાં મંદીની ચર્ચા છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNC Companies) દ્વારા કર્મચારીઓની સતત છટણી કરવામાં આવી રહી છે. પરંતુ નોઈડામાં ખાનગી બેંક દ્વારા ભાડે લીધેલી ઈમારતનું ભાડું સાંભળીને તમારું માથું ઘુમરાઈ જશે. કોમર્શિયલ મિલકતનું ભાડું રહેણાંક કરતાં વધારે છે. પરંતુ જો કોઈ તમને કોમર્શિયલ પ્રોપર્ટીનું ભાડું પૂછે તો તમે 10-20 લાખની વાત કરી શકો છો.

દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFCએ નોઈડામાં ઓફિસ લીઝ પર લીધી છે. તેનું ભાડું 1.47 કરોડ રૂપિયા પ્રતિ માસ છે. એક રિપોર્ટ અનુસાર, HDFC બેંકે (HDFC Bank) નોઈડામાં 1.47 કરોડ રૂપિયાના માસિક ભાડા પર ઓફિસ સ્પેસ લીધી છે. બેંકે આ ઓફિસ માટે 18 વર્ષ માટે 2.17 લાખ ચોરસ ફૂટ જગ્યા સાથે કરાર કર્યો છે.

18 વર્ષની લીઝ પર લીધો ટાવર-
એચડીએફસી બેંકે  (HDFC Bank) એસ કેપિટોલ, ટાવર - I સેક્ટર - 132, નોઇડામાં (Ace Capitol, Tower - I Sector - 132, Noida) ગ્રાઉન્ડ ફ્લોરથી 5મા માળે અને 7મા માળથી 15મા માળ સુધીની ઇમારત ભાડે લીધી છે. ટાવરની પેટા-લીઝ મેંગો ઇન્ફ્રાટેક સોલ્યુશન્સ LLP પાસે છે. તે ACE ગ્રુપની પેટાકંપની છે. બેંકે આ ટાવર 15 મે, 2023 થી 14 મે, 2041 સુધી 18 વર્ષ માટે લીઝ પર લીધું છે.

8.87 કરોડની સિક્યોરિટી ડિપોઝીટ-
એચડીએફસી બેંક દ્વારા મિલકત માટે રૂ. 8.87 કરોડની સિક્યોરિટી ડિપોઝીટ આપવામાં આવી છે. અહીં બેંકને 376 કાર પાર્કિંગ સ્લોટ મફતમાં મળે છે. 24 માર્ચ, 2023 ના રોજ નોંધાયેલા આ લીઝ કરાર મુજબ, દર 3 વર્ષે ભાડામાં 15 ટકાનો વધારો કરવામાં આવશે. ચોથા વર્ષથી છઠ્ઠા વર્ષ સુધી માસિક ભાડું કાર્પેટ એરિયાના ચોરસ ફૂટ દીઠ રૂ. 1 વધશે. આ સિવાય સાતમા વર્ષથી દર ત્રણ વર્ષમાં 15 ટકાનો વધારો થશે.

ગયા વર્ષે, HDFC બેંકે નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં કે રાહેજા કોર્પ સમર્થિત માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REITના બિઝનેસ પાર્કમાં 2.5 લાખ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ 10 વર્ષ માટે લીઝ પર લીધી હતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news