કાલની રજા રદ્દ! શનિવારે ખુલ્લું રહેશે શેર બજાર, ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર થશે કામ

શેર બજારમાં શનિવાર અને રવિવારે રજા હોય છે. સોમવારથી લઈને શુક્રવાર સુધી જ બજાર ખુલ્લુ હોય છે. પરંતુ હવે આ શનિવારે પણ તમે ટ્રેડિંગ કરી શકશો. કાલે એટલે કે 20મી જાન્યુઆરી 2024ના રોજ શેર બજાર ખુલ્લુ રહેશે.

કાલની રજા રદ્દ! શનિવારે ખુલ્લું રહેશે શેર બજાર, ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર થશે કામ

શેર બજારમાં શનિવાર અને રવિવારે રજા હોય છે. સોમવારથી લઈને શુક્રવાર સુધી જ બજાર ખુલ્લુ હોય છે. પરંતુ હવે આ શનિવારે પણ તમે ટ્રેડિંગ કરી શકશો. કાલે એટલે કે 20મી જાન્યુઆરી 2024ના રોજ શેર બજાર ખુલ્લુ રહેશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) તરફથી આ અંગે જાણકારી આપવામાં આવેલી છે.  

NSE અને BSE એ 29 ડિસેમ્બર 2023ના રોજ જાણકારી આપી હતી કે શનિવારે 20 જાન્યુઆરીના રોજ શેર બજાર ખુલ્લું રહેશે. આ દિવસે તમે શેર બજારમાં ટ્રેડિંગ કરી શકો છો. નેશનલ સ્ટોક એક્સચેન્જે ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે સ્વિચ-ઓવર કરવા માટે આ  ખાસ સેશન રાખ્યું છે. કાલે આ બંને સ્ટોક એક્સચેન્જો પર નાના નાના બે સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે. 

કેમ શનિવારે ખુલ્લુ રહેશે માર્કેટ?
ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે જ્યારે શનિવારે પણ શેર બજાર ખુલ્લું રહેશે. નવા વર્ષમાં ટ્રેડિંગ સેશન દ્વારા સ્ટોક એક્સચેન્જ ડિઝાસ્ટર રિકવરી (DR) સાઈટની ટ્રાયલ લેવામાં આવશે. તેનું કારણ એ છે કે વિષમ પરિસ્થિતિઓમાં પણ કોઈ પણ અડચણ કે વિધ્ન વગર ટ્રેડિગ ચાલું રાખવું. તેનો હેતુ માર્કેટ અને રોકાણકારોમાં સ્થિરતા જાળવી રાખવાનો છે. 

કયા સમયે ખુલ્લું રહેશે બજાર
NSE ના સર્ક્યુલર મુજબ શનિવારે 2 સ્પેશિયલ સેશન આયોજિત કરવામાં આવશે. પહેલું લાઈવ સેશન સવારે 9.15 વાગે શરૂ થશે. પહેલું સેશન 45 મિનિટ માટે હશે અને 10 વાગે સમાપ્ત થઈ જશે. તેનું ટ્રેડિંગ પ્રાઈમરી વેબસાઈટ પર થશે. જ્યારે બીજું સેશન સવારે 11.30 વાગે શરૂ કરવામાં આવશે અને એક કલાકનું સેશન રહેશે. જે 12.30 વાગે બંધ થઈ જશે. જ્યારે પ્રી ક્લોઝિંગ સેશન બપોરે 12.40 વાગ્યાથી 12.50 વાગ્યા સુધી રહેશે. 

ત્રણ દિવસ બાદ શેર બજાર ગુલઝાર થયું
અત્રે જણાવવાનું કે આજે શુક્રવારે ત્રણ દિવસ બાદ ભારે ઘટાડા પછી સ્ટોક માર્કેટમાં હરિયાળી જોવા મળી. સેન્સેક્સ આજે 600 અંક ચડીને 71786.74 પોઈન્ટ પર ખુલ્યું. જ્યારે નિફ્ટી આજે 21615.20 પોઈન્ટના સ્તરે ખુલ્યો. ખુલતા જ 183 અંકની છલાંગ લગાવી હતી. આ ઉપરાંત બેંક નિફ્ટી પણ 420 અંક એટલે કે 0.92 ટકા ચડીને 46134 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news