Chanda Kochhar: બોમ્બે HCએ ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર અને પતિ દીપક કોચરને આપ્યા જામીન, કહ્યું- 'ધરપકડ કાયદા મુજબ નથી'
ICICI બેંક અને વીડિયોકોનના લોન ફ્રોડ કેસમાં ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન મળી ગયા છે. બોમ્બે હાઈકોર્ટે બંનેને જામીન આપતા કહ્યું કે તેમની ધરપકડ કાયદા મુજબ થઈ નથી. વાત જાણે એમ છે કે લોન ફ્રોડ મામલે ચંદા કોચર અને તેમા પતિ દીપક કોચરની ધરપકડ થઈ હતી.
Trending Photos
ICICI બેંક અને વીડિયોકોનના લોન ફ્રોડ કેસમાં ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન મળી ગયા છે. બોમ્બે હાઈકોર્ટે બંનેને જામીન આપતા કહ્યું કે તેમની ધરપકડ કાયદા મુજબ થઈ નથી. વાત જાણે એમ છે કે લોન ફ્રોડ મામલે ચંદા કોચર અને તેમા પતિ દીપક કોચરની ધરપકડ થઈ હતી.
બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને ચંદા કોચર અને તેમના પતિને સીબીઆઈ કસ્ટડીમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તેમને એક લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. સીબીઆઈએ જો કે તેમને જામીન પર મુક્ત કરવાનો વિરોધ કર્યો છે.
ડિસેમ્બર 2022માં થઈ હતી ધરપકડ
વીડિયોકોનના લોન કેસમાં સીબીઆઈએ ડિસેમ્બર 2022માં મોટી કાર્યવાહી કરતા ICICI બેંકના પૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી. આરોપ છે કે જ્યારે ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બેંકની કમાન સંભાળી રહ્યા હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી. તેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપની ન્યૂ રિન્યુએબલને વીડિયોકોનથી રોકાણ મળ્યું હતું.
ICICI bank-Videocon loan fraud case | Bombay High Court allows release of former ICICI CEO Chanda Kochhar and Deepak Kochhar from judicial custody after CBI arrest.
"Arrest not in accordance with the law," the Court observes. pic.twitter.com/t7luYN5Fsr
— ANI (@ANI) January 9, 2023
મળતી માહિતી મુજબ 2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન અપાઈ હતી. જે બાદમાં એનપીએ થઈ ગઈ અને પછી તેને બેંક ફ્રોડ કહેવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020માં ઈડીએ દીપક કોચરની ધરપકડ કરી હતી. હકીકતમાં 2012માં ચંદા કોચરના નેતૃત્વમાં ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને 3250 કરોડની લોન આપી હતી. છ મહિના બાદ વેણુગોપાલ ધૂતના સ્વામિત્વવાળી મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યૂપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી જેમાં દીપક કોચરની 50 ટકા ભાગીદારી છે.
શેર હોલ્ડરે કરી હતી ફરિયાદ
ICICI બેંક અને વીડિયોકોનના શેર હોલ્ડર અરવિંદ ગુપ્તાએ પ્રધાનમંત્રી, રિઝર્વ બેંક અને સેબીને એક પત્ર લખીને વીડિયોકોનના અધ્યક્ષ વેણુગોપાલ ધૂત અને ICICI ના સીઈઓ તથા એમડી ચંદા કોચરને એકબીજાને લાભ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમાં દાવો છે કે ધૂતની કંપની વીડિયોકોનને આઈસીઆઈસીઆઈ બેંકથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચરની વૈકલ્પિક ઉર્જાની કંપની નૂપાવરમાં પોતાના પૈસા રોકાણ કર્યા.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે