arrest

અમદાવાદમાં સ્ટોન કિલિંગનો ચકચારી કિસ્સો, આરોપીએ પથ્થર વડે એવી ક્રૂર હત્યા કરી કે પોલીસ વિચારતી રહી!

નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલ પાછળ અવવરા મકાનમાં સ્ટોન કિલરે પથ્થર વડે મોઢું છૂંદી રાજકુમાર યાદવ નામના યુવકની કરપીણ હત્યા કરી નાંખી છે.

Jan 4, 2022, 10:06 AM IST

મહિલા હેડ કોન્સ્ટેબલની પાછળ PSI, PI, Dy.SP અને આસિસ્ટન્ટ કમિશ્નર પણ પહોંચ્યા અને પછી હોટલમાં...

સમગ્ર રાજ્યમાં પોલીસ જવાનો અને પોલીસ પરિવાર દ્વારા ગ્રેડ પે આંદોલનનું અસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા પણ સોશિયલ મીડિયા પર વાધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. જો કે મામલો થાળે પડ્યા બાદ સરકાર દ્વારા આવા સ્પષ્ટ રીતે રણશિંગુ ફૂંકનારા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીના આદેશ અપાયા હતા. આ અંગે સીઆઇડીનાં સાયબર સેલને જવાબદાર સોંપવામાં આવી હતી. જે અનુસંધાને અમદાવાદ સાયબર સેલ દ્વારા એક હેડ કોન્સ્ટેબલને પુછપરછ માટે ઓફીસ આવવા માટે જાણાવાયું હતું. જો કે આ હેડ કોન્સ્ટેબલે ઉચ્ચ અધિકારીઓને દોડતા કરી દીધા હતા. 

Oct 31, 2021, 11:50 PM IST

બસ આ જ જોવાનું બાકી હતું: આ ક્ષેત્રમાં મહિલાઓનું પદાર્પણ, પોલીસ પણ માથુ પકડીને બેઠી છે

શહેરની વેજલપુર પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે કે તેના કારનામાંથી પુરુષ પણ શરમાઈ જાય. સમાન્ય રીતે વાહણચોરી કરતી ગેગમાં પુરુષ ટોળકીની ધરપકડ થતી હોય છે. પરંતુ વેજલપુર પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે. જેની પાસેથી ચોરીના અડધોડઝન એકટીવા કબ્જે કરેલા છે. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો વેજલપુર વિસ્તારમાં એક જ દિવસમાં 6 એકટીવા વાહનોની ચોરી થતા પોલીસ દોડતી થઈ હતી.

Oct 27, 2021, 10:44 PM IST

સાઉથની ફિલ્મની જેમ આંધ્રની એજન્સીના ગોધરામાં ધામા, ઓપરેશન ડોલ્ફીન નૉઝ થી જાસૂસી કાંડની તપાસ

રવિવારે રાત્રે પોલીસે ગોધરા બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં પાંચ થી છ સ્થળે છાપો મારી મોબાઈલ અને સીમકાર્ડ સાથે કેટલાક શકાસ્પદ વ્યક્તિઓની અટકાયત બાદ પૂછપરછ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છેકે, ગતવર્ષે પણ એનઆઈએ વિશાખા પટ્ટનમ જાસૂસી કાંડમાં ગોધરાના ઇમરાન ગીતેલી અને તેના ભાઈ અનસ ગીતેલીની કરી હતી ધરપકડ.

Oct 26, 2021, 08:12 AM IST

નહાતી વખતે બનાવ્યો મહિલાનો વીડિયો, રેપ બાદ કરી દીધો વાયરલ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુજફ્ફરનગર (Muzaffarnanagr) માં રેપના આરોપમાં એક વ્યક્તિની પોલીસ ધરપકડ કરી છે. આરોપીએ રેપની ઘટના કરતાં પહેલાં પણ મહિલા સાથે શરમજનક હરકત કરી હતી.

Oct 20, 2021, 11:16 PM IST

ચંપલમાં ચિપ અને બ્લૂટૂથ, ચોરી કરવાની આવી 'હાઈટેક' રીત જોઈને ફરી જશે તમારૂ મગજ

રાજસ્થાન પોલીસે રવિવારે રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષા પહેલા ત્રણ પરીક્ષાર્થીઓ સહિત 6 લોકોને બ્લૂટૂથ ડિવાઇસ લાગેલા ચંપલ દ્વારા નકલ કરવાના મામલામાં ઝડપી લીધા છે. 

Sep 26, 2021, 10:28 PM IST

Bhavai: પ્રતિક ગાંધીની નવી ફિલ્મ વિવાદમાં સપડાઈ, નામ બદલાયું છતાં ગુસ્સે ભરાયેલા લોકોએ પ્રતિબંધની કરી માગણી

વેબ સિરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવીને રાતોરાત સ્ટાર બની ગયેલા જાણીતા ગુજ્જુ અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi) હાલ દર્શકોની પહેલી પસંદ બનેલા છે. પોતાના અભિનયથી કરોડો ફેન્સના દિલ પર રાજ કરનારા પ્રતિકની આગામી ફિલ્મ ‘Bhavai’ (ભવાઈ) હાલ જો કે વિવાદમાં સપડાઈ છે. 

Sep 20, 2021, 07:45 AM IST

દારૂડીયા રાહુલ ગાંધીની ધરપકડ, નશામાં ચકચુર થઇ AUDI ચલાવી, PI ને કહ્યું તારા પટ્ટા ઉતરી જશે

પોલીસ અને સુરત અવાર નવાર વિવિધ ગુનાઓના કારણે ચર્ચામાં રહે છે. સુરત હાલ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અન્યોની તુલનાએ ખુબ જ કથળેલી છે. રોજેરોજ હત્યા, બળાત્કાર, લૂંટ અને મારામારીના તો અસંખ્ય ગુનાઓ બને છે. હીટ એન્ડ રન જેવા ગુનાઓ પણ સામે આવતા રહે છે. તેવામાં સુરતમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવો પોલીસ માટે જાણે પડકાર હોય કે પછી પોલીસની રહેમનજર હેઠળ જ આ બધુ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 

Aug 24, 2021, 05:39 PM IST

લોન નહી ભરતા ગાડી સીઝ કરવા આવેલા વ્યક્તિનું અપહરણ, અમદાવાદમાં સર્જાયા પકડાપકડીના દ્રશ્યો

કાર સીઝીંગ કરનાર એક સીઝરને નરોડામાં કડવો અનુભવ થયો. બોલેરો કાર સીઝ કરનાર એક યુવકનુ નરોડા વિસ્તારમાંથી અપહરણ કરવામા આવ્યુ અને દોઢ કલાક બાદ તેનો પોલીસે છુટકારો કરાવ્યો હતો. જેની ફરિયાદના આધારે નરોડા પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જોકે સિઝર યુવકને મારમારવા અને અપહરણ કરવાના કેસમાં ફરાર અન્ય 8 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Jul 31, 2021, 04:49 PM IST

પોલીસે જામનગરના ધ્રોલમાંથી લાખો રૂપિયાના ઈંગ્લિશ દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

બુટલેગરો અને તેમના ખેપિયાઓ જે સમયે અંગ્રેજી દારૂનું કટીંગ કરી રહ્યાં હતા એ સમયે જ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ ત્રાટકી હતી. અને સ્થળ પરથી પોલીસે દારૂની બોટલો સહિત કુલ 27 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો.

Jun 25, 2021, 02:32 PM IST

પોતાની જાતને સુલ્તાન ગણાવતા કુખ્યાત વોન્ટેડ આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે  ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગ જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આરોપી  સુલતાન ગેંગનો સાગરીત  બક સૈયદ ઉર્ફે બકુખાન પઠાણ વિરુદ્ધ વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. પકડાયેલ આરોપી સુલતાન ગેંગ માટે કામ કરતો અને  અનેક સરકારી જમીનો પચાવી પાડવાના ગુનાઓમાં સંડોવાયેલ છે.

Jun 15, 2021, 04:59 PM IST

PICS: 5 સ્ટાર હોટલમાં ડ્રગ્સ પાર્ટીની મજા માણી રહી હતી આ અભિનેત્રી, બર્થડેના દિવસે જ થઈ ધરપકડ

આ મામલો મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારનો છે. જ્યાં એક આલીશાન હોટલમાં અભિનેત્રી પોતાની બર્થડે પાર્ટી કરી રહી હતી.

Jun 15, 2021, 10:22 AM IST

Karan Mehra Arrested: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના ચાહકોને લાગશે જબરદસ્ત મોટો આંચકો, આ અભિનેતાની ધરપકડ

જાણીતા ટીવી અભિનેતા કરણ મેહરાની મુંબઈ પોલીસે ગત રાતે ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ અભિનેતા અને તેની પત્ની નીશા રાવલ વચ્ચે અણબનાવ હતો જે આ હદે પહોંચી ગયો. 

Jun 1, 2021, 09:52 AM IST

બે બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા ઝડપાયા, એલોપેથી દવા ઝડપાયો

ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના બોગસ તબીબો (Bogus Doctor) હાટડીઓ ખોલી બેસી જાય છે. કયારેય આવા તબીબોના ઉંટવૈધુ સમી સારવાર દર્દીઓ માટે જોખમી સાબિત થતી હોય છે.

May 30, 2021, 06:59 PM IST

AHMEDABAD: ગરીબોનું લોહી ચુસનારા આરોપીઓની ધરપકડ, આ પ્રકારનો કાળો કારોબાર

કોરોનાના કપરા સમયમાં સાયબર ગઠીયાઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઓકસીજન હોય કે પછી ઇન્જેક્શન કોરોનાની સારવારની સામગ્રી સસ્તા ભાવે આપવાની ઓનલાઈન જાહેરાત આપીને છેતરપિંડીના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે વેપારીઓએ કઈ કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ તે જોઈએ. 

May 22, 2021, 11:49 PM IST

PHOTOS: મંચ પર થયેલા તાયફાથી દુનિયા થઈ હતી સ્તબ્ધ, મિસિસ વર્લ્ડની આખરે પોલીસે કરી ધરપકડ

કેરોનિલ જૂરી વર્ષ 2019માં મિસિસ શ્રીલંકા બની હતી અને હાલના સમયમાં મિસિસ વર્લ્ડનો તાજ પણ તેના જ માથે છે. આવામાં તે આ વર્ષે મિસિસ શ્રીલંકા સ્પર્ધામાં જજ તરીકે સામેલ થઈ હતી. 

Apr 9, 2021, 06:59 AM IST

વડોદરા સોની પરિવારનો જીવ લેનારા જ્યોતિષીઓ પૈકી વધારે 2 જ્યોતિષીઓની ધરપકડ

સોની પરીવારના સામુહિક આત્મહત્યાનો મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે. સમા પોલીસે બે જ્યોતિષની કરી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ 9 જ્યોતિષીઓનું નામ આ સમગ્ર કાંડમાં બહાર આવ્યું હતું. રાજસ્થાનથી બંને જ્યોતિષની ધરપકડ કરવામાં આવી છે. સોનિ પરીવાર પાસેથી વાસ્તુદોષ નિવારણના નામે 32 લાખ જેટલી રકમ પડાવી હતી. આખરે સોની પરિવારને આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો. 

Mar 12, 2021, 05:37 PM IST

અડધા કચ્છના લોકોને રાતે પાણીએ રડાવનાર બાપ-બેટાને પોલીસે ઝડપી લીધો

* ભુજ (Bhuj) બહુચર્ચિત પોસ્ટ કૌભાંડનો મુખ્ય આરોપી ફરાર થયેલ ને પલ્લીસે ફરી ઝડપી પાડ્યો
* ફરાર આરોપી સચિન ઠકકરને પોલીસે ઝડપી પાડ્યો
* આજે સવારે ભુજ (Bhuj) A ડિવિઝન પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો આરોપી
* પોલીસે કરાર આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી
* કરોડોનો કૌભાંડી આરોપી સચિન ગણતરીનાં કલાકોમાં જ ઝડપાયો, 

Mar 6, 2021, 07:26 PM IST

સસ્તા અનાજની દુકાન ચલાવવી હોય તો પૈસા તો આપવા જ પડશે, નકલી પત્રકારોની ધરપકડ

ફરી એક વાર પૂર્વ વિસ્તારમાં પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ છે. જો કે આ વખતે વેપારીની સમય સુચકતા વાપરતા આ નકલી પત્રકારોને જેલના સળિયા પાછળ ધકેલાયા છે. ખોખરામાં એક દુકાનમાં દીવાળીના પાંચ હજાર માંગવા નીકળેલી પત્રકારની ટોળકીને લોકોએ ઘેરી વળતા આખરે ખોખરા પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી કરી બે લોકોની ધરપકડ કરી.

Feb 8, 2021, 04:17 PM IST

પ્રણય ત્રિકોણમાં સુરત લોહીયાળ, પ્રેમિકાને પામવા માટે એકે બીજાની હત્યા કરી નાખી

સુરતમાં હત્યાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતમાં હવે હત્યાએ એક સામાન્ય બાબત બની ગઇ છે. આ ઘટના બનવા પામી છે. સુરતના સચિન વિસ્તારમાં કે જ્યાં પરણિત પ્રેમિકાને પામવા બે પૈકી એક પ્રેમીએ બીજાની હત્યા કરી નાખી હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે. સુરત સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સાંઇબાબા રેસીડેન્સી પાસે ઉતરાયણના દિવસે બપોરે હત્યાની ઘટના બનવા પામી હતી. જેમાં પરણિતાના એક પ્રેમી યુવકને બીજા પ્રેમીએ છાતીના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 

Jan 16, 2021, 11:20 PM IST