Budget 2021ના શ્રીગણેશ: Finance Ministryમાં હલવા સેરેમની સંપન્ન, બજેટ પેપર પ્રક્રિયા શરૂ

નાણા મંત્રાલયમાં હલવા સેરેમની (Halwa Ceremony) આજે સંપન્ન થઈ ગઈ છે. આ સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સેરેમનીની સાથે આજે બજેટ પેપરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે

Budget 2021ના શ્રીગણેશ: Finance Ministryમાં હલવા સેરેમની સંપન્ન, બજેટ પેપર પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી/ Budget 2021: નાણા મંત્રાલયમાં હલવા સેરેમની (Halwa Ceremony) આજે સંપન્ન થઈ ગઈ છે. આ સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સેરેમનીની સાથે આજે બજેટ પેપરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરીના નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) તેમનું ત્રીજું બજેટ રજૂ કરશે. દર વર્ષે બજેટ પેપર છાપતા પહેલા નાણાં મંત્રાલયમાં (Finance Ministry) હલવો બનાવવામાં આવે છે અને તેનું વિતરણ કરવામાં આવે છે. આ સાથે બજેટ પેપરના છાપકામ સાથે સંકળાયેલા કર્મચારીઓ આ કામ નોર્થ બ્લોકમાં રહીને કરે છે. બજેટ રજૂ નહીં થાય ત્યાં સુધી તેઓ આ જગ્યા છોડશે નહીં. આ વખતે કોરોનાને કારણે ઓછા લોકો જોડાશે.

80 લોકો મંત્રાલયમાં થશે કેદ
બજેટ પેપર મંત્રાલયના (Finance Ministry) પસંદગીના અધિકારીઓ તૈયાર કરશે. તે દરમિયાન બજેટ પેપર જે કોમ્પ્યુટરો પર બને છે, તેમને અન્ય નેટવર્ક સાથેનું જોડાણ તોડવામાં આવે છે જેથી આ માહિતી લીક ન થયા. લગભગ 80 લોકો રાત-દિવસ બજેટ પેપરને તૈયાર કરવામાં જોડાય છે. જો કે, આ વખતે ટાયપિંગ અને અપલોડ કરવાની વાત કરવામાં આવી રહી છે. તે દરમિયાન તેમને 10 દિવસ એટલે કે, બજેટ (Budget 2021) રજૂ ન થાય ત્યાં સુધી ઘરે જવાની મંજૂરી નથી. ટાઈપિંગ અને અપલોડના અંતિમ દિવસે તો તેમને ઘરના કોઈ વ્યક્તિ સાથે સંપર્ક કરવાની મંજૂરી નથી. કોઈ ઇમરજેન્સી આવે તો તેમને મંત્રાલયના લેન્ડલાઈન પર ફોન કરવાની મંજૂરી હોય છે, પરંતુ વાતચીત સર્વેલન્સ હેઠળ છે. વાતચીતનું રેકોર્ડિંગ પણ થાય છે.

— Ministry of Finance (@FinMinIndia) January 23, 2021

શું છે હલવા સેરેમની?
દર વર્ષ બજેટને (Budget 2021) અંતિમ રૂપ આપવાના થોડા દિવસ પહેલા નોર્થ બ્લોકમાં નાણા મંત્રાલયમાં (Finance Ministry) એક મોટી કઢાઈમાં હલવો (Halwa Ceremony) બનાવવામાં આવે છે. ત્યારબાદ તેનું વિતરણ કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી હાજર હોય છે. ભારતીય પરંપરામાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત મિઠાઈ ખવડાવીને કરવામાં આવે છે. નાણામંત્રી જાતે પ્રિંટિંગ પ્રેસ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીને હલવો આપી બજેટ પેપેરનું છાપકામ શરું કરાવે છે.

Basement માં છપાય છે પેપર
બજેટ પેપરનું છાપકામ નાણા મંત્રાલયના બેસમેન્ટમાં થયા છે. તે દરમિયાન અહીં સુરક્ષા વ્યવ્સથા ઘણી વધારવામાં આવે છે. વર્ષ 1980થી જ નોર્થ બ્લોકના બેસમેન્ટમાં બજેટ છાપકામ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news