Budget 2021: Gold જ્વેલરીની ખરીદી પર આપવા પડશે PAN અને આધાર, જાણો કેમ ડરી રહ્યા છે જ્વેલર્સ?

Gold Latest News: હવે જ્યારે તમે Gold જ્વેલરી ખરીદવા માટે જાઓ તો તમારા KYC ડોક્યુમેન્ટ પણ લઈને જજો, જેમ કે PAN કાર્ડ, AADHAAR કાર્ડ. કારણ કે હવે જ્વેલર્સે બે લાખથી ઓછા રૂપિયાની ગોલ્ડ જ્વેલરીની ખરીદી ઉપર પણ KYC ડોક્યુમેન્ટ્સ માંગવાનું શરૂ કરી દીધુ છે.

Updated By: Jan 23, 2021, 06:17 PM IST
Budget 2021: Gold જ્વેલરીની ખરીદી પર આપવા પડશે PAN અને આધાર, જાણો કેમ ડરી રહ્યા છે જ્વેલર્સ?

નવી દિલ્હી: Gold Latest News: હવે જ્યારે તમે Gold જ્વેલરી ખરીદવા માટે જાઓ તો તમારા KYC ડોક્યુમેન્ટ પણ લઈને જજો, જેમ કે PAN કાર્ડ, AADHAAR કાર્ડ. કારણ કે હવે જ્વેલર્સે બે લાખથી ઓછા રૂપિયાની ગોલ્ડ જ્વેલરીની ખરીદી ઉપર પણ KYC ડોક્યુમેન્ટ્સ માંગવાનું શરૂ કરી દીધુ છે. જ્વેલર્સને ડર છે કે સરકાર આ વખતે બજેટ (Budget 2021) માં તમામ લેવડ દેવડ પર KYC જરૂરી કરી શકે છે. જ્યારે હાલ તો 2 લાખ રૂપિયાથી વધુ રકમની ખરીદી ઉપર જ KYC જરૂરી છે. કહેવાઈ રહ્યું છે કે નવા નિયમો હેઠળ 1 રૂપિયાની ખરીદી કરશો તો પણ KYC આપવું પડશે. 

જ્વેલર્સને સતાવે છે આ ડર
The Economic Times માં છપાયેલા અહેવાલ મુજબ જ્વેલર્સ (jewellers)ને ડર છે કે સરકારી એજન્સીઓ  Prevention of Money Laundering Act (PMLA) લાગુ થયા બાદ કોઈ પણ પ્રકારના શંકાસ્પદ લેવડદેવડ સંદર્ભે તેમના પર કડકાઈ વધારી શકે છે. 

Comprehensive Gold Policy

હાલ 2 લાખથી ઓછાની ખરીદી માટે KYC જરૂરી નથી
હાલ જો કે Gold ને બાદ કરતા તમામ અસેટ ક્લાસમાં લેવડદેવડ માટે KYC ડોક્યુમેન્ટ્સ જરૂરી છે. જ્યારે સોનામાં 2 લાખ રૂપિયાથી વધુની લેવડદેવડ પર KYC ડોક્યુમેન્ટ્સ જરૂરી હોય છે. તેનાથી ઓછાની ખરીદી પર KYC જરૂરી નથી. સરકાર સોનાને પણ શેર, મ્યુચ્યુઅલ ફંડ અને રિયલ એસ્ટેટની જેવા અસેટ ક્લાસની જેમ બનાવવા માંગે છે. 

Budget 2021: મોંઘા થઈ શકે છે સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક સામાન, ફર્નિચર, સરકાર ડ્યૂટી વધારવાની કરી રહી છે તૈયારી

વિસ્તૃત ગોલ્ડ પોલીસી લાવવાની તૈયારી!
Business daily ના જણાવ્યાં મુજબ સરકાર સોનાને એક અસેટ ક્લાસ બનાવવા માટે જલદી એક વિસ્તૃત ગોલ્ડ પોલીસી (Comprehensive Gold Policy) લાવવાની છે. જેનો અર્થ એ થયો કે સોનું હવે ‘undisclosed treasure’ ની કેટેગરીમાં આવશે નહીં, જેને તમે કોઈ છૂપાવી શકો. સોનાને હવે એક લક્ઝરી અને રોકાણ તરીકે જોવામાં આવશે. ભારતમાં વાર્ષિક 800-850 ટન સોનાની ખપત છે. 

Jewellers fear arrest

જ્વેલર્સે આપવી પડશે ટ્રાન્ઝેક્શનની જાણકારી
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે PMLA હેઠળ જે જ્વેલર્સ સોનું, ચાંદી, પ્લેટિનમ, હીરા જેવી કિંમતી ધાતુઓના કારોબારમાં છે, તેમણે ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટને રિપોર્ટ કરવાનો રહેશે. એટલે કે જ્વેલર્સે પણ તમામ શંકાસ્પદ લેવડદેવડ, કેશ ખરીદીનું રિપોર્ટિંગ કરવાનું હોય છે, જો આવી ખરીદીની વેલ્યૂ એક મહિનામાં 10 લાખ રૂપિયા કરતા વધુ છે તો તેની જાણકારી તેમણે સરકારી એજન્સીઓને આપવાની હોય છે. 

Budget 2021: હાઉસિંગ લોન મુખ્ય રીપેમેન્ટ પર અલગથી કેમ મળવી જોઇએ છૂટ, જાણો એક્સપર્ટનો અભિપ્રાય

'જ્વેલરની પણ થઈ શકે છે ધરપકડ'
ગત વર્ષ 28 ડિસેમ્બરે ગોલ્ડ ટ્રેડને PMLA હેઠળ લાવવામાં આવ્યો હતો. સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે જો ઓથોરિટીને કોઈ પણ પ્રકારની ચૂક સમજમાં આવે તો જ્વેલરની પણ ધરપકડ થઈ શકે છે. આથી અનેક જ્વેલર્સે KYC ડોક્યુમેન્ટ્સ લેવાના શરૂ કરી દીધા છે. જો કે ગ્રાહકો KYC આપવાની ના પાડે છે. જેના કારણે કન્ફ્યૂઝન પણ થઈ રહી છે. 

બજેટ પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube