Petrol-Diesel પર જનતાને રાહત આપવા સરકારની તૈયારી!, જાણી લો આ ખાસ સમાચાર
પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel price) વધતા ભાવે સામાન્ય માણસની કમર તોડી દીધી છે. મોદી (PM Modi) સરકાર પણ જનતાના આ દુ:ખને સમજી રહી છે. સમાચાર મળી રહ્યા છે કે, મોદી સરકાર પેટ્રોલિયમ પદાર્થો પર એક્સાઈઝ ડ્યૂટી (Excise duty) ઘટાડવા પર વિચાર કરી રહી છે
Trending Photos
નવી દિલ્હી/ Petrol Diesel Price Update: પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel price) વધતા ભાવે સામાન્ય માણસની કમર તોડી દીધી છે. મોદી (PM Modi) સરકાર પણ જનતાના આ દુ:ખને સમજી રહી છે. સમાચાર મળી રહ્યા છે કે, મોદી સરકાર પેટ્રોલિયમ પદાર્થો પર એક્સાઈઝ ડ્યૂટી (Excise duty) ઘટાડવા પર વિચાર કરી રહી છે. જો આ થશે તો મોંધવારીથી ત્રસ્ત જનતા માટે મોટી રાહતના સમાચાર છે.
સરકાર ઘટાડશે એક્સાઈઝ ડ્યૂટી!
પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને છે. દિલ્હીમાં પેટ્રોલ 85 રૂપિયા અને ડીઝલ 75 રૂપિયા લિટરને પાર પહોંચી ગયું છે. મુંબઇમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. જ્યાં પેટ્રોલ 92 રૂપિયા લિટર વેચાઈ રહ્યું છે તો ડીઝલ પણ રેકોર્ડે ઉંચાઈ પર છે. આ વચ્ચે મોદી સરકાર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનું વિચારી રહી છે. પેટ્રોલિયમ તેમજ નેચરલ ગેસ મંત્રાલય આ વાતની ભલામણ પહેલાથી જ કરી ચૂકી છે. માનવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં જ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો:- Budget 2021: હાઉસિંગ લોન મુખ્ય રીપેમેન્ટ પર અલગથી કેમ મળવી જોઇએ છૂટ, જાણો એક્સપર્ટનો અભિપ્રાય
આસમાને છે ક્રૂડ ઓઇલ
કોરોના કાળમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ગત વર્ષ 19 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. તેનું મુખ્ય કારણ ઘણા દેશોમાં લોકડાઉન અને અવરજવર પર પ્રતિબંધ રહ્યું. એક વર્ષ બાદ ક્રૂડ ઓઈલની કિંમત લગભઘ 3 ગણી થઈ ગઇ છે. 22 જાન્યુઆરી 2021ના બ્રેન્ડ ક્રૂડની કિંમત 55.37 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. જેના કારણે પેટ્રોલ ડીઝલ સતત મોંધુ થઈ રહ્યું છે. સૌથી મોંઘા ક્રૂડ ઓઇલની વાત કરીએ તો ઓક્ટોબર 2018માં ક્રૂડ ઓઈલની કિંમત 80 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ હતી જે સૌથી વધારે હતી.
જાણો સરકાર કેટલી વસૂલ કરે છે એક્સાઈઝ ડ્યુટી
ગત વર્ષ માર્ચમાં સરકારે પેટ્રોલિયમ પદાર્થો પર એક્સાઈઝ ડ્યૂટી વધારી હતી. માર્ચ 2020 પહેલા એક લિટર પેટ્રોલ પર 19.98 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લાગતી હતી. જેના પર સરકારે 13 રૂપિયા લિટરનો વધારો કર્યો હતો. હાલ એક લિટર પેટ્રોલ પર કુલ 32.98 પૈસા એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. જ્યારે ડીઝલ પર 31.83 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. માર્ચ 2020 પહેલા ડીઝલ પર 15.83 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યૂટી લાગતી હતી. એક અનુમાન અનુસાર પેટ્રોલ-ડીઝલની કિંમત 1 રૂપિયા વધારવા પર સરકારને 14 હજાર 500 કરોડ રૂપિયાની આવક થયા છે.
કેમ વધારવો પડ્યો ટેક્સ
કોરોના કાળમાં રેવેન્યૂ કલેક્શન ઘણો ઘટી ગયો હતો. કેન્દ્રની સાથે ઘણા રાજ્યોએ પણ મહેસૂલ વધારવાના ઈરાદાથી ટેક્સ વધાર્યો હતો. હાલની સ્થિતિમાં દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલ પર 62 ટકા અને ડીઝલ પર 57 ટકા ટેક્સ સરકાર વસૂલ કરી રહી છે જે પોતાનામાં જ એક રેકોર્ડ છે. સરકારનો પ્રયત્ન છે કે, આ ટેસ્ટમાં ઘટાડો કરી જનતાને થોડી રાહત આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે