ખિસ્સા જલ્દી થઈ જશે ખાલી! પૈસાની લેવડદેવડ, GAS, Banking બધામાં 1 ઓગસ્ટથી લાગૂ થશે આ નવા નિયમો

એક ઓગસ્ટથી બેંક ઓફ બરોડાની ચેકથી ચૂકવણી કરવાના નિયમ બદલાઈ જશે. દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસની કિંમતો નક્કી થતી હોય છે. સાથે જ ઓગસ્ટમાં બેંક પણ અનેક દિવસો બંધ રહેવાની છે. જાણો એક ઓગસ્ટથી કઈ-કઈ વસ્તુઓ બદલાવાની છે.

ખિસ્સા જલ્દી થઈ જશે ખાલી! પૈસાની લેવડદેવડ, GAS, Banking બધામાં 1 ઓગસ્ટથી લાગૂ થશે આ નવા નિયમો

નવી દિલ્લી: થોડાક દિવસો પછી ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે. એક ઓગસ્ટથી પૈસાની લેવડ-દેવડ સાથે જોડાયેલા નિયમ બદલાવાના છે. દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસની કિંમતો નક્કી થતી હોય છે. સાથે જ ઓગસ્ટમાં બેંક પણ અનેક દિવસો બંધ રહેવાની છે. એક ઓગસ્ટથી બેંક ઓફ બરોડાની ચેકથી ચૂકવણી કરવાના નિયમ બદલાઈ જશે. બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત થવાની છે. સાથે જ ઓગસ્ટમાં અનેક તહેવાર ઉજવવામાં આવશે, તો આ મહિને બેંક પણ વધારે દિવસ બંધ રહેશે.

1. બેંક ઓફ બરોડાનો ચેક પેમેન્ટ નિયમ:
એક ઓગસ્ટથી બેંક ઓફ બરોડામાં ચેકથી ચૂકવણીના નિયમો બદલાઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન્સનું પાલન કરતાં બેંક ઓફ બરોડાએ ચેક પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને માહિતી આપી દીધી છેકે એક ઓગસ્ટથી પાંચ લાખ રૂપિયા કે તેનાથી વધારેની રકમવાળા ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી દીધી છે. તે અંતર્ગત ચેક આપનારે તેર સાથે જોડાયેલી જાણકારી બેંકને એસએમએસ, નેટ બેકિંગ કે પછી મોબાઈલ એપથી આપવાની રહેશે. તેના પછી જ ચેક ક્લિયર થશે. જો કોઈ ચેક આપે છે, તો તેનો નંબર, પેમેન્ટની રકમ અને પેમેન્ટ મેળવનારાનું નામ સહિત અનેક જાણકારીઓ બેંકને આપવાની રહેશે.

2. રસોઈ ગેસની કિંમત:
દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી થાય છે. એક ઓગસ્ટે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ગેસ સિલિન્ડરનો રેટ નક્કી કરશે. છેલ્લી વખતની જેમ બની શકે તે આ વખતે પણ રસોઈ ગેસની કિંમતમાં વધારો જોવા મળી શકે.

3. પોઝિટિવ પે સિસ્ટમ:
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેકિંગ ફ્રોડને રોકવા માટે 2020માં ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત કરી હતી. આ સિસ્ટમ દ્વારા ચેકના માધ્યમથી 50,000થી વધારેની ચૂકવણી માટે કેટલીક મહત્વની જાણકારી આપવી પડશે. આ સિસ્ટમ દ્વારા એસએમએસ, બેંકની મોબાઈલ એપ કે પછી એટીએમ દ્વારા ચેક આપનારા વ્યક્તિએ ચેક સાથે જોડાયેલી જાણકારી બેંકને આપવાની રહેશે. પછી તે જાણકારી ચેકની ચૂકવણી સમયે ડિટેઈલ્સ સાથે વેરિફાઈ કરવામાં આવે છે. જો બધી ડિટેઈલ્સ સાચી હશે તો જ ચેકની ચૂકવણી કરવામાં આવે છે.

4. 18 દિવસ બેંક રહેશે:
ઓગસ્ટના મહિનામાં કુલ 18 દિવસ બેંક રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટમાં બેંક બંધ હોવાની જાહેરાત પોતાની યાદીમાં કરી છે. ઓગસ્ટમાં મોહર્રમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવાર છે. આ દિવસોમાં બેંક સદંતર બંધ રહેશે. આ સિવાય બીજા અને ચોથા શનિવારની સાથે રવિવારે સાપ્તાહિક રજા હોવાના કારણે બેંક બંધ રહેશે. આ અઠવાડિયાની રજાઓને ગણીએ તો ઓગસ્ટમાં 18 દિવસ બેંક બંધ રહેવાની છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news