7th Pay Commission: બદલાઈ ગયા HRA ના નિયમો, હવે આ કર્મચારીઓને નહીં મળે હાઉસ રેન્ટ એલાઉન્સ

HRA: નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓના એચઆરએ નિયમોમાં ફેરફાર અંગે માહિતી આપી છે. જેમાં જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમારે જાણવું જોઈએ કે હવે તમારે HRA મેળવવા માટે કઈ શરતોનું પાલન કરવું પડશે.

7th Pay Commission: બદલાઈ ગયા HRA ના નિયમો, હવે આ કર્મચારીઓને નહીં મળે હાઉસ રેન્ટ એલાઉન્સ

7th Pay Commission: ભારત સરકાર દ્વારા દેશના વિવિધ એકમોમાં કામ કરતા કેન્દ્રીય કર્મચારીઓને પગારની સાથો-સાથ અનેક લાભ આપવામાં આવતા હોય છે. એજ કારણ છેકે, લોકો સરકારી નોકરી અને એમાંય કેન્દ્ર સરકારની નોકરી કરવાનું સપનું જોતા હોય છે. જોકે, એમાં પણ સમયાંતરે નિયમોમાં બદલાવ થતો રહે છે. ત્યારે આ વખતે સરકારે એચઆરએના નિયમોમાં બદલાવ કર્યો છે અને તેનાથી દેશના લાખો કર્મચારીઓને સીધી અસર થશે.

કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ના નિયમોમાં સરકારે ફેરફાર કર્યો છે. નવા નિયમો લાગુ થયા બાદ હવે કેટલાક કર્મચારીઓને હાઉસ રેન્ટ એલાઉન્સ નહીં મળે. જો કોઈ નોકરિયાત વ્યક્તિ ભાડાના મકાનમાં રહે છે તો તેને હાઉસ રેન્ટ એલાઉન્સ મળે છે. HR પર પણ ટેક્સ મુક્તિ ઉપલબ્ધ છે. હાઉસ રેન્ટ એલાઉન્સ એ પગારનો મહત્વનો ભાગ છે. અપડેટ કરાયેલા નિયમો અનુસાર સરકારી કર્મચારીઓ અમુક કેસમાં HRA માટે પાત્ર નહીં હોય. નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓના એચઆરએ નિયમોમાં ફેરફાર અંગે માહિતી આપી છે. જેમાં જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમારે જાણવું જોઈએ કે હવે તમારે HRA મેળવવા માટે કઈ શરતોનું પાલન કરવું પડશે.

HRA શું છે?
એચઆરએ અથવા હાઉસ રેન્ટ એલાઉન્સ એ કર્મચારીના પગારનો એક ભાગ છે જે એમ્પ્લોયર દ્વારા ભાડાના રહેઠાણ માટે થતા ખર્ચ માટે આપવામાં આવે છે. HRA દાવો માત્ર પગારદાર વ્યક્તિ જ કરી શકે છે. જે મકાનમાં નોકરિયાત વ્યક્તિ રહે છે તે ભાડા પર હોવું જોઈએ. તમને તમારા પોતાના ઘરમાં રહેવાનો લાભ મળતો નથી. HRA ત્યારે જ મળે છે જ્યારે ભાડું પગારના 10% કરતા વધારે હોય. આ ભથ્થું ભાડાના આવાસને લગતા ખર્ચ માટે છે. જો તમે ભાડાના આવાસમાં રહેતા નથી, તો આ ભથ્થું સંપૂર્ણપણે કરપાત્ર છે. એટલે કે પછી તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે.

સરકાર આટલું HRA આપે છે:
કોઈપણ સરકારી પગારદાર વ્યક્તિ જે ભાડાના મકાનમાં રહે છે તેના ઘરના ખર્ચને 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે, X, Y અને Z.
‘X’ શ્રેણી 50 લાખ અને તેથી વધુની વસ્તી ધરાવતા વિસ્તારો માટે છે. અહીં 7મા પગાર પંચ હેઠળ HRA 24% આપવામાં આવે છે.
‘Y’ શ્રેણી 5 લાખથી 50 લાખ વચ્ચેની વસ્તી ધરાવતા વિસ્તાર માટે છે. અહીં 16 ટકા HRA આપવામાં આવે છે.
‘Z’શ્રેણીમાં એ વિસ્તારો આવે છે કે જ્યાં વસ્તી 5 લાખથી ઓછી છે. અહીં 8 % HRA આપવામાં આવે છે.

હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)ની શરતો:
નવા નિયમો મુજબ હવે જો કર્મચારી અન્ય સરકારી કર્મચારીને આપવામાં આવેલ સરકારી આવાસમાં રહે છે તો તેઓ HRA મેળવવા માટે હકદાર નથી.
જો કર્મચારીના માતા-પિતા, પુત્ર કે પુત્રીને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમ અને અર્ધ-સરકારી સંસ્થા જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોર્ટ ટ્રસ્ટ, રાષ્ટ્રીયકૃત બેંક, એલઆઈસી વગેરે દ્વારા મકાન ફાળવવામાં આવ્યું હોય અને તે તેમાં રહેતો હોય તો પણ હવે મકાન ભાડું ભથ્થું મળવાને પાત્ર રહેશે નહીં.
જો પતિ કે પત્નીને સરકારી આવાસ મળ્યું હોય તો પણ HRA આપવામાં આવશે નહીં
જો સરકારી કર્મચારીના જીવનસાથીને ઉપરોક્ત કોઈપણ એકમો દ્વારા મકાન આપવામાં આવ્યું હોય અને તે તે મકાનમાં રહેતો હોય અથવા ભાડેથી અલગ રહેતો હોય તો સરકાર તેને હવે ભાડું ચૂકવશે નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news