અંબાણી પરિવારના પૂર્વજોના આ મકાનને જોવા માટે આવે છે લોકો, અહીંયા પસાર થયું ધીરૂભાઈનું બાળપણ

અંબાણી પરિવારને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકો જાણે છે. પરંતુ અંબાણી પરિવારના પૈતૃક ઘર વિશે ઘણા લોકો નથી જાણતા. ધીરુભાઈ અંબાણીનું બાળપણ આ પૈતૃક મકાનમાં વીત્યું હતું. આજે પણ કોકિલાબેન પરિવાર સાથેઅવારનવાર આ ઘરે થોડો સમય પસાર કરવા માટે આવે છે.

અંબાણી પરિવારના પૂર્વજોના આ મકાનને જોવા માટે આવે છે લોકો, અહીંયા પસાર થયું ધીરૂભાઈનું બાળપણ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને દુનિયાભરના લોકો જાણે છે. દેશનો સૌથી ધનિક પરિવાર (અંબાણી પરિવાર) હંમેશા સમાચારોમાં રહે છે. ધીરુભાઈ અંબાણીએ પોતાની મહેનત અને સમર્પણથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આટલી ઊંચાઈએ પહોંચાડી હતી. ધીરુભાઈ અંબાણીએ પોતાના દમ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નિર્માણ કર્યું છે. તેઓ દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાંના એક હતા. 

ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1933ના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં થયો હતો. ધીરુભાઈએ જ્યારે બિઝનેસ જગતમાં પગ મૂક્યો ત્યારે તેમની પાસે ન તો પૈતૃક મિલકત હતી કે ન તો બેંક બેલેન્સ. ધીરુભાઈ અંબાણીનું બાળપણ ગુજરાતના ચોરવાડ ગામમાં વીત્યું હતું. તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ ગામમાં અંબાણી પરિવારનું પૈતૃક ઘર છે. આજે લોકો તેને જોવા માટે દૂર-દૂરથી આવે છે.

ધીરુભાઈ અંબાણીએ તેમનું બાળપણ અહીં વિતાવ્યું હતું:
ગુજરાતમાં અંબાણી પરિવારના 100 વર્ષ જૂના પૈતૃક ઘરને ધીરુભાઈ અંબાણી મેમોરિયલમાં ફેરવી દેવામાં આવ્યું છે. અંબાણી પરિવાર સાથે જોડાયેલી વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે. તે ગુજરાતના ચોરવાડ ગામમાં આવેલું છે. જો તમે અંબાણી પરિવાર વિશે નજીકથી જાણવા માંગતા હો, તો તમારે તેને ચોક્કસ જોવું જ જોઈએ. ધીરુભાઈ અંબાણીનું બાળપણ આ જગ્યાએ વીત્યું હતું. અહીંથી જ ધીરુભાઈ અંબાણી બિઝનેસ જગતમાં સામેલ થયા હતા.

ધીરુભાઈ લગ્ન પછી આ ઘરમાં આવ્યા હતા
ધીરુભાઈ અંબાણી લગ્ન પછી કોકિલાબેન સાથે આ ઘરમાં આવ્યા હતા. ધીરુભાઈ કામકાજને લઈને યમન જવા નીકળ્યા ત્યારે કોકિલાબેને આ ઘરમાં લગભગ આઠ વર્ષ વિતાવ્યા હતા. અંબાણી પરિવારના આ ઘરમાં બે ભાગ છે. એક ભાગ અંબાણી પરિવારે પોતાના માટે રાખ્યો છે જ્યારે બીજો ભાગ પ્રવાસીઓ માટે છે. અત્યારે પણ કોકિલાબેન અહીં થોડો સમય વિતાવવા આવે છે. કોકિલા બેને પાછળથી આ પૈતૃક ઘરને ધીરુભાઈની યાદમાં ધીરુભાઈ અંબાણી મેમોરિયલ બનાવી દીધું. આ ઘરની અંદર એક ખૂબ જ સુંદર બગીચો પણ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news