લગ્નના દિવસે આ હીરોઈન જોડે એવું તો શું થયું કે પતિ સાથે એક ફોટો પણ ન પડાવી શકી

તમે ક્યારેય નહીં સાંભળ્યો હોય આવો કિસ્સો...કે જેમાં લગ્નના દિવસે પત્ની પોતાના પતિ સાથે એક પણ ફોટો ન પડાવી શકી. 

લગ્નના દિવસે આ હીરોઈન જોડે એવું તો શું થયું કે પતિ સાથે એક ફોટો પણ ન પડાવી શકી

નવી દિલ્લીઃ ફોટોગ્રાફી વિના લગ્ન અધૂરા છે....ફોટો ક્લિક કરાવવા માટે લોકો અલગ અલગ પોઝ આપતા હોય છે...લોકો ફોટો ક્લિક કરવાનો ખૂબ શોખીન હોય છે..પરંતુ અમે તમને એક અભિનેત્રી વિશે જણાવીશું કે જે તેના લગ્નમાં ફોટો ક્લિક કરાવવાનું ભૂલી ગઈ....જો કે આ પાછળનું કારણ પણ ખૂબ રસપ્રદ છે...જે જાણીને તમે ચોંકી જશો..

રાધિકા પાસે લગ્નનો ફોટો નથી:
લગ્નના ફોટા ન હોવા અંગે બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ પોતાના લગ્ન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાધિકાએ કહ્યું--જ્યારે મેં 10 વર્ષ પહેલા બેનેડિક્ટ સાથે લગ્ન કર્યા ત્યારે અમે ફોટો ક્લિક કરવાનું ભૂલી ગયા હતા. અમે અમારા લગ્નમાં મિત્રોને આમંત્રિત કર્યા,અને જાતે જ જમવાનું બનાવ્યું.. લગ્ન કર્યા અને ઉત્તર ઈંગ્લેન્ડમાં એક જગ્યાએ પાર્ટી કરી, પરંતુ કોઈ ફોટા ક્લિક ન કર્યા..રાધિકાએ કહ્યું--- અમે બધા ખૂબ નશામાં હતા. તેથી મારી પાસે મારા લગ્નનના કોઈ ફોટા નથી..

પતિ સાથે નથી રહેતી રાધિકા:
રાધિકા આપ્ટે મુંબઈમાં પતિ સાથે નથી રહેતી. રાધિકાના પતિ બેનેડિક્ટ તેના વ્યવસાયના લીધેસાત સમુદ્ર દૂર લંડનમાં રહે છે. રાધિકાએ કહ્યું હતું કે પતિનું અંગત જીવન ખૂબ જ વ્યસ્ત છે, કારણ કે તેમને ઘણીવાર લંડન અને ભારત વચ્ચે મુસાફરી કરવી પડે છે. તેના પતિ લંડનમાં રહે છે.

રાધિકાની શાનદાર કારકિર્દી:
રાધિકા આપ્ટે તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. પોતાની 17 વર્ષની ફિલ્મી કરિયરમાં રાધિકાએ 'અંધાધું' અને 'શોર ઈન ધ સિટી' જેવી શાનદાર ફિલ્મો કરી છે. આ સિવાય તે ઘણી વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી, જેમાં તેનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે. રાધિકા પોતાના પ્રોફેશનને લઈને કોઈપણ જોખમ લેવા તૈયાર છે. બોલ્ડ રોલ કરવામાં પણ તેને કોઈ સંકોચ નથી. રાધિકા હાલમાં જ રિલીઝ થયેલી 'Zee5' ની વેબસિરીઝ 'Forensics'માં જોવા મળી હતી..જેમાં રાધિકા પોલીસ ઓફિસરના રોલમાં હતી. રાધિકા હવે 'વિક્રમ વેધા'માં જોવા મળશે, જેમાં હૃતિક રોશન અને સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news