દશેરાએ ઘોડો ના દોડ્યો! થર્ટી ફર્સ્ટે દેશભરમાં UPI સર્વર ડાઉન, સોશ્યલ મીડિયામાં આક્રોશ
UPI Down: થર્ટી ફર્સ્ટની ઉજવણી અગાઉ લોકો માર્કેટમાંથી અનેક વસ્તુઓની ખરીદી કરતા હોય છે, ત્યારે હાલ દેશભરમાં યુપીઆઈનું સર્વર ડાઉન થઈ ગયું, જેને લઈને લોકોને પેમેન્ટ કરવામાં મુશ્કેલી સર્જાઈ હતી. લોકો યૂપીઆઈના ડાઉન થયા બાદ આની ફરિયાદ સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને કરી રહ્યા હતાં.
Trending Photos
નવી દિલ્હી: આજે દેશ સહિત વિદેશોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ચાલી રહી છે. ત્યારે ભારતમાં થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ યુપીઆઈનું સર્વર ડાઉન થયું છે. યુપીઆઈનું સર્વર ડાઉન થઈ જતાં દેશભરમાં ઓનલાઈન લેવડ-દેવડ ખોરવાઈ ગઈ હતી અને ફોન-પે, ગુગલ-પે, પેટીએમ વગેરેના યુઝર્સ હેરાન પરેશાન થઈને સોશ્યલ મીડિયાના માધ્યમથી આક્રોશ વ્યકત કરી રહ્યા હતાં.
હાલ સોશિયલ મીડિયાના ટ્વીટર હેન્ડલ પર #UPIDown કરીને ટ્વીટ કરી રહ્યા છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં લોકોને પડતી મુશ્કેલીઓ શેર કરી રહ્યા છે. ઓફિશિયલ રીતે હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
થર્ટી ફર્સ્ટની ઉજવણી અગાઉ લોકો માર્કેટમાંથી અનેક વસ્તુઓની ખરીદી કરતા હોય છે, ત્યારે હાલ દેશભરમાં યુપીઆઈનું સર્વર ડાઉન થઈ ગયું, જેને લઈને લોકોને પેમેન્ટ કરવામાં મુશ્કેલી સર્જાઈ હતી. લોકો યૂપીઆઈના ડાઉન થયા બાદ આની ફરિયાદ સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને કરી રહ્યા હતાં. યુઝર્સ ફોન-પે, ગુગલ-પે અને પેટીએમ જેવી મોટી યુપીઆઈ એપસ દ્વારા ટ્રાન્ઝેકશન ન થઈ રહ્યું હોવાની ટ્વીટર પર ફરિયાદ કરી રહ્યા હતાં. યુઝર્સને લાબાં પ્રોસેસિંગ સમય બાદ નિષ્ફળ ચૂકવણીની સૂચના આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષમાં અનેક વખત યુપીઆઈ સર્વર ડાઉન થયું હતું. અગાઉ જાન્યુઆરીમાં સર્વર ડાઉન થયુ હતું. યુપીસીઆઈ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા રીઅલ-ટાઈમ પેમેન્ટ સિસ્ટમ, ભારતના છૂટક વ્યવહારોમાં ૬૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
આ પણ વાંચો:
ભારતમાં સતત વધી રહ્યું છે યુપીઆઈ પેમેન્ટનું ચલણ
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત યુપીઆઈ પેમેન્ટનો આંકડો વધી રહ્યાં છે. દેશમાં કરોડો લોકો જુદી-જુદી એપ્લીકેશનની મદદથી ઓનલાઇન પેમેન્ટ કરતા હોય છે. દેશમાં નવેમ્બર 2022માં ભારતમાં કુલ 11 લાખ 90 હજાર 593.39 કરોડ રૂપિયાનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયું હતું. તો ઓક્ટોબર 2022માં 12 લાખ 11 હજાર 582 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન યુપીઆઈના માધ્યમથી થયા હતા. ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં 11 લાખ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન યુપીઆઈના માધ્યમથી થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે