Paytm આપે છે લાખોની કમાણી કરવાની તક, ઉપયોગી તમામ માહિતી માટે કરો ક્લિક

પેટીએમ દ્વારા તમે ખરીદી જ નહીં પરંતુ સારી કમાણી પણ કરી શકો છો. જો તમે પેટીએમ સાથે જોડાવવા માંગતા હોવ તો આ સૌથી સારો સમય છે.

Paytm આપે છે લાખોની કમાણી કરવાની તક, ઉપયોગી તમામ માહિતી માટે કરો ક્લિક

નવી દિલ્હી: પેટીએમ દ્વારા તમે ખરીદી જ નહીં પરંતુ સારી કમાણી પણ કરી શકો છો. જો તમે પેટીએમ સાથે જોડાવવા માંગતા હોવ તો આ સૌથી સારો સમય છે. પેટીએમ સાથે જોડાવવાથી સારી કમાણીની સાથે સાથે તમે તમારો બિઝનેસ પણ શરૂ કરી શકશો. અહીં જણાવીએ કે તમે કેવી રીતે પેટીએમના બિઝનેસ પાર્ટનર બની શકો છો. પેટીએમ હાલ લોકોને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવીને કમાણી કરવાની તક આપી રહ્યું છે. આ ઉપરાંત તમે નવા બિઝનેસથી લઈને જૂના બિઝનેસને પેટીએમની મદદથી આગળ વધારી શકો છો.

મળશે આકર્ષક કમિશન
પેટીએમએ પોતાની પેમેન્ટ બેંક શરૂ કરી છે અને પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા પોતાના ગ્રાહકો સુધી પહોંચવા માટે દેશભરમાં એજન્ટ નીમી રહ્યું છેં. જેમને પેટીએમ પેમેન્ટ બેંક 'બીસી' એજન્ટ કહેવાય છે. આ એજન્ટ પેટીએમ પ્રોડક્ટ્સને વેચશે અને તેના બદલામાં તેમને પેટીએમ દ્વારા આકર્ષક કમીશન આપવામાં આવે છે.

પેટીએમ પર બનો seller
જો તમે પેટીએમ સાથે બિઝનેસ કરવા માંગતા હોવ તો આ માટે તમારે પેટીએમ પર seller બનવું પડશે. પેટીએમ દ્વારા પેટીએમ મોલ નામની ઓનલાઈન શોપિંગ શરૂ થઈ હતી. તમે પેટીએમ મોલના seller બનશો તો તમને પણ સારી કમાણ કરી શકશો. પેટીએમની પહોંચ લગભગ 8 કરોડ યૂઝર્સ સુધી પહોંચે છે.

ફ્રીમાં શરૂ થશે બિઝનેસ
પેટીએમના seller બનવા માટે તમારે કોઈ રોકાણ કરવું પડશે નહીં. પેટીએમ તેના બદલે કોઈ ચાર્જ લેતુ નથી. તમારે બસ પેટીએમની એપ કે વેબસાઈટ પર જઈને સાઈન અપ કરવાનું રહેશે અને તમારા પ્રોડક્ટ્સની સર્વિસનું કેટલોગ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમે પણ તમારી પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કરી શકો છો.

પેટીએમના એજન્ટ બનો
થોડા સમય પહેલા પેટીએમએ પોતાની પેમેન્ટ બેંક શરૂ કરી હતી. ત્યારબાદ ગ્રાહકો સુધી પહોંચવા માટે તેણે પેટીએમ પેમેન્ટ બેંક દેશભરમાં એજન્ટ બનાવી રહ્યું છે. આ પેટીએમ એજન્ટ્સને પેમેન્ટ બેંક બીસી એજન્ટનું નામ આપવામાં આવ્યું છે. આ એજન્ટ્સનું કામ પેટીએમ પ્રોડક્ટ્સ વેચવાનું છે. જેના બદલે તેમને કમિશન મળશે. આ દ્વારા સારી એવી કમાણી થઈ શકશે.

કેવી રીતે બની શકો એજન્ટ
તમારે એજન્ટ બનવા માટે કોઈ મોટુ રોકાણ કરવાનુ નથી. આ કામ માટે બસ થોડી રોકડ રકમ તથા એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન, બાયોમેટ્રિક ડિવાઈઝ જોઈએ. તેના દ્વારા તમે એજન્ટ બનીને પેટીએમ માટે કામ શરૂ કરી શકશો. પેટીએમ એજન્ટ બનવા માટેની સમગ્ર જાણકારી માટે તમારે આ લિંક https://paytm.com/offer/bc-faqs/ પર ક્લિક કરો અને તમામ માહિતી મેળવી શકો છો.

આ રીતે બનો પાર્ટનર
જો તમે પેટીએમના પાર્ટનર બનવા માંગતા હોવ તો આ માટે તમારે આ લિંક https://paytm.com/about-us/partner-with-us-2/   પર ક્લિક કરીને પોતાની માહિતી શેર કરવાની રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બસ ત્યારબાદ તો તમે પાર્ટનર બનીને પણ કામ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news