ઘર ખરીદવા માટે કઈ ઉંમર છે યોગ્ય? કઈ રીતે થશે આર્થિક લાભ? આ જાણી લો તો થશેે 1 કરોડ રૂપિયાનો લાભ
Right Age To Buy House: તમારા ઘરનું (Home) સપનું ક્યારેય જૂનું થતું નથી. દરેક વ્યક્તિ પોતાનું ઘર ખરીદવા માટે ઘણી કોશિશ કરે છે. કોરોનાના સમયગાળા દરમિયાન ઘર ખરીદવાની માંગ ઉગ્ર હતી. તે જ સમયે, કોરોનાએ મોંઘવારી વધારી છે. જેના કારણે કન્સ્ટ્રક્શન મટિરિયલના ભાવમાં વધારો થયો છે અને આવનારા સમયમાં પણ વધશે. આ કારણે લોકોના મનમાં મોટો પ્રશ્ન એ છે કે તેઓએ ઘર ક્યારે ખરીદવું જોઈએ.
Trending Photos
નવી દિલ્લીઃ તમારા ઘરનું (Home) સપનું ક્યારેય જૂનું થતું નથી. દરેક વ્યક્તિ પોતાનું ઘર ખરીદવા માટે ઘણી કોશિશ કરે છે. કોરોનાના સમયગાળા દરમિયાન ઘર ખરીદવાની માંગ ઉગ્ર હતી. તે જ સમયે, કોરોનાએ મોંઘવારી વધારી છે. જેના કારણે કન્સ્ટ્રક્શન મટિરિયલના ભાવમાં વધારો થયો છે અને આવનારા સમયમાં પણ વધશે. આ કારણે લોકોના મનમાં મોટો પ્રશ્ન એ છે કે તેઓએ ઘર ક્યારે ખરીદવું જોઈએ.
નાણાકીય સ્થિતિ પણ મહત્વપૂર્ણ છે-
મોટા ભાગે એક વ્યક્તિ તેની આર્થિક પરિસ્થિતિના ધ્યાનમાં રાખીને ઘર ખરીદે છે. ડાઉન પેમેન્ટથી લઈને ભારે EMI ચૂકવવા સુધી, ઘણું નાણાકીય આયોજન જરૂરી છે. પરંતુ નિષ્ણાતો ઘર ખરીદવાની યોગ્ય ઉંમર વિશે જણાવે છે. જો આ ઉંમરે ઘર ખરીદવામાં આવે તો વ્યક્તિને ઘણા મોટા ફાયદાઓ થાય છે.
25થી 30 વર્ષની ઉંમરે સૌથી વધુ લાભ મેળવો-
આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ 25 વર્ષની ઉંમરે ઘર ખરીદવા સક્ષમ હોય તો આનાથી સારું બીજું કંઈ હોઈ શકે નહીં. તેમ છતાં, લોકો સામાન્ય રીતે 40 વર્ષની ઉંમરે પણ હોમ લોન લઈને ઘર ખરીદે છે. પરંતુ જો ઘર ખરીદવાની યોગ્ય ઉંમર વિશે વાત કરીએ તો 25થી 30 વર્ષની વચ્ચેની ઉંમર શ્રેષ્ઠ છે. આનાથી તેને હોમ લોન પર સૌથી વધુ ફાયદો મળી શકે છે.
એક કરોડ રૂપિયાની બચત થશે-
જો કોઈ વ્યક્તિ સામાન્ય ભાડાવાળા મકાનમાં રહે છે અને વાર્ષિક આશરે 1.5 લાખ રૂપિયા (12000થી 13000 રૂપિયા પ્રતિ માસ) ચૂકવે છે, તો 30 વર્ષમાં તે 2.5 કરોડ રૂપિયા ભાડું ચૂકવશે. જો તે 25 થી 30 વર્ષની ઉંમરમાં 30 થી 40 લાખ રૂપિયાનું ઘર અથવા ફ્લેટ ખરીદે છે, તો તેણે દર મહિને 7.5 ટકાના વાર્ષિક વ્યાજ પર 30 થી 40 હજાર રૂપિયાની EMI ચૂકવવી પડશે. આ રીતે ભાડાની કુલ રકમ અને EMIમાં લગભગ 1 કરોડ રૂપિયાનો તફાવત રહેશે. એટલે કે તેને 1 કરોડ રૂપિયાનો સીધો ફાયદો મળશે.
ટેક્સમાં પણ છૂટ-
આ સિવાય વ્યક્તિને હોમ લોન EMI પર 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ પણ મળશે. આ સિવાય સેક્શન 24B હેઠળ હોમ લોનના વ્યાજ પર તે વાર્ષિક 2 લાખ રૂપિયાની બચત મેળવી શકે છે. એટલે કે તમે જેટલી જલ્દી હોમ લોન લેશો તેટલી જ તમને ટેક્સમાં છૂટ મળશે. પછીથી, વધતી જતી કુટુંબની જવાબદારી તમારા પર EMI નો વધારાનો બોજ નાખશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે