કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, લાખો રેલવે કર્મચારીઓને આપી દિવાળીની આ ગિફ્ટ

રેલવે કર્મચારીઓને બોનસના રૂપમાં લગભગ 17,950 રૂપિયા મળશે. આ બોનસનો લાભ રેલવેના લગભગ 12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને આપવામાં આવશે.

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, લાખો રેલવે કર્મચારીઓને આપી દિવાળીની આ ગિફ્ટ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ભારતીય રેલવેના નોન ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસનું ઉત્પાદકતા આધારિત બોનસ આપવાની જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓને બોનસના રૂપમાં લગભગ 17,950 રૂપિયા મળશે. આ બોનસનો લાભ રેલવેના લગભગ 12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને આપવામાં આવશે. તહેવારો પહેલા બોનસ મળવાથી રેલવે કર્મચારીઓ માટે તહેવારમાં ખરીદી કરવાની સારી તક મળશે. જોકે રેલવેના કર્મચારી સંગઠન આ બોનસ ખુબ ઓછું ગણાવી રહ્યાં છે.

78 દિવસનું આપશે બોનસ
ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહામંત્રી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે સરકારે રેલવે કર્મચારીઓને મળતા બોનસના ફોર્મ્યૂલામાં તાત્કાલીક ફેરફાર કરવાની જરૂર પડી હતી. રેલવે કર્મચારીઓને 78 દિવસના બોનસના રૂપમાં 17,950 રૂપિયા આપવામાં આવશે. આ ન્યૂનતમ વેતન કરતા ઓછું છે. આજના સમયમાં એક મહિનાનું ન્યૂનતમ વેતન 18 હજાર રૂપિયા છે. ત્યારે પબ્લિક સેક્ટરમાં પ્રતિ દિવસના વતેનના હિસાબથી બોનસ આપવામાં આવે છે. એવામાં જેટલા દિવસનું બોનસ જાહેર થાય છે તેટલા દિવસનું બોનસ આપવામાં આવે છે. રેલવેની તરફથી 75 દિવસનું બોનસ આપવાની યોજના હતી. જેનો રેલવે કર્મચારીઓ દ્વારા ભારે વિરોધ કર્યા બાદ 78 દિવસનું કરવામાં આવ્યું છે. પરંતુ કર્મચારીઓની માંગ છે કે ઓછામાં ઓછું 80 દિવસનું બોનસ રેલવે કર્મચારીઓને મળવું જોઇએ.

શું છે બોનસ જાહેર કરવાનો ફોર્મ્યૂલા
રેલવેની તસફથી રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની વાત કરવામાં આવી હતી. 30 દિવસના બોનસના આધાર પર 7 હજાર રૂપિયાના આધાર પર બોનસનો અંદાજ લગાવવામાં આવે છે. જેનો લાંબા સમયથી રેલવે કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. રેલવેના કર્મચારી સંગઠનના અનુસાર રેલવેમાં આ સમયે કર્મચારીઓનો મોટો ઘટાડો છે. એવામાં ઓછા કર્મચારીઓમાં વધારે કામ કરાવવામાં આવે છે. એવામાં બનોસ પણ વધારે મળવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news