'તેઓ એક રાત્રે અચાનક મારા રૂમમાં ઘુસી ગયા' અને પછી...આલોક નાથ પર નવો આરોપ
આ આરોપ મૂક્યો છે ટેલિવિઝન એક્ટ્રેસ સંધ્યા મૃદુલે
Trending Photos
નવી દિલ્હી : આખા દેશમાં ચાલી રહેલા #MeToo કેમ્પેઇન દરમિયાન બે દિવસ પહેલાં ડિરેક્ટર અને ફિલ્મમેકર વિંતા નંદાએ બોલિવૂડના 'સંસ્કારી'ત એક્ટર આલોક નાથ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. હવે ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ સંધ્યા મૃદુલ પણ આલોક નાથે કરેલા દુર્વ્યવહારની ઘટના જાહેર કરી છે. સંધ્યાએ વિંતાને સમર્થન આપતા જણાવ્યું છે કે તે આલોક નાથ સાથે તે એક ટેલિફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે તેને આ ચોંકાવનારો અનુભવ થયો હતો.
'પેજ 3', 'સાથિયા' જેવી ફિલ્મોમાં જોવા મળેલી એક્ટ્રેસ સંધ્યા મૃદુલ પોતાની કરિયરની શરૂઆતમાં એક ટેલિફિલ્મના શૂટિંગ માટે કોડાઇકેનાલ ગઈ હતી. આ ફિલ્મમાં આલોક નાથ અને રીમા લાગુએ તેના માતા-પિતાનો રોલ ભજવ્યો હતો. શૂટિંગ દરમિયાન નશાની હાલતમાં તે ડિનર વખતે વારંવાર સંધ્યાને પોતાની પાસે બેસાડવાની જીદ કરીને કહેતા 'આ તો મારી છે....'. સંધ્યાના ખુલાસા દરમિયાન એક રાત્રે આલોક નાથ જબરદસ્તીથી સંધ્યાના રૂમમાં ઘુસી ગયો હતો અને હાથ પકડીને જબરદસ્તી કરવા લાગ્યો હતો.
In truth & solidarity.
I’m with you @vintananda #metoo pic.twitter.com/ZoiT2dT3yL
— Sandhya Mridul (@sandymridul) October 10, 2018
અભિનેતા આલોક નાથ પર ‘તારા’ની રાઈટર અને પ્રોડ્યુસર વિંતા નંદાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં જ આલોક નાથ પર હમ સાથ સાથ હૈના ક્રુ મેમ્બરે પણ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ફિલ્મ હમ સાથ સાથ હૈની ક્રુ મેમ્બરે જણાવ્યું કે અમે ફિલ્મના એક રાતના સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. મેં આલોક નાથને ચેન્જ કરવા માટે તેમના હાથમાં કોસ્ચ્યુમ આપ્યા તો તેઓ ચેન્જિંગ રૂમમાં જવાની જગ્યાએ મારી સામે જ કપડાં બદલવા લાગ્યા. #MeToo કેમ્પેઇન અંતર્ગત અભિનેતા આલોક નાથ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. લેખક અને ફિલ્મ નિર્માતા વિંતા નંદાએ એક્ટર આલોક નાથ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. વિંતાએ ફેસબુક પોસ્ટ લખીને આલોક નાથ પર આરોપ લગાવ્યો છે. તેણે આ પોસ્ટમાં પોતાની આપવીતી વિગતવાર જણાવી છે. વિંતાએ આ પોસ્ટમાં આલોક નાથનું નામ નહોતું લખ્યું પણ પછી આ વાતની પુષ્ટિ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે