સ્નાતક કરનારને નોકરી આપશે Google, તમે પણ કરી શકો છો અરજી

દરેકની ઈચ્છા વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરવાની હોય છે. જો તમને પણ ગૂગલમાં નોકરી કરવાનો મોકો મળે તો તમે કદાચ જ તેનો ઈન્કાર કરો. 

 

સ્નાતક કરનારને નોકરી આપશે Google, તમે પણ કરી શકો છો અરજી

નવી દિલ્હીઃ દરેકની ઈચ્છા વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરવાની હોય છે. જો તમને પણ ગૂગલમાં નોકરી કરવાનો મોકો મળે તો તમે કદાચ જ તેનો ઈન્કાર કરો. જી હાં ગૂગલે ઘણા પદો પર ભરતી કરવા માટે જાહેરાત કરી છે. આ પ્રક્રિયા મુજબ ગૂગલ ઘણા અલગ-અલગ લોકેશન પર ભરતી કરશે. આ ભરતીઓ ટેક્નિકલ વિંગ સિવાય સેલ્સ એન્ડ માર્કેટિંગ ડોમેનની છે. આ ભરતીઓ સૈન ફ્રાંસિસ્કો સિવાય ભારતમાં પણ કરવામાં આવશે. તો રાહ શેની જુઓ છો તમે પણ ગૂગલ માટે આવેદન કરી શકો છો. 

ગૂગલની જોબ માટે અરજી કરતા ઉમેદવારો માટે સ્નાતકની ડિગ્રી ખૂબ જરૂરી છે. છેલ્લા સેમેસ્ટરમાં ભણતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. ઈન્ડિયા માટે સિલેક્ટ થનારા ઉમેદવારોએ ગુરૂગ્રામ ઓફિસમાં કાર્ય કરવાનું રહેશે. મહત્વનું છે કે, ગૂગલ તેવા લોકોની શોધ કરી રહ્યાં છે જેની પાસે ફ્રેશ આઇડિયા, ઈન્ફોર્મેશન રિટ્રાઇવલ, ડિસ્ટ્રિબ્યૂટિડ કંપ્યૂટિંગ, લાર્જ સ્કેલ સિસ્ટમ ડિઝાઈન, નેટવર્કિંગ એન્ડ ડેટા સ્ટોરેજ જેવી આવડતની જરૂર હોય. પદ અને યોગ્યતા સાથે જોડાયેલી અન્ય જાણકારી માટે આગળ વાંચો 

જગ્યાઃ સેલ્સ એન્ડ એકાઉન્ટ મેનેજમેન્ટ 
યોગ્યતા

ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બીએ/બીએસ કે તેની સમકક્ષ લાયકાત. આ સાથે ઉમેદવારને ગ્રાહકો માટે IaaS or PaaS પ્રોડક્ટમાં કામ કરવાનો અનુભવ હોય. તે સિવાય ઉમેદવારને અંગ્રેજી બોલતા અને લખતા બંન્ને સારી રીતે આવડવું જોઈએ. Career in Google, jobs in google, jobs, vacancy in google, www.careers.google.com, how to apply for google

Career in Google, jobs in google, jobs, vacancy in google, www.careers.google.com, how to apply for google

પ્રિફર્ડ લાયકાત
ઉમેદવારને IaaS અને/તથા PaaS પ્રોડક્ટની સાથે બે વર્ષ કામ કરવાનો અનુભવ હોય. આ સાથે ટેકનિકલ/ સેલ્સ એન્જિનિયરિંગ રોલનો અનુભવ હોય. સીઆરએમ સિસ્ટમ (ઉદાહરણ Salesforce.com)નો અનુભવ હોવો જરૂરી છે. 

ક્લાઉડ કંપ્યૂટિંગ માર્કેટ અને ટેકનોલોજીની સમજણ હોય અને ગૂગલ ક્લાઉડ પ્રોડક્ટ (G Suite, Google Cloud Platform) માટે જનૂન હોય. 

જગ્યાઃ સોફ્ટવેર એન્જિનિયરિંગ
યોગ્યતા
પરીક્ષાર્થીએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં બીઈ/બીએસની ડિગ્રી કે તેની સમકક્ષ લાયકાત. આ સાથે સોફ્ટવેર ડેવલોપમેન્ટનો અનુભવ. 

વેબ એપ્લીકેશન ડેવલોપમેન્ટ Unix/Linux environments, મોબાઇલ એપ્લીકેશન ડેવલોપમેન્ટ, મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, નેટવર્કિંગ, ડેવલોપિંગ લાર્જ સોફ્ટવેર સિસ્ટમનો પણ અનુભવી જરૂરી છે.
આ સિવાય અંગ્રેજી બોલવાનું જ્ઞાન જરૂરી છે.
આ સિવા માસ્ટર્સ, પીએચડી, અન્ય કોઇ ટેકનિકલ ફીલ્ડમાં અનુભવ જરૂરી
આમાંથી કોઈ એકમાં અનુભવ Java, C/C++, C#, Objective C, Python, JavaScript, or Go

બીજી કોડિંગ લેંગ્વેજ શીખવાની યોગ્યતા. 
જગ્યા સંબંધિત વિસ્તારની જાણકારી પ્રાપ્ત કરવા માટે તમે ગૂગલની સત્તાવાર વેબસાઇટ www.careers.google.com પર ડીટેલ ચેક કરી શકો છે. તે સિવાય તમે આ વેબસાઇટના માધ્યમથી સંબંધિત પદો માટે અરજી કરી શકો છો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news