4 કંપનીના IPO પર ભાગ્ય અજમાવવાની તક, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP
IPO: આઈપીઓ દ્વારા શેર બજારમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. આ સપ્તાહે Proventus Agrocon, હેમંત સર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ, Vasa Denticity અને Crayons Advertising નો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ IPO: આઈપીઓ દ્વારા શેર બજારમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરો પાસે આ સપ્તાહે 1 કે 2 નહીં 4 તક હશે. આ ચાર કંપનીઓ Proventus Agrocon, હેમંત સર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ, Vasa Denticity અને Crayons Advertising છે. આવો એક-એક કરીને જાણીએ તેની પ્રાઇઝ બેન્ડથી લઈને જીએમપી સુધીની અપડેટ-
1.Proventus Agrocon IPO
આ કંપનીનો આઈપીઓ 24 મે 2023ના ઓપન થી રહ્યો છે. ઈન્વેસ્ટરો પાસે Proventus Agrocon આઈપીઓ 26 મે સુધી સબ્સક્રાઇબ કરવાની તક રહેશે. કંપનીએ 10 રૂપિયાના ફેસ વેલ્યૂવાળા શેર માટે 771 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. તો કંપનીના આઈપીઓની લોટ સાઇઝ 160 શેરની છે.
2. હેમંત સર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓ
આ કંપનીનો આઈપીઓ પણ 24 મે 2023ના ખુલી રહ્યો છે. રોકાણકારો 26 મે 2023 સુધી સબ્સક્રાઇબ કરી શકશે. હેમંત સર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ નો જીએમપી શનિવારની સાંજે 6 રૂપિયા હતો. નોંધનીય છે કે હેમંત સર્જિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 85 રૂપિયાથી 90 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.
3. Vasa Denticity લિમિટેડ આઈપીઓ
આ કંપનીનો આઈપીઓ 23 મે 2023થી 25 મે 2023 સુધી ઓપન રહેશે. Vasa Denticity લિમિટેડના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 121 રૂપિયાથી 128 રૂપિયા પ્રતિ શેર નક્કી થઈ છે. તો તેની લોટ સાઇઝ 1000 શેરની છે. ગ્રે માર્કેટમાં કંપની 36 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.
4. Crayons Advertising લિમિટેડ આઈપીઓ
કંપનીએ પોતાના આઈપીઓ માટે 62 રૂપિયાથી 65 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. ઈન્વેસ્ટરો માટે સારી વાત છે કે કંપનીના શેર ગ્રે માર્કેટમાં 68 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. નોંધનીય છે કે ઈન્વેસ્ટરો પાસે 22 મેથી 25 મે સુધી આ આઈપીઓ પર દાંવ લગાવવાની તક હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે