મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે આપ્યું રાજીનામું
અરવિંદ સુબ્રમણ્યમે ઓક્ટોબર 2014માં મુખ્ય આર્થિક સલાહકારનું પદ સંભાળ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામું આપવા માટે ખાનગી કારણોનો હવાલો આપવામાં આવ્યો છે. રાજીનામાં બાદ તેઓ અમેરિકા જવાના છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ આ જાણકારી આપી છે.
અરૂણ જેટલીએ પોતાના ફેસબુક પર લખેલા પોતાના બ્લોગમાં આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, અરવિંદ સુબ્રમણ્યમ અમેરિકા જઈ રહ્યાં છે. ત્યાંથી તેઓ ઓક્ટોબરમાં પરત ફરશે.
જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું, થોડા દિવસો પહેલા મુખ્ય આર્થિક સલાહકાર મને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળ્યા. તેમણે મને જાણકારી આપી કે, તેઓ પારિવારિક જવાબદારી નિભાવવા માટે પરત અમેરિકા જવા ઈચ્છે છે.
જેટલીએ લખ્યું તેમના રાજીનામું આપવાનું કારણ ખાનગી છે, જે તેમના માટે મહત્વનું છે. તેમણે મારી પાસે કોઇ વિકલ્પ ન છોડ્યો અને મારે તેમના રાજીનામાનો સ્વીકાર કરવો પડ્યો.
અરૂણ જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું કે, અરવિંદે 16 ઓક્ટોબર, 2014થી આ પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ પૂર્ણ થતા મારી ઈચ્છા હતી કે તે આગળ પણ આ પદ માટે બન્યા રહે. તેમણે લખ્યું, આ દરમિયાન તેમણે જણાવ્યું કે, હું પારિવારિક જવાબદારીઓ અને હાલના પદને લઈને કસ્ટડીમાં છું.
જેટલીએ પોતાના બ્લોગમાં અરવિંદની પ્રશંસા કરતા જણાવ્યું કે, નાણા મંત્રાલય, પીએમઓ અને સરકારના અન્ય વિભાગો સાથે તેમનો સંવાદ મહત્વનો હતો. આ ઔપચારિક હોવાની સાથે અનૌપચારિક સ્તર પર પણ થતો હતો.
અરવિંદ સુબ્રમણ્યમે ઓક્ટોબર 2014માં મુખ્ય આર્થિક સલાહકારનું પદ સંભાળ્યું હતું. તેમણે રઘુરામ રાજનની જગ્યા લીધી હતી. આ દરમિયાન રઘુરામ રાજન આરબીઆઈના ગવર્નર બન્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે