કોરોનાએ એક દિવસમાં રોકાણકારોના 14 લાખ કરોડ રૂપિયા ડૂબાડ્યા, સેન્સેક્સ 3900 પોઇન્ટ તૂટીને બંધ

શેર બજારમાં આજે કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આજે લગભગ 3900 પોઇન્ટ ઘટાડા સાથે બંધ થયો છે, તો બીજી તરફ નિફ્ટી 50 ઇંડેક્સ 1100 પોઇન્ટના મોટા ઘટાડા સાથે બંધ થયો છે. તમને જણાવી દઇએ કે આજે સવારે બજાર ખુલતાં જ થોડી મિનિટ બાદ સેન્સેક્સમાં લોઅર સર્કિટ લાગી હતી, ત્યારબાદ 45 મિનિટ માટે કારોબાર બંધ કરી દેવામાં આવ્યો હતો. 
કોરોનાએ એક દિવસમાં રોકાણકારોના 14 લાખ કરોડ રૂપિયા ડૂબાડ્યા, સેન્સેક્સ 3900 પોઇન્ટ તૂટીને બંધ

મુંબઇ: શેર બજારમાં આજે કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આજે લગભગ 3900 પોઇન્ટ ઘટાડા સાથે બંધ થયો છે, તો બીજી તરફ નિફ્ટી 50 ઇંડેક્સ 1100 પોઇન્ટના મોટા ઘટાડા સાથે બંધ થયો છે. તમને જણાવી દઇએ કે આજે સવારે બજાર ખુલતાં જ થોડી મિનિટ બાદ સેન્સેક્સમાં લોઅર સર્કિટ લાગી હતી, ત્યારબાદ 45 મિનિટ માટે કારોબાર બંધ કરી દેવામાં આવ્યો હતો. 

લોઅર સર્કિટ બાદ બજારમાં આવી વેચાવલી
લોઅર સર્કિટ બાદ જ્યારે બજાર ખુલ્યા તો ત્યારબાદ પણ શેર બજારમાં ભારે વેચાવલી જોવા મળી. લોઅર સર્કિટ બાદ સેન્સેક્સમાં લગભગ 3100 પોઇન્ટ સુધીનો કડાકો જોવા મળ્યો. 

બજારની સ્થિતિ
સન્સેક્સ - 25981
ઘટાડો - 3934

નિફ્ટી - 7634
ઘટાડો - 1110

બેંક નિફ્ટી - 17018
ઘટાડો - 3300

— Zee Business (@ZeeBusiness) March 23, 2020

દિગ્ગજ કંપનીઓના શેર તૂટ્યા
આરઆઇએલ અને આઇસીઆઇસીઆઇ બેંક સહિત તમામ દિગ્ગજ કંપનીઓના શેર 10 ટકથી 15 ટકા તૂટ્યા છે. ઇંડસઇંડ બેંક 24 ટકા, જ્યારે એક્સિસ બેંકમાં 28 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી બેંકમાં 16 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયો આજે 44 પૈસા તૂટીને રેકોર્ડ 75.68ના નીચલા સ્તર પર ખુલ્યો. 

સેક્ટોરિયલ ઇંડેક્સ થયો લાલ
સેક્ટોરિયલ ઇંડેક્સ લાલ નિશાન પર બંધ થયો છે. બીએસઇ ઓટો, બેંક નિફ્ટી, કેપિટલ ગુડ્સ, કંઝ્યૂમર ડ્યૂરેબલ, એફએમસીજી હેલ્થકેર, આઇટી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પીએસયૂ અને ટેક સેક્ટરર્સ લાલ નિશાન સાથે બંધ થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news