અમિતાભે અભિષેકને ગણાવ્યો 'સૌથી સારો મિત્ર' કરી દિલને સ્પર્શ કરી દેનાર પોસ્ટ

મહાનાયક અમિતાભ બચ્ચને રવિવારે પોતાના પુત્ર તથા અભિનેતા અભિષેક બચ્ચન માટે સોશિયલ મીડિયા પર દિલને સ્પર્શ કરી દેનાર એક પોસ્ટ લખી અને તેમણે પોતાના 'સૌથી સારો મિત્ર' ગણાવ્યો હતો. અમિતાભે ટ્વિટર પર એક ફોટો શેર કરતાં લખ્યું, ''જ્યારે તે ના ફ્ક્ત તમારા ચંપલ પહેરે છે પરંતુ એક જ આકારની ખુરશી પર બેસવા લાગે છે ત્યારે તે ફક્ત પુત્ર જ નહી પરંતુ તમારો સારો મિત્ર પણ હોય છે.

Updated By: Apr 8, 2019, 09:57 AM IST
અમિતાભે અભિષેકને ગણાવ્યો 'સૌથી સારો મિત્ર' કરી દિલને સ્પર્શ કરી દેનાર પોસ્ટ

નવી દિલ્હી: મહાનાયક અમિતાભ બચ્ચને રવિવારે પોતાના પુત્ર તથા અભિનેતા અભિષેક બચ્ચન માટે સોશિયલ મીડિયા પર દિલને સ્પર્શ કરી દેનાર એક પોસ્ટ લખી અને તેમણે પોતાના 'સૌથી સારો મિત્ર' ગણાવ્યો હતો. અમિતાભે ટ્વિટર પર એક ફોટો શેર કરતાં લખ્યું, ''જ્યારે તે ના ફ્ક્ત તમારા ચંપલ પહેરે છે પરંતુ એક જ આકારની ખુરશી પર બેસવા લાગે છે ત્યારે તે ફક્ત પુત્ર જ નહી પરંતુ તમારો સારો મિત્ર પણ હોય છે.
 

ફોટામાં અમિતાભ અને અભિષેક થ્રી સ્ટેક્ડ ચેર પર બેસીને ગંભીર ચર્ચા કરતાં જોવા મળી રહ્યા છે. ફોટો અમિતાભની પહેલી તમિળ ફિલ્મ 'ઉર્યન્તા મણિથન'ના સેટ પરથી લેવામાં આવ્યો છે. હાલમાં અમિતાભ 'ઉર્યન્તા મણિથન' અને ફેંટેસી ફિલમ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગમાં વ્યસ્ત છે જ્યારે અભિષેક વેબ શો 'બ્રેથ'ની બીજી સીઝનમાં જોવા મળશે.

તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પોતાને દક્ષિણના દિવંગત સુપરસ્ટાર શિવાજી ગણેશનનો શિષ્ય ગણાવ્યા હતા. અમિતાભ 'ઉર્યન્તા મણિથન' સાથે પોતાના ડેબ્યૂ માટે તૈયાર છે. 76 વર્ષના અભિનેતાએ ટ્વિટર પર 'ઉર્યન્તા મણિથન'થી એક ફોટો શેર કર્યો હતો. તમને જણાવી દઇએ કે 'ઉર્યન્તા મણિથન'ના ડાયરેક્ટર તમિલવાનન કરી રહ્યા છે. આ સાથે હિંદીમાં પણ બનાવવામાં આવશે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત ઓગસ્ટમાં કરવામાં આવી હતી.

(ઇનપુટ IANS માંથી)