Cryptocurrency: શું તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરો છો? તો ધ્યાનથી સાંભળી લો નાણામંત્રીની આ ચેતવણી
Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણે એકવાર ફરી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા લોકોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ઈડી ક્રિપ્ટો એક્સચેન્જોની તપાસ કરી રહ્યું છે અને કેટલાક ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મની સંપત્તિ ફ્રીઝ કરી ચુક્યુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ Cryptocurrency latest News: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્રિપ્ટો રોકાણકારોને ચેતવણી આપી છે. નાણામંત્રીએ ભાજપ ઇકોનોમિક સેલ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જનતા અને ઉદ્યોગસાહસિકોને ચેતવણી આપતા કહ્યું કે ક્રિપ્ટોકરન્સી કોઈ મુદ્દા નથી. કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ વિશે સરકાર પહેલા ચેતવણી આપી ચુકી છે. ક્રિપ્ટોકરન્સી પર આપણે સાવધાનીથી આગળ વધવુ પડશે. તેમણે કહ્યું કે ક્રિપ્ટો પર એક નવો કાયદો જલદી લાવવામાં આવશે.
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોના ખાતા થયા ફ્રીઝ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ એટલે કે ઈડીએ મની લોન્ડ્રિંગની તપાસના સંબંધમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોની તપાસ કરી છે. આ દરમિયાન એજન્સીએ ઓછામાં ઓછી બે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોની સંપત્તિને ફ્રીઝ કરી છે. એકાઉન્ટ ફ્રીઝ થવાનો મતલબ છે કે ઈડીની મંજૂરી વગર કંપની કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકે નહીં. ઈડીએ 5 ઓગસ્ટે વઝીરક્સ (wazirx) ની 8 મિલિયન ડોલરની બેન્ક સંપત્તિને ફ્રીઝ કરી દીધી હતી અને પાછલા સપ્તાહે વોલ્ડ ક્રિપ્ટોના બેન્ક ખાતા અને લગભગ 46 મિલિયન ડોલરની ક્રિપ્ટો સંપત્તિને ફ્રીઝ કરી હતી.
વોલ્ટ ક્રિપ્ટો એક્સચેન્જે આપ્યો જવાબ
ઈડીના આરોપો પર વોલ્ટે નિવેદન જાહેપ કરી જણાવ્યું કે ઈડીની સાથે અમે સંપૂર્ણ સહયોગ કર્યો અને જુલાઈમાં સમન્સ મળ્યા બાદ તમામ જરૂરી જાણકારી અને દસ્તાવેજ જમા કર્યાં છે. અમે જણાવવા ઈચ્છીએ છીએ કે તમામ કેવાયસી ડોક્યુમેન્ટ ગ્રાહકો પાસે લેવામાં આવે છે. કંપનીએ કહ્યું અમે અમારા ગ્રાહકો અને બધા હિતધારકોના હિતોની રક્ષા માટે જરૂરી કાર્યવાહી અને કાયદાકીય સલાહ લઈ રહ્યાં છીએ.
આરબીઆઈએ આપી હતી સલાહ
નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેન્કે સૂચન આપ્યું હતું કે સરકાર ક્રિપ્ટોકરન્સી માટે નિયમ બનાવે. નાણામંત્રીએ કહ્યું કે જો ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવો છે તો સરકારે આંતરરાષ્ટ્રીય સહયોજની જરૂર પડશે. તેમણે કહ્યું કે, આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સમાન માપદંડ બનાવવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે