હવે કેરીના રસ સાથે પુરી બનાવીને ખાઓ, ઘટી ગયા છે સિંગતેલ-કપાસિયા તેલના ભાવ

Rajkot Cooking Oil Prices Go Down : ગુજરાતની ગૃહિણીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા... દરેક વસ્તુના વધતા ભાવ વચ્ચે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો... રાજકોટ સિંગતેલના ભાવમાં છેલ્લા 25 દિવસમાં 100 રૂપિયાનો ઘટાડો થયો... તો કપાસિયા તેલમાં પણ 100 રૂપિયાનો ઘટાડો થયો... સીંગતેલનો ડબ્બો 2770 થયો તો કપાસિયા તેલનો ડબ્બો 2650 રૂપિયા થયો ઘટાડો...
 

હવે કેરીના રસ સાથે પુરી બનાવીને ખાઓ, ઘટી ગયા છે સિંગતેલ-કપાસિયા તેલના ભાવ

ગૌરવ દવે/રાજકોટ :લાંબા સમયથી ગુજરાતની ગૃહિણીઓ ટેન્શનમાં હતી કે, ઘર કેવી રીતે ચલાવવું. એક પછી એક વસ્તુઓના વધતા ભાવોથી તેમના માટે ઘર ચલાવવુ મુશ્કેલ બન્યુ હતું. તેમાં પણ ભાવ ઘટવામાં આશાનુ એક પણ કિરણ દેખાતુ ન હતું. આખરે લાંબા સમય બાદ ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દરેક વસ્તુઓના વધતા ભાવ વચ્ચે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં એક મહિનામાં 150 થી 200 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. 

શા કારણે ખાદ્યતેલના ભાવમાં આવ્યો ઘટાડો?

  • કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્ટોક મર્યાદા કાયદાની અસર
  • વેપારીઓએ નિયમિત ખાદ્યતેલનો સ્ટોક કેન્દ્ર સરકારની વેબસાઈટ પર અપલોડ કરવાનો હોવાથી સંગ્રહખોરી બંધ થઈ
  • સરકારે ખાદ્યતેલના એક્સપોર્ટ પર નિયંત્રણ લગાવ્યું
  • ચાઇનામાં સૌથી વધુ ખાદ્યતેલમાં સિંગતેલ એક્સપોર્ટ થતું
  • યુક્રેન અને રસિયા યુદ્ધને કારણે ભાવમાં ઉછાળો આવ્યો હતો પણ તે સ્થિતિ નિયંત્રણમાં આવ્યા ભાવ ઘટ્યા

ખાદ્યતેલના વેપારી ભાવેશ પોપટે જણાવ્યુ કે, સીંગતેલનો 15 કિલોનો ડબ્બો 2770 થયો છે જ્યારે કપાસિયા તેલનો 15 કિલો ડબ્બો 2650 રૂપિયા થયો છે. યુક્રેન અને રસિયા વચ્ચેના યુદ્ધને કારણે ખાદ્યતેલના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો હતો. જોકે ફરી એક વખત લગ્નસરાની સિઝન આવતા સામાન્ય 10 થી 30 રૂપિયા સુધીના ભાવ વધ્યા છે. વેપારી ભાવેશભાઈ પોપટે કહ્યું હતું કે, મગફળીની સિઝન ન હોવાથી 90 ટકા ઓઇલ મિલો બંધ છે. તો બીજી તરફ ખાદ્યતેલની ડિમાન્ડ હોવાથી સામાન્ય ભાવ ઉછાળો આવ્યો છે. પરંતુ મે મહિનામાં 150 થી 200 રૂપિયા સુધીના ભાવ ઘટ્યા છે.

ઝી 24 કલાકનું ખાદ્યતેલ પર એનાલીસીસ

સિંગતેલ

  • 22 ફેબ્રુઆરીએ રશિયા-યુક્રેન યુદ્ધ સમયે 2241 રૂપિયા ભાવ હતો
  • 1 માર્ચથી 1 એપ્રિલ સુધીમાં સિંગતેલના ભાવમાં રૂ.375 સુધીનો વધારો થયો
  • 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં સીંગતેલમાં 125 રૂપિયાનો વધારો થયો
  • 1 મેથી 1 જૂન સુધીમાં સિંગતેલના ભાવમાં ઘટાડો આવ્યો અને 150 રૂપિયા ઘટ્યા

કપાસિયા તેલ

  • 22 ફેબ્રુઆરીએ રશિયા-યુક્રેન યુદ્ધ સમયે 2300 રૂપિયા ભાવ હતો
  • 1 માર્ચથી 1 એપ્રિલ સુધીમાં કપાસિયાના ભાવમાં રૂ.275 સુધીનો વધારો થયો
  • 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં કપાસિયકમાં 180 રૂપિયાનો વધારો થયો
  • 1 મે થી 1 જૂન સુધીમાં સિંગતેલના ભાવમાં ઘટાડો આવ્યો અને 200 રૂપિયા ઘટ્યા

સૂર્યમુખી તેલ

  • 22 ફેબ્રુઆરીએ રશિયા-યુક્રેન યુદ્ધ સમયે 2075 રૂપિયા ભાવ હતો
  • 1 માર્ચથી 1 એપ્રિલ સુધીમાં ભાવમાં રૂ.475 સુધીનો વધારો થયો
  • 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં કપાસિયામાં 175 રૂપિયાનો વધારો થયો
  • 1 મેથી 1 જૂન સુધીમાં સિંગતેલના ભાવમાં ઘટાડો આવ્યો અને 150 રૂપિયા ઘટ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news