તહેવારોની સીઝન પહેલા તેલના ભાવમાં ભડકો, સોમવારે ઉઘડતા બજારે જ તેલના ભાવ વધી ગયા

Groundnut Oil Prices : તહેવારો પહેલાં જ સીંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો... ફરી એકવાર ડબ્બા દીઠ 20 રૂપિયાનો વધારો કરાયો... ડબ્બાનો ભાવ 2890 રૂપિયા સુધી પહોંચ્યો...

તહેવારોની સીઝન પહેલા તેલના ભાવમાં ભડકો, સોમવારે ઉઘડતા બજારે જ તેલના ભાવ વધી ગયા

Groundnut Oil prices Hike રાજકોટ : તહેવારો પહેલાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. સીઝનની શરૂઆત પહેલા જ સીંગતેલમાં ડબ્બા દીઠ 20 રૂપિયાનો વધારો કરાયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2890 રૂપિયા સુધી પહોંચ્યો છે. તો કપાસિયાના તેલના ડબ્બાનો ભાવ 1730 રૂપિયા થયો છે. તેમજ પામોલીન તેલના ડબ્બાનો ભાવ 1465 રૂપિયા પર પહોંચી ગયો છે. 

ઉઘડતા બજારે જ મોટો કડાકો 
સોમવારે ઉઘડતા બજારે જ ખાદ્ય તેલના ભાવોમાં ફરી ભડકો થયો છે. તહેવારો નજીક આવતા જ તેલના ભાવ વધ્યા છે. સિંગતેલનો ડબ્બો રૂપિયા 2900 થવામાં માત્ર 10 રૂપિયા બાકી રહી ગયા છે. સોમવારે ઉધડતી બજારે સીંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો ઝીંકાયો છે. આ સાથે જ સીંગતેલ ડબ્બાનો ભાવ 2890 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ 1730 રૂપિયાએ પહોંચ્યો છે. આ ઉપરાંત પામોલીન તેલ ડબ્બાનો ભાવ 1465 રૂપિયા થઈ ગયો છે. અધિક માસ અને શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલનો ભાવ વધારો લોકોનુ બજેટ ખોરવી નાંખશે. 

જુન મહિનાથી ઉપર જઈ રહ્યા છે ભાવ 
2023 ના વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. જુન મહિનાના મધ્યમા ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે. મે અને જુન મહિનામાં ખાદ્ય તેલના ભાવમાં સતત અપડાઉન થઈ રહ્યું છે. ત્યારે જુન મહિનાના અંતમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. સીંગતેલ, કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ચોમાસામાં લોકો ગાંઠિયા, ભજીયા જેવી તળેલી અને ટેસ્ટી વસ્તુઓ વધુ આરોગતા હોય છે, ત્યારે ખાણીપીણીની ખરી સીઝન ટાંણે જ ભાવમાં વધારો કરાયો છે. 

પહેલા ભાવ વધ્યા, પછી નીચે ઉતર્યા, હવે ફરી વધ્યા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ હવે ઉલટી ગંગા વહી રહી છે. માર્કેટમાં માંગ ઘટતા જ તેલના ભાવ તળિયે બેસી ગયા. મોંઘવારીને કારણે અને ઘરનું બજેટ સાચવવા ગૃહિણીઓએ તેલનો વપરાશ ઓછો કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. જેથી માંગ ઘટી છે. આ કારણે તેલના ભાવ નીચે ગયા હોય તેવી શક્યતા છે. પરંતુ હવે પંદર દિવસમાં જ તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. આમ, ખાદ્યતેલના ભાવમાં સતત અપડાઉન થઈ રહ્યું છે. જેથી ભાવ સ્થિર રહેતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news