જાણો ક્યારે ઉપાડી શકો છો PF ના પુરા પૈસા, હવે ફક્ત 3 દિવસમાં ઉપાડી શકાશે ફંડ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ પીએફની રકમ કાઢવા માટે ઓનલાઇન સુવિધા શરૂ કરવામાં આવી છે. ઓનલાઇન સુવિધાનો લાભ પાંચ કરોડથી વધુ શેરહોલ્ડર્સને મળશે.

જાણો ક્યારે ઉપાડી શકો છો PF ના પુરા પૈસા, હવે ફક્ત 3 દિવસમાં ઉપાડી શકાશે ફંડ

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ પીએફની રકમ કાઢવા માટે ઓનલાઇન સુવિધા શરૂ કરવામાં આવી છે. ઓનલાઇન સુવિધાનો લાભ પાંચ કરોડથી વધુ શેરહોલ્ડર્સને મળશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર એપ્લિકેશન ફાઇલ કર્યા બાદ પીએફ ટ્રાંસફર કરવાથી માંડીને પૈસા ઉપાડવાની બધી પ્રક્રિયા 3 દિવસમાં પુરી થઇ જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આવા શેરહોલ્ડર્સ, જેમનો પીએફ તથા બેંક એકાઉન્ટ આધાર નંબર સાથે લીંક છે, આ સુવિધાનો લાભ ઉઠાવી શકશો. હાલ સભ્યોને પૈસા પ્રાપ્ત કરવામાં કાગળીયા કાર્યવાહી બાદ પણ ઘણા દિવસો અને મહિના લાગી જાય છે. 

કેટલા વર્ષ બાદ અને ક્યારે ઉપાડી શકીએ PF ના પુરા પૈસા
પીએફની રકમને ઇમરજન્સીની સ્થિતિમાં કાઢવામાં આવે છે. 7 પરિસ્થિતિઓમાં તમે પીએફની રકમ ઉપાડી શકો છો. કેટલીક પરિસ્થિતિઓમાં તમે પીએફના પૈસા કાઢી શકો છો અને કેટલાક કિસ્સામાં પૈસાનો કેટલોક ભાગ કાઢી શકો છો. આવો જાણીએ કઇ આ 7 પરિસ્થિતિઓ છે જેમાં પીએફની રકમ કાઢી શકો છો. 

મેડિકલ ટ્રીટમેંટ- 

  • તમે તમારા, પત્નીના, બાળકોના અથવા માતા-પિતાની સારવાર માટે પણ પીએફ વિંડ્રો કરી શકો છો.
  • આ સ્થિતિમાં તમે ક્યારેય પણ પીએફ વિંડ્રો કરી શકો છો એટલે કે જરૂરી નથી કે તમારી સર્વિસને કેટલો સમય થયો છે. 
  • તેના માટે એક મહિનો આથવા તેનાથી વહુ હોસ્પિટલમાં ભરતી હોવાનો પુરાવો આપવો પડે છે.
  • સાથે જ આ સમય દરમિયાન ઇંપ્લોય દ્વારા એપ્રૂવ લીવ સર્ટિફિકેટ પણ આપવું પડે છે. 
  • પીએફના પૈસાથી મેડિકલ ટ્રીટમેંટ લેવા માટે વ યક્તિને પોતાના ઇંપ્લોર અથવા ઇએસઆઇ દ્વારા એપ્રૂવ એક સર્ટિફિકેટ આપવાની રહે છે. આ સર્ટિફિકેટમાં જાહેરાત કરેલી હોવી જોઇએ કે જેને મેડિકલ ટ્રિટમેંટ જોઇએ, તેના ઇએસઆઇની સુવિધા પહોંચાડવામાં ન આવે અથવા પછી તેને ઇએસઆઇની સુવિધા આપવામાં આવતી નથી. 
  • તેના હેઠળ પીએફના પૈસા કાઢવા માટે ફોર્મ 31 હેઠળ અરજી કરવાની સાથે બિમારીનું સર્ટિફિકેટ અથવા અન્ય એવા ડોક્યુમેંટ આપવા પડે છે, જેથી ખરાઇની તપાસ કરી શકાય.
  • મેડિકલ ટ્રીટમેંટ માટે કોઇપણ વ્યક્તિ પોતાની સેલેરીના 6 ગણા અથવા પછી પુરા પીએફના પૈસા, જે પણ ઓછું હોય તે કાઢી શકે. 

એજ્યુકેશન અથવા લગ્ન

  • પોતાના ભાઇ-બહેન અથવા પછી બાળકના લગ્ન માટે પીએફની રકમ કાઢી શકે છે.
  • તમે તમારા અભ્યાસ અથવા બાળકોના અભ્યાસ માટે પણ રકમ કાઢી શકો છો.
  • તેના માટે ઓછામાં ઓછા 7 વર્ષની નોકરી હોવી જોઇએ. 
  • સંબંધિત કારણના પુરાવા આપવા પડશે.
  • એજ્યુકેશનના મામલે તમારે તમારા એમ્પ્લિયર દ્વારા ફોર્મ 31 હેઠળ અરજી કરવાની રહેશે. તમે પીએફ કાઢવાની તારીખ સુધી કુલ જમા રકમના 50 ટકા પીએફ કાઢી શકો છો.
  • એજ્યુકેશન માટે પીએફનો ઉપયોગ કોઇપણ વ્યક્તિ પોતાના સેવાકાળમાં ફક્ત ત્રણ વાર કરી શકે છે. 

પ્લોટ ખરીદવા માટે

  • પ્લોટ ખરીદવા માટે પીએફના પૈસા ઉપયોગ કરવા માટે તમારો કાર્યકાળ 5 વર્ષ પુરો થવો જોઇએ. 
  • પ્લોટ તમારા, તમારી પત્ની અથવા બંનેના નામ પર રજિસ્ટર્ડ હોવો જોઇએ.
  • પ્લોટ અથવા પ્રોપર્ટી કોઇ પ્રકારના વિવાદમાં ફસાયેલી ન હોવી જોઇએ અને ના તો તેના પર કોઇ કાનૂની કાર્યવાહી ચાલતી હોવી જોઇએ. 
  • પ્લોટ ખરીદવા માટે કોઇપણ વ્યક્તિ પોતાની સેલરીના વધુમાં વધુ 24 ગણા સુધી પીએફના પૈસા ઉપાડી શકે છે.
  • આ પ્રકારની સ્થિતિમાં તમે તમારી નોકરીના કુલ સમયમાં ફક્ત એક જ વાર પીએફના પૈસા ઉપાડી શકો છો. 

ઘર બનાવવા અથવા ફ્લેટ
આ પ્રકારની સ્થિતિમાં તમારી નોકરીના 5 વર્ષ થયેલા હોવા જરૂરી છે. તેના હેઠળ કોઇપણ વ્યક્તિ પોતાના પગારના વધુમાં વધુ 36 ગણા પીએફ ઉપાડી શકે છે. તેના માટે પોતાની નોકરીના સમય દરમિયાન ફક્ત એક જ વખત પીએફના પૈસાનો ઉપયોગ કરી શકાય છે. 

રિ-પેમેંટ ઓફ હોમ લોન
તેના માટે તમારી નોકરીના 10 વર્ષ હોવા જોઇએ. તેના હેઠળ કોઇપણ વ્યક્તિ પોતાનીના વધુમાં વધુ 36 ગણા પીએફના પૈસા કાઢી શકે છે. તેના માટે પોતાની નોકરીના સમય દરમિયાન ફક્ત એકવાર જ પીએફના પૈસાનો ઉપયોગ કરી શકે છે. 

ઘર રિનોવેશન
આ સ્થિતિમાં તમારી નોકરીના ઓછામાં ઓછા 5 વર્ષ પુરા થવા જોઇએ. તેના હેઠળ કોઇપણ વ્યક્તિ પોતાની સેલરીના 12 ગણા પીએફના પૈસા કાઢી શકે છે. તેના માટે પોતાની નોકરી સમય દરમિયાન ફક્ત એકવાર જ પીએફના પૈસાનો ઉપયોગ કરી શકાય.

પ્રી-રિયાટરમેંટ
તેના માટે તમારી ઉંમર 54 વર્ષ હોવી જોઇએ. આ સ્થિતિમાં તમે કુલ પીએફ બેલેંસમાં 90 ટકા સુધી રકમ કાઢી શકો છો, પરંતુ આ વિડ્રો ફક્ત એક જ વાર કરી શકાય છે. 

પીએફ વિડ્રો ટેક્સેબલ છે અથવા નહી
જો તમે સતત સર્વિસ દરમિયાન 5 વર્ષ પહેલાં પીએફ વિડ્રો કરે છે તો આ ટેક્સેબલ હશે. અહીં સતત સર્વિસ સાથે મતલબ નથી કે એક જ સંસ્થામાં 5 વર્ષ સુધી સર્વિસ હોવી જોઇએ. તમે સર્વિસ બદલી શકે છે અને કોઇપણ સંસ્થા જોઇન કરી શકો છો. તમે તમારા પીએફ એકાઉન્ટને નવા એમ્પલોયરને ટ્રાંસફર કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news