તાપસીની 'મુલ્ક'નો ધમાકેદાર ટીઝર વીડિયો જાહેર, રિશી કપૂરે પુછ્યો મહત્વનો સવાલ 

આ ફિલ્મ 3 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે

તાપસીની 'મુલ્ક'નો ધમાકેદાર ટીઝર વીડિયો જાહેર, રિશી કપૂરે પુછ્યો મહત્વનો સવાલ 

મુંબઈ : હાલમાં ટ્વિટર પર હિંદુ-મુસ્લિમ મામલે ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે બીજી તરફ તાપસી પન્નુ સ્ટારર ‘મુલ્ક’નું ધમાકેદાર ટીઝર જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મનો પહેલો ટીઝર વીડિયો સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તાપસી પન્નુનું પાત્ર આરતી મલ્હોત્રા લગ્ન પછી આરતી મોહમ્મદ બની જાય છે અને આ બદલાવ પછી સમાજના તેના તરફ બદલાયેલા વલણ વિશે સવાલો કરે છે. આ પછી પ્રતિક બબ્બર ઉર્ફે શાહિદ મોહમ્મદનો તેમજ રજત કપૂર ઉર્ફે દાનિશ જાવેદનો પણ વીડિયો આવ્યો છે. હવે રિશી કપૂરનો ટીઝર વીડિયો સામે આવ્યો છે. 

આ વીડિયોમાં રિશી કપૂર કહે છે કે, ‘મુરાદ અલી નામ છે મારું, મુરાદ અલી મોહમ્મદ. નહીં જાઉં પાકિસ્તાન, અહીં મરીશ અને મુસલમાન તરીકે જ મરીશ. એક દિવસ આપણે સાથે બેસીએ અને સાબિત કરીએ હિંદુસ્તાન પ્રત્યે પોતપોતાનો પ્રેમ. માત્ર હું શું કામ કરું અને કેમ?’

— Rishi Kapoor (@chintskap) July 18, 2018

આ ફિલ્મ 3 ઓગસ્ટના દિવસે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પહેલાં રિલીઝ થઈ ગયું છે અને દર્શકોને બહુ પસંદ પણ પડ્યું છે. આ ફિલ્મ એક એવા મુસ્લિમ પરિવારની વાર્તા છે જે દેશદ્રોહના આરોપ બદલ કોર્ટનો દરવાજો ખખડાવે છે. 

ફિલ્મની લીડ એક્ટ્રેસ તાપસી હિંદુ છે જે શાદી પછી મુસ્લિ્મ પરિવારની વહુ બની જાય છે. તાપસી આ ફિલ્મમાં વકીલનો રોલ ભજવી રહી છે જે પોતાના પરિવાર સામે લગાવેલા આરોપ વિરૂદ્ધ કોર્ટમાં દલીલ રજૂ કરે છે. તેની સામે સરકારી વકીલ તરીકે આશુતોષ રાણા. તાપસી, રિશી કપૂર, પ્રતિક બબ્બર, રજત કપૂર અને આશુતોષ રાણા સિવાય ફિલ્મમાં મનોજ પાહવા પણ મહત્વના રોલમાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news